ફિલ્મ 2.0 માં વિલનનો રોલ કરનાર અક્ષય કુમાર આ ફિલ્મોમાં પણ વિલન રહી ચુક્યો છે – ક્લિક કરી વાંચો લીસ્ટ

બૉલીવુડનો મિસ્ટર ખિલાડી એટલે કે અક્ષય કુમાર આજકાલ પોતાની ફિલ્મ 2.0 ને લઈને ઘણી ચર્ચાઓમાં છે. આમ તો અક્ષય ખૂબ જ સારી રીતે જાણે છે કે એમને કેવા પ્રકારની ચર્ચાઓમાં રહેવાનું છે, કારણ કે અક્ષય હાલમાં જે પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે એ દરેક ફિલ્મમાં કોઈને કોઈ જીવન ઉપયોગી સંદેશ ચોક્કસ આપે છે.

હાલમાં જ અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 રિલીઝ થઈ છે જેમાં અક્ષય એક વિલનનો રોલ પ્લે કરી રહ્યા છે. અક્ષયનાં આ રોલને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ કંઈ પહેલી ફિલ્મ નથી કે જેમાં અક્ષયે વિલનનો રોલ કર્યો હોય, પરંતુ આ પહેલા પણ અક્ષય 4 વખત વિલનનો રોલ નિભાવી ચુક્યા છે. તો ચાલો તમને જણાવીએ અક્ષયની આ 4 ફિલ્મો વિશે…

અફલાતુન :


અક્ષય કુમારની ફિલ્મ ‘અફલાતૂન’ વર્ષ 1997માં રીલિઝ થઈ હતી અને તેમાં તેણે ડબલ રોલ કર્યો હતો. જેમાં એક પાત્ર ફિલ્મના વિલનનું પણ હતું. અક્ષય આ ફિલ્મમાં ખલનાયક બન્યો હતો. ફિલ્મમાં એવું કંઈ જ નહોતું જેના થકી ફિલ્મ લોકોને યાદ રહે. ‘અફલાતૂન’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અનુપમ ખેર અને ઉર્મિલા માતોંડકર પણ હતી.

ખિલાડી 420 :


વર્ષ 2000માં આવેલ ફિલ્મ ખિલાડી-420માં અક્ષય કુમારે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે આ એવો સમય હતો કે જ્યારે અક્ષય ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેમની ઘણી ફિલ્મો એક પછી એક ફ્લોપ થઈ રહી હતી. પણ અક્ષયનો અભિનય ચારેતરફ જાદુ કરી રહ્યો હતો. ફિલ્મ ખિલાડી-420 માં અક્ષય કુમાર સાથે મહિમા ચૌધરી, ગુલશન ગ્રોવર અને મુકેશ ઋષી જેવા કલાકારો પણ હતા.

અજનબી :


વર્ષ 2001માં અક્ષયની ફિલ્મ અજનબી રીલિઝ થઈ, જેમાં અક્ષય અને બોબી દેઓલ આમને-સામને ટક્કર લે છે. અક્ષય કુમારની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહેવાની સાથોસાથ અક્ષય કુમારની શાનદાર એક્ટિંગને કારણે પણ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ જોઈને દર્શકોએ અક્ષયનાં ઘણા વખાણ કર્યા. ફિલ્મ ‘અજનબી’માં કરિના કપૂર, બૉબી દેઓલ અને બિપાશા બસુ જેવા કલાકારો પણ હતા.

તસવીર 8 × 10 :


તમે કદાચ આ ફિલ્મનું નામ સાંભળ્યું હોય તો, અક્ષયની આ ફિલ્મ વર્ષ 2009માં આવી હતી અને અક્ષયે આ ફિલ્મમાં બે જુડવા ભાઈનો રોલ કર્યો હતો. જેમાં બંને ભાઈને અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને ભાઈઓમાં એક ભાઈ વિલન અને બીજો એકદમ સીધોસાદો હોય છે. જેમ કે તમે પણ કદાચ આ ફિલ્મ વિશે નહીં જાણતા હોવ એટલે એનો અર્થ એવો છે કે ફિલ્મ બરાબર નહોતી. ફિલ્મ લોકોને ગમી નહોતી અને તેથી જ તે ફ્લોપ ફિલ્મોનાં લિસ્ટમાં સામેલ થઈ હતી.

2.0 :


હવે વાત કરીએ હમણાં જ રિલીઝ થયેલ અક્ષયની ફિલ્મ 2.0 ની તો આ બિગ બજેટ મુવીમાં અક્ષયે એક વિલનનો રોલ કર્યો છે. અક્ષય આ ફિલ્મમાં એક ખૂંખાર કાગડો બન્યો છે. રજનીકાંત આ ફિલ્મમાં હીરો છે. એમ છતાં રજનીકાંતે પોતે જ કહ્યું હતું કે,‘ફિલ્મ ‘2.0’ નો અસલી હીરો અક્ષય કુમાર છે.’ ઉલ્લેખનીય છે કે, રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘2.0’ ફક્ત ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ 120 કરોડ જેટલી કમાણી કરી ચુકી છે.

ફિલ્મ 2.0 ની જાણવા જેવી વાતો :

● ફિલ્મ 2.0 ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ 543 કરોડ રૂપિયા જેટલું છે.


● આ ફિલ્મને તમિળ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મને ડબ કરીને 12 અન્ય ભાષાઓમાં પણ રજુ કરવામાં આવી છે.
● અક્ષય કુમારને મેકઅપ કરવામાં ત્રણ કલાક અને મેકઅપ ઉતારવામાં એક કલાક જેટલો સમય લાગતો હતો.


● ફિલ્મ માટે વિલનનો રોલ પહેલા, કમલ હસન, આમિર ખાન, રિતિક રોશન અને નીલ નિતિન મુકેશને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ એમણે ના પાડી દિધી હતી.
● સ્પેશ્યલ ઈફેક્ટ્સને કારણે ફિલ્મ બનાવવામાં ઘણું મોડુ થયુ અને રોકાણ પણ વધી ગયું જેના કારણે ફિલ્મની રિલીઝ ડેટ અનેકવાર બદલવામાં આવી.


● એવુ કહેવાય છે કે અક્ષય કુમારે આ ફિલ્મમાં અભિનય કરવા માટે 45 કરોડ રૂપિયા લીધા છે.
● ફિલ્મમાં કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (CGI)નું કામ જે અમેરિકન કંપનીને સોંપવામાં આવ્યુ હતુ તેનુ દેવાળુ ફુંકાય ગયુ.


● આ ફિલ્મ વર્ષ 2010 માં આવેલ ફિલ્મ રોબોટનો બીજો ભાગ છે.

 

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી અને રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!