એન્ટીલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું – લગ્નની પુરજોશમાં તૈયારીઓ – ક્લિક કરી જુઓ ભવ્ય નજારો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીનાં લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈ ખાતે આવેલ અંબાણી હાઉસ એટલે કે ‘એન્ટીલિયા’ માં યોજાશે. લગ્નનાં ઘણા ખરા કાર્યક્રમો ઉદયપુરમાં યોજાયા હતા. જેમાં વિદેશી મહેમાનોની વાત કરીએ તો એમાં હિલેરી ક્લિન્ટન અને બેયોન્સ પણ પહોંચ્યા હતા. મુંબઈમાં યોજાનાર આ રોયલ મેરેજની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. અંબાણી પરિવારનું નિવાસસ્થાન એટલે કે એન્ટીલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

સજાવટનાં ફોટો ખૂબ જ આકર્ષક છે. એન્ટીલિયાનાં મુખ્ય દ્વારને સુંદર લાલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. સાથે ગોલ્ડન કલરનું આવરણ પણ છે.

ઉપરાંત ઘરના દરવાજા પર સફેદ રંગની ખૂબસૂરત જાલરો લટકાવવામાં આવી છે, જે ઘણું સોલિડ લાગે છે.

જણાવી દઈએ કે, એન્ટિલિયા દક્ષિણ મુંબઈના ઑફ પેડર રોડ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર આવેલું છે અને મુકેશ અંબાણીની અંગત માલિકી ધરાવતો સૌથી મોંઘો બંગલો છે.

2010માં બાંધવામાં આવેલ 27 માળનાં એન્‍ટિલિયાની કિંમત 12 હજાર કરોડ આંકવામાં આવી છે. આ મકાન 170 મીટર ઊંચું છે. આ બિલ્‍ડિંગમાં ચાર લાખ સ્‍ક્‍વેર ફૂટનું બાંધકામ છે. આ આલીશાન રાજ-મહેલ જેવા ઘરમાં જીવન જરૂરી બધી જ સુખ-સગવડ ઉપલબ્ધ છે.

જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેઝીને 20 ધનિક લોકોના ઘરની યાદી જાહેર કરી છે, જેમાં એન્ટીલિયા પહેલા નંબર પર છે.

એક રિપોર્ટ અનુસાર, આ વિશાળકાય ઘરનાં 6 માળ સુધી તો ફક્ત પાર્કિંગ અને ગેરેજ છે તથા રહેવા માટે 4 લાખ વર્ગ ફૂટ જગ્યા છે. જેમાં એક ચિલ્ડ્રન રૂમ પણ છે જેની સજાવટ ક્રિસ્ટલ દ્વારા કરવામાં આવી છે. આ ઘરમાં એક ફિલ્મ થિએટર, બાર, ત્રણ હેલિપેડ અને સ્વિમિંગ પુલ પણ છે.

ઘરમાં 9 મોટી લિફ્ટ અને જિમ્નેશિયમ છે ઉપરાંત લગભગ 160 ગાડીઓ માટેની પાર્કિંગ સુવિધા પણ છે.

એન્ટીલિયામાં કુલ 600 કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીનો એક મહિનાનો પગાર રૂ.2 લાખ થી વધારે હોય છે.

મુકેશ અંબાણીનાં ઘરમાં નોકર બનવા માટે પણ લેખિત, મૌખિક અને શારીરિક પરીક્ષા આપવી પડે છે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની એક વાત ખૂબ જ ખાસ છે, તેઓ પોતાના કોઈપણ કર્મચારીઓને નોકર નથી સમજતાં. દરેક કર્મચારીઓ સાથે હંમેશા ઘરનાં સભ્ય જેવો જ વ્યવહાર થાય છે. મુકેશ અંબાણી પોતાનાથી નાના-મોટા સૌ કોઈનું માન-સન્માન જાળવે છે.

એન્ટીલિયાનું દર મહિનાનું લાઈટ બિલ 70 લાખ રૂપિયા આવે છે. એક મહિનામાં 6,37,240 યુનિટ વીજળીનો વપરાશ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યું છે કે, ઘરમાં કોઇ ખાસ સિસ્ટમની મદદથી વિજળી બનાવવામાં આવે છે. આ પહેલાં સુકા અને ભીના કચરાને અલગ-અલગ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી વિજળી બનાવવામાં આવે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!