બોલીવુડની આ ૪ અભિનેત્રીઓ અજય દેવગનના પ્રેમમાં દીવાની હતી – એક તો હજુ કુંવારી છે

બોલિવૂડમાં અફેરની ચર્ચાઓનો સિલસિલો નવો નથી. અમુક અભિનેતા અમુક અભિનેત્રી સાથે ડેટ કરે એટલે મીડિયા એને ઉછાળી-ઉછાળીને બતાવે એટલે સ્વાભાવિક રીતે કાયમ માટે કૂથલીઓ કરતી ચેનલોમાં ગુંથાયેલા રહેતાં લોકોને પણ એ વાતો એકદમ જડબેસલાક યાદ રહી જાય! બોલિવૂડમાં કલાકારોની પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને પ્રકારની જીંદગીની ચર્ચાઓ થતી હોય છે.

ક્યાં એક્ટરનું કઈ એક્ટ્રેસ સાથે દિલ મળેલું છે એવી વાતો જાણવામાં સ્વાભાવિક રીતે જ આપણે વધુ રસ ધરાવીએ છીએ. એમાં તૂટફૂટ પણ નવી નથી, એ પણ ચાલ્યાં કરે છે. અહીં આજે વાત કરવી છે અજય દેવગણની પાછળ પાગલની જેમ ઘૂમતી અમુક બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસની કે જેના વિશે વાંચીને ચોક્કસ તમે ચોંકી ઉઠશો. માહિતી બ્રાન્ડ ન્યૂ તો નથી પણ જે હતી તેનું એકસાથે સંકલન છે. અજય દેવગણના વિવાહીત જીવન પૂર્વેની આ વાતો તમે વાંચીને જરૂરથી હેરત પામી જશો.

આમ તો અજય દેવગણ આજે પોતાની ફિલ્મોને લઈને ચર્ચાઓમાં રહે છે પણ એમના વિશે વધારે પડતા કોઈ વિવાદ થયાં નથી. આજે અભિનેત્રી કાજોલ સાથે મેરેજ કરીને તે પોતાની લાઇફમાં સેટ છે પણ તમને કદાચ એ ખબર નહી હોય કે, કાજોલ સાથેના વિવાહ પહેલા કઈ-કઈ અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાયેલું હતું! વાત અજયના કેરિયર સ્ટાર્ટીંગ પોઇન્ટની છે એટલે કંઈક અંશે કદી ચર્ચાયેલી છે નહી.

(1) મનીષા કોઈરાલા –

આજે તો મનીષા કોઈરાલા ફિલ્મ ક્ષેત્રે નિષ્ક્રિય છે પણ એક વખત એવો પણ હતો જ્યારે તેની ગણના બોલિવૂડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં થતી. એકથી એક ચડિયાતી ફિલ્મો આપવાને તે ફેમસ થઈ હતી. અજય દેવગણની સાથે તેની નજદીકી ચર્ચાસ્પદ બની રહેલ. પણ અમુક સમય બાદ બંનેના સબંધોમાં દરાર પડી. પછી તો બંને પોતપોતાની લાઇફમાં સેટલ થઈ ગયાં.

(2) કરિશ્મા કપૂર

ની ગણતરી બોલિવૂડની સુંદરત્તમ અને અભિનયક્ષમતાથી ભરપૂર અભિનેત્રીઓમાં થતી. અજય અને કરિશ્માએ સાથે મળીને ઘણી ફિલ્મો કરેલી. બંને વચ્ચે ધીમે-ધીમે પરીચય વધ્યો અને એકબીજાની વચ્ચેનું અંતર પણ ઘટ્યું. એક સમયે બંને વચ્ચે ગાઢ સબંધ હતો પણ સમયે બધું ભુલાવી દીધું!

(3) તબ્બૂ

તો આજે પણ અપરિણીત છે. એક સમય હતો જ્યારે તબ્બૂ અને અજય એકબીજાની એકદમ નજીક આવ્યાં હતાં. પણ પછી અચાનક કોઈ કારણોસર દુરી બની ગઈ અને એ વધતી જ ચાલી. અજયે પછી કાજોલ સાથે લગ્ન કરી લીધાં અને તબ્બૂ હજી અપરિણીત છે.

મિત્રો, આર્ટીકલ રોચક અને મજાની જાણકારીયુક્ત લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!