ઈશા અંબાણી ના લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ ને કેમ રસોઈ પીરસવી પડેલી ? – અભિષેક નો આ રહ્યો જવાબ

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં ઘરે હાલમાં જ લગ્નનો પ્રસંગ પૂરો થયો. જી હાં, મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીનાં લગ્ન ખૂબ ચર્ચામાં છે. આ ભવ્ય લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ લગ્નની વાતો ખૂટવાનું નામ નથી લેતી. ઈશા અંબાણીની ખૂબસૂરતી તો બધાનું દિલ જીતી જ રહી છે, પણ અહીં હાજરી આપવા આવેલ મોટા-મોટા મહેમાનો પણ ચર્ચાનું કારણ બન્યા છે. ઈશા અંબાણીનાં લગ્નમાં બોલિવૂડ કલાકારોએ ચાર ચાંદ લગાવી દીધા, પણ આ દરમિયાન કંઈક એવું બન્યું કે જે વાયરલ થઈ ગયું. તો ચાલો જાણીએ રસપ્રદ ઘટના…

ઈશા અંબાણીનાં લગ્નમાં બોલિવૂડ દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ બધા એવા કલાકારો છે કે જેમના ઘરે નોકરોની કમી નથી. મતલબ, એમની સેવા માટે હંમેશા ઘણા લોકો હાજર રહે છે. એમની એક છીંક પર નોકર-ચાકર દોડવા લાગે છે, પરંતુ આ જ કલાકારો અંબાણીની દિકરીનાં લગ્નમાં જઈને મહેમાનોને ખાવાનું પીરસે છે. જી હાં, બૉલીવુડનાં પ્રસિદ્ધ સ્ટાર્સ ઈશા અંબાણીનાં લગ્નમાં મહેમાનોને જમવાનું પીરસી રહ્યા હતાં. જેથી તેઓ ચર્ચામાં છે. હવે આ આખા પ્રકરણમાં અભિષેક બચ્ચને એક મહત્વનું નિવેદન આપ્યું છે. જે વાંચવા જેવું છે.

અમિતાભ બચ્ચન સહિત ઘણા દિગ્ગજોએ જમવાનું પીરસ્યું :

ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન સહિત ઘણા દિગ્ગજ લોકોએ જમવાનું પીરસ્યું હતું. ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય પણ સામેલ હતા, જેઓ ખૂબ જ પ્રેમથી જમવાનું પીરસી રહ્યા હતા.

જ્યારે એમના વિડીયો વાયરલ થયા ત્યારે લોકોએ આ કલાકારો પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું. બધા કહેવા લાગ્યા કે, પૈસા બોલે છે. જુઓ અંબાણીના નવા વેઇટર આવી ગયા. પૈસા હોય તો બધા પૂંછડી પટપટાવે..વગેરે વગેરે. આ આખી ઘટના આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે, એવામાં અભિષેક બચ્ચને આ વિશે મૌન તોડ્યું છે.

આભિષેકે આપ્યો જવાબ :

અભિષેક બચ્ચને ખાવાનું પીરસવા બાબતે જવાબ આપતા કહ્યું કે, કેટલાક લોકો ‘એક સજ્જન ઘોટ’ ની પરંપરા વિશે નથી જાણતા, જેના કારણે તેઓ આ બધી ઉલટી-સીધી વાતો કરે છે. એક સજ્જન ઘોટની પરંપરાને સમજાવતા અભિષેક બચ્ચને કહ્યું કે, આ પરંપરા અનુસાર દુલ્હનનો પરિવાર દુલ્હાનાં પરિવારને પ્રેમથી ખવડાવે છે અને અમે બધા જ દુલ્હનનાં પરિવાર તરફથી હતા, એટલે અમે બધાએ ત્યાં જમવાનું પીરસ્યું. એવામાં લોકોએ આ વિશે ઉલટી-સીધી કમેન્ટ ન કરવી જોઈએ. તમે બધા મિત્રો પણ સગા-સંબંધીઓના શુભ પ્રસંગે જતા હોવ છો ત્યારે મદદ કરો જ છો ને. મહેમાનોનું સ્વાગત અને સેવા કરવી એ તો આપણી જૂની પરંપરા છે.

ઈશા અંબાણીનાં લગ્ન સૌથી મોંઘા લગ્ન:


આ વર્ષે દેશના સૌથી ધનિક વ્યક્તિની દિકરીનાં લગ્ન તો સૌથી મોંઘા રહ્યા. જી હાં, ઈશાનાં લગ્ન આજ સુધીના સૌથી મોંઘા લગ્ન છે. મુકેશ અંબાણીએ પોતાની દિકરીના લગ્નમાં કોઈ કસર નથી છોડી. નાનામાં નાની વિધિ પણ શાનદાર રીતે ઉજવવામાં આવી. પછી ભલે તે મંડપ મહુર્ત હોય કે પીઠી. લગ્નમાં બધું જ આયોજનબદ્ધ હતું. આ લગ્નમાં લગભગ 723 કરોડનો ખર્ચ થયો છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!