આ છોકરીની આ એક ભૂલ અને ડોકી કાયમ માટે બેન્ડ થઇ ગઈ – ક્લિક કરી વાંચો કારણ

ઘણી વાર એવું બનતું હોય છે કે, આપણે ગરદન થોડી વાર માટે કોઈ એક બાજુ ઘુમાવી રાખીએ તો ગરદનમાં અકડ મહેસૂસ થવા લાગે અથવા તો ડોક બીજી બાજુ ફરી શકે એવી સ્થિતી પ્રાપ્ત કરતાં થોડો સમય લાગે. અલબત્ત, સામાન્ય સમસ્યા છે અને થોડીવારમાં ઠીક થઈ જાય છે પણ એનાથી આપણી પરેશાની થોડીવાર માટે પણ વધી જાય છે. ગરદન ઘુમાવ્યાં વીના તો કામ જ કઈ રીતે થઈ શકે?

આ તો થઈ વાત થોડા સમય માટેની સમસ્યાની પણ વિચારો કે, આખી જીંદગી આવી રીતે રહેવાનું થાય તો? બાપ રે! એ શક્ય જ નથી. પણ મિત્રો હક્કીકત છે કે, દુનિયામાં અમુક કમનસીબો એવા પણ હોય છે જેને આવી પરેશાનીનો સામનો કરવો પણ પડે છે. વાત છે પાકિસ્તાનની એક છોકરીની. આજે પણ એ માસૂમ બાળકીને લગભગ મરોડાઈ ચૂકેલી ગરદન સાથે જીવન વીતાવવું પડે છે!

સ્વાભાવિક છે કે, એ બાળકીને પારાવાર કષ્ટોનો સામનો કરવો પડતો હશે. ૯૦ ડિગ્રી જેટલી ફરી ચૂકેલી ગરદનની પીડા શી હોઈ શકે! ઉલ્લેનીય છે કે, આફસીન કુંબર નામની આ બાળકીને નાના-મોટા કામ માટે બીજાંનો જ આશ્રય લેવો પડે છે. એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, બાળપણ કરેલી એક નાનકડી ભુલ અને કુંબર ગરદન મરોડાઈ ગઈ ૯૦ ડિગ્રી પર જે આજે પણ સીધી નથી થતી! શું હતી એ ભુલ ? જાણી લો નીચેના પેરેગ્રાફમાં :

પાકિસ્તાનના મીથી ઇલાકામાં રહેનારી આ ૯ વર્ષની ઉંમરની બાળકી આફસીન કુંવર. એકદમ નાની ઉંમરમાં એવી બિમારીથી ગ્રસ્ત થઇ ગઈ કે, જેમાં માણસના શરીરનું કોઈ પણ અંગ એની રીતે આપોઆપ જ મરોડાઇ જાય અને પછી જીંદગી ભર સીધું ના થાય! હતનસીબ આફસીન પણ એ જ બિમારીનો ભોગ બની. આજે નેવું અંશે ઘુમેલી એની ગરદનમાં પારાવાર દર્દ થાય છે. ના તો એ કોઈ કામ પોતાની રીતે કરી શકે છે કે ના તો સરખું જોઈ શકે છે! અધૂરામાં પુરું, આજે એની ઉંમરના બાળકો એની મજાક પણ ઉડાવે છે!

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી,બાપ! –

ઉલ્લેખનીય છે કે, આફસીનને આજુબાજુના ઘણા ડોક્ટરોને બતાવવામાં આવી પણ તબીબો સમજી જ નથી શકતાં કે, આખરે તેનો ઇલાજ કઈ રીતે કરી શકાય? કોઈ જ ઇલાજ તબીબો શોધી નથી શકતા આફસીનની બિમારીનો. સંભવ છે કે, મોટી હોસ્પિટલમાં આફસીનનો ઇલાજ કદાચ થઇ પણ શકે, એને રાહત મળી પણ શકે; પણ એ માટેના રૂપિયાં તો હોવા જોઈએ ને મા-બાપ પાસે!?

એક ભુલ અને આ હાલત?! –

આફસીનના મા-બાપ કહે છે કે, એકદમ જન્મથી જ આફસીનની આ હાલત નહોતી. મહજ આઠ મહિનાની હતી અને એકવાર તે પડી ગયેલી. માથામાં ઈજા થઈ હતી પણ અમે બહુ કંઈ ધ્યાન ના આપ્યું. અમને એમ કે, સામાન્ય ઇજા છે અને ઠીક થઈ જશે! પણ એ ભુલ જ અમને નડી. આજે આફસીન મહ્દઅંશે બીજા આધાર રાખે છે. સ્કુલ જવાની તો વાત જ દુર રહી, પોતાની દિનચર્યા માટે પણ બીજા પર આધાર રાખવો પડે!

ભગવાન કરે આફસીનને રાહત પ્રાપ્ત થાય!

આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. મિત્રો, અમે માત્ર ગુજરાત કે ભારતની જ નહી, બલ્કે દુનિયાદારીની પણ એવી માહિતી આપને જણાવીએ છીએ કે જે આસાનીથી પ્રાપ્ત નથી થતી. ઉદ્દેશ એક માત્ર આપના જ્ઞાન વધારાનો જ છે. ચાલો ત્યારે, આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો.

ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!