બોલીવુડની આ મશહુર અભિનેત્રીઓએ એક થી વધુ વખત લગ્ન કરેલા છે – ચોથી વાળીએ તો બધા રેકોર્ડ તોડી નાખ્યા

લગ્ન એ બધા માટે મહત્વપૂર્ણ સ્તન ધરાવે છે. લગ્નને લઈને લોકોને ઘણીબધી ઈચ્છાઓ હોઈ છે. વ્યક્તિ હંમેશા એવી કોશિસ કરવા માંગેછે  કે તે પલ હંમેશા યાદગર બની રહે. લગ્ન સાત જન્મોનું બંધન છે અને કહેવાય છે કે પતિ પત્નીને ને આ બંધન સાત જન્મો સુધી નિભાવવું પડે છે. પરંતુ ઘણીવાર આ કહેવત ખોટી પણ જોવા મળે છે જયારે આપણે આસપાસ છૂટાછેડા વાળાને જોઈએ છીએ. બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં થોડા થોડા દિવસે તલાકની સમાચાર મળતા જ હોઈ પણ ખૂબીની વાત તો એ છે કે છૂટાછેડા પછી પણ બન્ને કપલો દોસ્ત તરીકે રહે છે અને સાથે જમવા જવાનું અને ફિલ્મ જોવા જવુ એ સામાન્ય વાત છે. અમે ખૂબીની વાત એટલે કહી કે સામાન્ય જીંદગીમાં એવું ઓછું જ થાય છે કે છૂટાછેડા પછી પણ એકબીજાના દોસ્ત બનીને રહે છે. બોલીવુડમાં એકથી વધુ લગ્ન કરવા જાણે આજકાલ ફેસન બની ગયું છે. ઘણી ઓછી એવી જોડી છે જે વર્ષોથી લગ્નમાં બંધાયેલ છે અને આજ પણ સુખી જીવન જીવે છે. આજ અમે તમને બોલીવુડની એવી અભિનેત્રી સાથે મળાવિશુ જેમને એક નહિ પણ વધુ લગ્ન કરેલ છે.

કિરણ ખેર

તેના જમાનાની ફેમસ એક્ટર કિરણ ખેરએ બે લગ્ન કર્યા છે. કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા પરંતુ થોડાક જ સમયમાં બંનેના છૂટાછેડા થઇ ગયા. ત્યાર પછી કિરણ એ બીજા લગ્ન અનુપમ ખેર સાથે કર્યા અને આજ બન્ને ખુશીથી જીવન વિતાવે છે.

સુનિધિ ચૌહાણ

સુનિધિ ચૌહાણ બોલીવુડની ફેમશ સિંગર છે, તમને જણાવી દઈએ કે સુનીધીએ પણ બે વાર લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેમને માત્ર ૧૮ વર્ષની ઉમરે કોરીઓગ્રાફર બોબી ખાન સાથે કર્યા હતા. પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટકી ના શક્યો અને તલાક થઇ ગયા. ત્યાર પછી તેમને ૨૦૧૨ માં હિતેશ સોલંકી સાથે લગ્ન કર્યા.

નીલમ કોઢારી

90’s ની ફેમસ એક્ટર નીલમ કોઢારીએ પણ બે લગ્ન કર્યા હતા. પરંતુ થોડાક જ વર્ષમાં તલાક લઇ લીધા. તલાક પછી નીલમ એક્ટર સમીર સોની સાથે સંબંધોમાં આવી અને થોડોક ટાઈમ એકબીજા સાથે ડેટ કરીને તેમને લગ્ન કરી લીધા.

નીલિમા અઝીમ

બોલીવુડ એક્ટર નીલિમા અઝીમ એ એક નહિ પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. તેમને પહેલા લગ્ન નિર્માતા/એક્ટર પંકજ કપૂર સાથે કર્યા હતા. તમને જણાવી દઈએ કે સહીદ કપૂર તેમના જ પુત્ર છે. પંકજ કપૂર સાથે છૂટાછેડા લઈને તેમને રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા તેમાં તેમને ઇશાન ખટ્ટર પેદા થયો. વર્ષ 2001માં નીલિમાના સ\રાજેશ સાથે પણ  તલાક થઇ ગયા. ત્યાર પછી તેમને તેમનો  નાનપણનો દોસ્ત ઉસ્તાદ  રજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા.

બિંદીયા ગોસ્વામી

એક સમયમાં બિંદીયા ગોસ્વામી અને વિનોદ મેહરા એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. બંનેએ પોતાના પ્રેમને લગ્નના મુકામે પહોચાડ્યો પરંતુ અફસોસ કે તેમનો સંબંધ વધુ ટક્યો નહિ. તેમને વિનોદ સાથે તલાક લઈને બોલીવુડ ડાઈરેક્ટર જેપી દત્તા સાથે લગ્ન કર્યા.

યોગિતા બાલી

યોગિતા બાલી તેમના જમાનાની ફેમશ કલાકાર હતી. યોગીતાના પહેલા લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા પરંતુ તે તેમની ત્રીજી પત્ની હતી. તે જ કારણ થી તેમના સંબંધો વધુ ટક્યા નહિ. આખરે તેમને તલાક લઇ જ લીધા અને ત્યાર પછી યોગીતાએ મિથુન ચક્રવર્તી સાથે 1976 માં બીજા લગ્ન કર્યા.

Leave a Reply

error: Content is protected !!