વર્ષ 2018નાં અંત ભાગમાં આવી રહી છે આ 3 બ્લોકબસ્ટર ફિલ્મો. ક્લિક કરી વાંચો જેની બધા રાહ જોઈ રહ્યા છે

બૉલીવુડની દુનિયામાં રોજ નવું-નવું આવે છે. જી હાં, અહીંયા કોઈપણ ફિલ્મને લઈને અનુમાન લગાવવું અસંભવ છે. જે ફિલ્મને આપણે સુપરહિટ સમજીએ, એવી ફિલ્મો સ્ક્રીન ઉપર આવીને ફ્લોપ સાબિત થાય છે. એટલે એવું કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે, આખરે ! કઈ ફિલ્મ સુપરહિટ જશે અને કઈ ફિલ્મ ફ્લોપ રહેશે. હાલમાં વર્ષ 2018 નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, જેમાં બૉલીવુડ ફરી એકવાર ધૂમ મચાવવા – રંગ જમાવવા તૈયાર છે. તો ચાલો જાણીએ કઈ-કઈ ફિલ્મો આવી રહી છે…?

હમણાં છેલ્લે રિલીઝ થયેલી બિગ બજેટ અને મોટા-મોટા સ્ટાર વાળી ફોલ્મો એકદમ ઠગારી નીવડી છે. જેમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાને બધાને ઠગી લીધા હતાં. દર્શકો તો એવી પણ વાત કરી રહ્યા છે કે, દિવાળી અને નવા વર્ષ જેવા તહેવારોને લીધે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન થોડીઘણી ચાલી ગઈ, બાકી તો ફિલ્મમાં કંઈ લઇ લેવાનું નથી. જ્યારે બીજી બાજુ નાના બજેટની ફિલ્મ ‘બધાઈ હો’ સુપર હિટ રહી હતી. જેમાં આયુષ્યમાન ખુરાના મુખ્ય ભૂમિકામાં હતો.

આગામી ફિલ્મો :

ફિલ્મ ‘ઝીરો’ રહેશે બ્લોક બસ્ટર :


શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ઝીરોનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જી હાં, ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગળાનો રોલ કરી રહ્યા છે અને આ ફિલ્મની થીમ અન્ય ફિલ્મો કરતા એકદમ અનોખી છે. એટલું જ નહિ, આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ જોવા મળશે. કહેવાય છે કે ફિલ્મ ઝીરો આ વર્ષની સૌથી સુપરહિટ મુવી બની શકે છે. કારણ કે અત્યારથી જ ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.

ફિલ્મ ‘સિમ્બા’ છે જબરદસ્ત :


ફિલ્મ સિમ્બા રણવીર અને સારા અલી ખાનની ફિલ્મ છે. ફિલ્મને હિટ બનાવવા માટે રણવીર સિંહનું નામ જ કાફી છે, કારણ કે લગ્ન બાદ આ એમની પહેલી ફિલ્મ છે. જો કે આ ફિલ્મ 28 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે સારા અલી ખાન છે, જો કે આ એમની બીજી ફિલ્મ હશે. કહેવાય છે કે આ નવી જોડી બોક્સ ઓફીસ પર ધૂમ મચાવશે. આશા છે કે સિમ્બા ફિલ્મ બધા દર્શકોને પસંદ આવશે. ટ્રેલર તો ઘણું સારૂ છે. જોઈએ હવે, કેટલા લોકો મોટી સ્ક્રીન સુધી જાય છે.

ફિલ્મ 2.0 ચાલી રહી છે :


હવે વાત કરીએ હમણાં જ રિલીઝ થયેલ અક્ષયની ફિલ્મ 2.0 ની તો આ બિગ બજેટ મુવીમાં અક્ષયે એક વિલનનો રોલ કર્યો છે. અક્ષય આ ફિલ્મમાં એક ખૂંખાર કાગડો બન્યો છે. રજનીકાંત આ ફિલ્મમાં હીરો છે. ફિલ્મ 2.0 ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ 543 કરોડ રૂપિયા જેટલું છે. આ ફિલ્મને તમિળ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મને ડબ કરીને 12 અન્ય ભાષાઓમાં પણ રજુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘2.0’ ફક્ત સાત દિવસમાં વર્લ્ડવાઈડ 400 કરોડ જેટલી કમાણી કરી ચુકી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ અને ફિલ્મી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!