Mojemoj.com

Best Gujarati Blog

એક માણસને સૂતા-સૂતા એવો તો શું વિચાર આવ્યો અને રાતો રાત કરોડોનો માલિક બની ગયો!!

એક માણસને સૂતા-સૂતા એવો વિચાર આવ્યો અને રાતો રાત કરોડોનો માલિક બની ગયો.

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સપનું જરૂર જુવે છે. બધા લોકો પોતાનું સપનું પરિપૂર્ણ કરવા ઈચ્છે છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાના સપના સાકાર કરવામાં સફળતા મળે એ શક્ય નથી. ખૂબ ઓછા લોકો હોય છે કે જે પોતાના સપનાં પરિપૂર્ણ કરવામાં સફળ રહે છે. વ્યક્તિ પોતાના સપનામાં ઘણું બધું જુવે છે અને સવારે જાગીને તે બધું જ ભૂલી જાય છે. પરંતુ આજે અમે તમને આ આર્ટિકલનાં માધ્યમથી એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ કે જેને સૂતા-સૂતા એક આઈડિયા મળ્યો અને એ આઈડિયાથી તે રાતો-રાત કરોડો રૂપિયાનો માલિક બની ગયો.

વાસ્તવમાં, અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે અમેરિકાનો રહેવાસી છે, જેનું નામ માઇક લિન્ડલે છે. જેણે પોતાના સ્વપ્નને સાકાર કરીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. હાલમાં માઇક લિન્ડલે ખૂબ જ પ્રસિદ્ધ બિઝનેસમેન છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે માઇક લિન્ડલેને પોતાના બિઝનેસનો આઈડિયા પોતાના સ્વપ્નથી મળ્યો હતો, જે તેણે સાચું કરીને બતાવ્યું છે.

વાત એવી છે કે માઇક લિન્ડલેને રાત્રે ઊંઘવામાં તકલીફ હતી, તેના ઓશીકાને લીધે તેને ઊંઘમાં તકલીફ રહેતી હતી કારણ કે તેનું ઓશીકું આરામદાયક નહોતું. જેના કારણે તેને ઊંઘમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક રાત્રે, અચાનક માઇક લિન્ડલેની આંખ ઉઘડી અને તેણે ઘરના દરેક ખૂણામાં ‘માય પિલ્લો’ લખી નાખ્યું. માઇક લિન્ડલેનું તે પ્રથમ પગલું હતું જ્યાંથી તેણે તેનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ દરમિયાન માઇક લિન્ડલે ખૂબ જ અસ્વસ્થ હતા કારણ કે તેનું મન શિક્ષણમાં બિલકુલ નહોતું લાગતું. તેમને લાગ્યું કે તેઓ અભ્યાસમાં પોતાનો સમય બગાડી રહ્યા છે, જેના કારણે એમણે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના બિઝનેસ પર લગાવ્યું.

આ બધું થયું હોવા છતાં કંઇક બરાબર ન હતું, કારણ કે એક દિવસ માઇક લિન્ડલેને કોઈક વાતને લઈને મેનેજર સાથે ઝગડો થઈ ગયો, જેના કારણે સંચાલકે માઈકને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેના પછી તેણે નોકરી છોડી દીધી અને તેણે વ્યવસાય કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ વિચાર કરતા, માઇક લિન્ડલેએ કાર્પેટ સફાઈ કામ શરૂ કર્યું હતું, જેના પછી તેણે ડુક્કરનું સંવર્ધન શરૂ કર્યું, જેના પછી એણે બાર ટેન્ડરનું પણ કામ કર્યું હતું. પરંતુ આ બધા કામ કરવા છતાં તેમને ખાસ કોઈ નફો નહોતો મળ્યો.

આ દરમિયાન માઈક લિન્ડલેને નશાની આદત પણ લાગી ગઈ હતી અને આ આદતને લીધે માઇક લિન્ડલેનાં પત્ની સાથે છૂટાછેડા પણ થઈ ગયા. તેના હાથમાંથી બધું નીકળી રહ્યું હતું, તેને ઊંઘમાં પડી રહેલ મુશ્કેલીને કારણે પહેલા ઓશિકાના ધંધાનો વિચાર મળ્યો. માઇક લિન્ડલેએ સ્થાનિક સ્તરે ઓશીકા વેચવાનું શરૂ કર્યું, પરંતુ તે છતાં પણ કંઈ ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યો ન હતો. ત્યારબાદ એક રિટેલ સ્ટોરે માઇક લિન્ડલે પાસેથી ઓશિકા ખરીદવાનો પ્રસ્તાવ મુક્યો. કારણ કે તેઓને આ બિઝનેસ પસંદ આવ્યો હતો. માઇક લિન્ડલેએ 10.5 લાખ ઉધાર લઈને પોતાનો સ્ટોર ખોલ્યો અને ધીમે ધીમે તેમને સફળતા મળવા લાગી.

માઇક લિન્ડલેએ માત્ર 5 કર્મચારીઓ સાથે તેમની કંપનીની શરૂઆત કરી હતી, હવે તેમની કંપનીમાં 500 થી પણ વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. માઇક લિન્ડલેની કંપની માય પિલ્લો દર વર્ષે લગભગ ત્રણ કરોડ ઓશિકાનું વેચાણ કરે છે અને કંપનીની આવક આશરે 30 કરોડ ડોલર સુધી પહોંચી ગઈ છે. હવે તેઓ અમેરિકામાં માઈક પિલ્લો કિંગનાં નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓએ એમના જીવનમાં ખૂબ જ નિરાશાનો સામનો કર્યો અને દરેક ક્ષેત્રમાં તેમને નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ. પરંતુ આટલી મુશ્કેલીઓ સહન કરવા છતાં, તેમણે હાર ન માની અને આજે તેમણે રૂ .2000 કરોડના બિઝનેસનું નિર્માણ કર્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પ્રેરણાદાયી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!