એમના એક આદેશ પર માનનીય પ્રધાન મંત્રી એમને મળવા પહોંચી જાય છે – જાણી લો એ સખ્સ વિષે

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે, 85 વર્ષના એક બુજુર્ગ (બાપા) એ તેમની વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા છે. પોલીસ માં એ વાતનો ડર છે કે જો આ બુજુર્ગ નહિ માને તો પ્રદેશમાં ઉપરી અધિકારીઓ સહીત પોલીસ વિભાગમાં પરિવહન અને સસ્પેન્શન નું પૂર આવી જશે. કારણકે, બધા તેમની તાકાત અને કર્યોથી બીવે છે જી હા અમે વાત કરીએ છીએ સંભાજી ભીડે ગુરુજી ની. તેનો આદેશ પ્રદેશના સી.એમ દેવેન્દ્ર ફળનવીસ જ નહિ પી.એમ મોદી પણ મને છે. આમાં ડર એ વાતનો છે કે સંભાજી એ એક ફરિયાદ પી.એમ અથવા સી.એમ ને કરી દીધી તો કેટલી વિકેટો પડી જાશે તેનો  કોઈ અંદાજ નથી.

પીએમ થી લઈને સીએમ પણ માને છે આદેશ

સૌથી પેલા તો આ તસ્વીર જોવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભેલો આ દુબળો-પાતળો દેખાવમાં તો આમ આદમી છે, પણ તેમને ઓછો નો સમજતા. તેમનું રાજ્ય એટલું છે કે પ્રધાનમંત્રી થી લઈને મહારાષ્ટ્ર ના સીએમ સુધી બધા તેમનો ઓર્ડર માને છે. આ બુજુર્ગનું નામ છે સંભાજી ભીડે ગુરુજી, જે મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાંથી આવે છે. પોલીસ ઇસ્પેક્ટર દ્વારા આરોપીની હત્યા કરી સબ સળગાવવાના મામલામાં વધુ પ્રદર્શન કર્યા બાદ તે હાલમાં જ હેડલાઇન્સ માં છવાઈ ગયા છે.

કોણ છે સંભાજી ભીડે ગુરુજી

જણાવી દઈએ કે, ગુરુજીના નામ થી જાણીતા સંભાજી પુણે યુનિવર્સીટી માંથી એમએસસી એટોમિક સાઈન્સ માં ગોલ્ડ મેડેલીસ્ટ છે. અને બીજું કે તેઓ મશહુર ફર્ગ્યુસન કોલેજમાં ફીઝીક્સ ના પ્રોફેસર રહી ચુક્યા છે. શિવાજી મહારાજને પોતાના આદર્શ માનવા વાળા ગુરુજીને મહારાષ્ટ્રમાં લોકોનો જબરદસ્ત સમર્થન છે. લોકસભા ચુંટણી વખતે જયારે મોદીજી સાંગલી આવ્યા ત્યારે સુરક્ષાનો ઘેરો તોડીને ભીડે ગુરુજી ને મળ્યા હતા. એટલું જ નહિ પણ મોદીજીએ રેલીમાં એવું પણ કીધેલું કે, “હું ભીડે ગુરુજીના બોલવાથી નહિ પણ તેમનો ઓર્ડર માનીને સાંગલી આવ્યો છું.” શિવપ્રતિસ્થાન સંસ્થા ચલાવનાર ભીડે ગુરુજી નું માનવું મોદીજી સુધી જ નહિ પરંતુ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડળવીસએ તેમને મળવા માટે તેમનું પ્લેન પણ રોકવી દીધું હતું.

ચપ્પલ વગર અને સાઇકલ થી ચાલે છે સંભાજી

સાઇકલ પર ચાલવાવાળા ભીડે ગુરુજીની ઉમર 85 થી વધુ છે તેમ છતાં તેઓ આજ પણ તંદુરસ્ત છે. તેના વિષે કહેવાય છે કે તેઓ પગમાં ચંપલ પણ નથી પહેરતા. ગયા દિવસોમાં વિશ્રમબાગ પોલીસ સ્ટેસનમાં અનિકેત કોથલેની થર્ડ ડીગ્રી ટોર્ચરથી મુર્ત્યું થયું, પરંતુ પોલીસે આ મામલો દબાવવા માટે તેની બોડી ૧૦૦ કી.મી દુર અંબા ઘાટ માં જઈને સળગાવી દીધી. ત્યાર બાદ પોલીસે આરોપી કસ્ટડીમાંથી ભાગી ગયો તેવી ખોટી કહાની બનાવી. પરિજનોએ આરોપીનું મૃત્યુ જેલમાં થયું તેવો દાવો મુક્યો હતો. ત્યારબાદ તપાસ કર્યા પછી એક પોલીસ ઇન્સ્પેકટરસહીત ૧૨ પોલીસને સસ્પેન્ડ કર્યા હતા. તે જ ઇન્સ્પેકટર યુવરાજ કામટે ને ગિરફ્તાર કર્યો હતો.

પીએમ, સીએમ અને ગૃહમંત્રી ને કરીશ ફરિયાદ : સંભાજી ભીડે

પોલીસ ઇન્સ્પેકટર દ્રારા લુટના આરોપી ની હત્યા પછી તેમની બોડી સળગાવવાના મામલાના વિરોધમાં સાંગલીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. તે સમયે શિવ પ્રતિષ્ઠાન ના સંભાજી ભીડે ગુરુજીએ પોલીશની ટીકા કરતા કહ્યુકે પોલીસ સ્ટેસનો સરકાર માન્ય ગુંડાના અડ્ડા બની ગયા છે. ત્યારે જ તેમને જણાવ્યું કે તે દોશી પોલીસવાળાઓ ને સજા મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર ગૃહમંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડળવીસ સાથે મુલાકાત કરવાના છે.

Leave a Reply

error: Content is protected !!