દુનિયાની સૌથી ખતરનાક જેલ – વાંચીને પણ રુંવાડા ઉભા થઇ જશે

બધા દેશોના પોતાના અલગ-અલગ કાયદા કાનુન હોઈ છે. જે લોકો આ કાયદા કાનુન ને તોડે તેને સજા મળે છે. સજા આપવા તેમને જેલમાં નાખવામાં આવે છે. આમ તો બધી જેલોમાં કેદીઓ ની હાલત ખુબ જ ખરાબ હોઈ છે. પરંતુ દુનિયામાં ઘણી જેલો આવી છે કે કેદીયો માટે ખુબજ વધુ ખરાબ છે. આ જેલ કેદીઓ માટે બિલકુલ નર્ક સમાન હોઈ છે. જ્યાં કેદીઓને ખુબ જ ખરાબ હાલતમાં રાખવામાં આવે છે. આવી જેલોમાં જવાની બદલે કેદીઓ મરવાનું પસંદ કરે છે. અમે તમને એવી જ ૫ સૌથી વધુ જેલ વિષે જણાવા જઈ રહ્યા છીએ જ્યાં મોટા મોટા અપરાધીઓ પણ ડરે છે

લા સબાનેટા – વેનેઝુએલા :

સૌથી ખતરનાક જેલોમાં પહેલા નંબર પર આવે છે વેનેઝુએલા ની લા સબાનેટા જેલ. આ જેલ તેમની ક્રૂરતા માટે પ્રખ્યાત છે. આહિયા દરરોજ હિંસા થાય છે. કેદીઓને સારવાર તથા ખાવાનું ખુબ જ ઓછું મળે છે. કેદીઓ ને પહેરવા કપડા પણ નથી આપવામાં આવતા. આ જેલમાં 1994 માં  થયેલ ગોળીબાર વખતે 108 કેદીઓના દર્દનાક મોત થયા હતા. આ જેલમાં કેદીઓ ની  ક્ષમતા 15 હજાર ની હોવા છતાં ત્યાં 25 હજાર કેદીઓને રાખવામાં આવે છે. આ  જેલમાં 150 કેદીઓ પર એક સુરક્ષા ગર્દ હાજર રહે છે. આ જેલને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે.

કેમ્પ 22 -ઉત્તર કોરિયા :

બીજા નંબર પર આવે છે ઉત્તર કોરિયાની કેમ્પ 22 જેલ. આ પણ સૌથી ખતરનાક જેલો માંથી એક છે. આ જેલ 1965 માં બનાવવામાં આવી હતી. આ જેલમાં કેદીઓની સંખ્યા 50 હજાર છે. ઉત્તર કોરિયાની આ જેલ વિષે એવું કહેવામાં આવે છે કે ત્યાં કેદીઓ પર જૈવિક હથિયારોનું ટેસ્ટીંગ કરવામાં આવે છે ઉત્તર કોરિયામાં સજાનો નિયમ આવો છે કે ત્યાં અપરાધ કરવાથી માત્ર અપરાધી ને જ નહિ પરંતુ તેની ૩ પેઢીઓ ને પણ ઉમર કેદની સજા ભોગવવી પડે છે. તેથી તેમની પેઢીમાં કોઈ અપરાધ નો કરે.

ટડમોર જેલ -સીરિયા :

સૌથી ખતરનાક જેલોમાં ત્રીજા નંબર પર આવે છે સીરિયા ની ટડમોર જેલ. ખુબ જ ખતરનાક હોવાથી આ જેલનું નામ “ડેથ વારંટ” રાખવામાં આવ્યું છે. અહિયાં કેદીયોની ક્રૂરતા થી પીટાઈ  કરવામાં આવે છે. તેમજ કેદીઓને ભયંકર ત્રાસ આપવામાં આવે છે. આ જેલમાં મૃત્યુદર ભલે ઓછો હોઈ પરંતુ કેદીઓ સાથે ખુબજ ખરાબ વ્હાવહાર કરવામાં આવે છે. અહિયાં કેદીઓ નો અંદરોઅંદર ઝગડો થવાથી ઘણા કેદીઓ મરી  પણ જાય છે. અને કેદીઓ એકબીજાને મારીને ખાઈ પણ જાય છે. અહિયાં 1980 માં   પ્રેસિડેન્ટ આદેશ પર 2400 કેદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

અલ હાયર જેલ -સાઉદી અરબ

ખાતરનાક જેલોમાં આગલો નંબર આવે છે સાઉદી અરબની અલ હાયર જેલનો. આ જેલમાં ત્રાસનો વિરોધ કરનાર કેદીઓની હત્યા કરી નાખવામાં આવે છે.આ જેલ મધ્ય-પૂર્વની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. અલ હાયર જેલમાં કેદીઓ પર ઘણા બધા અત્યાચાર કરવામાં આવે છે. વર્ષ 2002 માં અહિયાં એક હિસક ના ગુનાને લીધે 140 કેદીઓ અને 40 સુરક્ષાકર્મી મારી નાખવામાં આવ્યા  હતા. સાઉદી અરબ  સજા આપવાની બાબતમાં ચોથા નંબર પર છે. અહિયાં કેદીઓને તલવાર થી ખુલે આપ કાપી પણ નાખવામાં આવે છે. અને અહિયાં કેદીઓ સાથે જાનવર કરતા પણ વધુ ખરાબ વર્તન કરવામાં આવે છે.

ગીતારામા સેન્ટ્રલ જેલ -રવાંડા

આ જેલ આફ્રિકા દેશમાં રવાંડા માં છે. રવાંડા ની આ જેલ વિષે સૌથી હેરાન કરવા વળી વાત તો એ છે કે અહિયાં સુરક્ષાકર્મી દ્વારા કેદીઓને મારવામાં આવતા નથી પરંતુ કેદીઓ જ એકબીજાને મારી નાખે છે. આ જેલમાં કેદીઓની ક્ષમતા 600 છે જયારે અહી 7000થી પણ વધુ કેદીઓ રાખવામાં આવે છે. કેદીઓની સંખ્યા ક્ષમતા થી વધુ રાખવાથી મોતનો ખતરો વધુ રહે છે. આ જેલમાં હુલ્લડો થવા સામાન્ય વાત છે. અહિયાં મોતની સજા વાર કેદીઓને લોઢાની સાકરો થી બાંધવામાં આવે છે. આ જેલમાં ખતરનાક કેદીઓને રાખવામાં આવે છે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ની પોસ્ટ સારી લાગે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહિ…

Leave a Reply

error: Content is protected !!