આટલી મિલકત છોડીને ગયા છે અટલજી અને હવે તે કોને મળશે? – ક્લિક કરી વાંચો વિગત

પ્રાપ્ત વિગતો મુજબ 93 વર્ષિય વાજપેયી છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. વર્ષ 2009 થી જ એમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા. અટલજીના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી હાઉસવાઈફ હતા.

અટલજીના પરીવારમાં તેમના માતા-પિતા સિવાય ત્રણ મોટા ભાઈ અવધ બિહારી, સદા બિહારી અને પ્રેમ બિહારી વાજપેયી અને ત્રણ બહેનો હતી. અટલજીનાં પિતા ગ્વાલિયર રિયાસતમાં શિક્ષક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ સરસ્વતી શિક્ષા મંદિર, બાડામાં મેળવ્યું હતું. આ સિવાય ગ્વાલિયરમાં અટલજીના ઘણા સગા-વ્હાલા છે. જેમાં ભત્રીજી કાંતિ મિશ્રા અને ભાણકી કરૂણા શુક્લા છે. તો ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ અનુપ મિશ્રા પણ છે.

તમને જણાવી દઈએ કે અટલજીનાં ભાણેજ અનુપ મિશ્રા ગ્વાલિયરમાં સાંસદ છે. અટલજી નાનપણથી જ ઘણા બુદ્ધિશાળી હતા. તેમણે યુવાનીમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોઈન કરી લીધું હતું. અટલ બિહારી વાજપેયી આજીવન અવિવાહિત રહ્યાં. પરંતુ 1998માં જ્યારે તેઓ 7 રેસકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા તો તેની મિત્ર રાજકુમારી કૌલની પુત્રી અને તેમની દત્તક પુત્રી નમિતા અને એમનો પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ સાથે રહેવા આવ્યો.

રાજકુમારી કૌલ અંગે જણાવવામાં આવે છે કે જ્યારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે કૌલ વાજપેયીના ઘરની સભ્ય હતી. તેમના નિધન બાદ વાજપેયીના રહેઠાણ પર જે પ્રેસ રિલીઝ કરવામાં આવી તેમાં પણ તેમને વાજપેયીના ઘરના સભ્ય તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતાં. જ્યારે વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરેલા સોગંદનામાં અનુસાર અટલજીના નામે કુલ મિલકત 30,99,232.41 રૂપિયા હતી. તો વળી, પૂર્વ વડાપ્રધાન હોવાથી માસિક 20,000 રૂપિયા પેન્શન અને સચિવ સહાયતા માટે 6000 રૂપિયા કાર્યાલય ખર્ચ પેટે પણ મળતા.

જો અટલજીની સ્થાવર મિલકતની વાત કર્યે તો વર્ષ 2004ના સોગંદનામાં અનુસાર તેમના નામ પર દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશમાં એક ફ્લેટ છે. એ સમયે એની કિંમત 22 લાખ રૂપિયા હતી. એ જ સમયે અટલજીના પૈતૃક નિવાસ સ્થાન શિંદે છાવણી કમલ સિંહના બાગની કિંમત 6 લાખ રૂપિયા હતી. આમ, વર્ષ 2004ના સોગંદનામાં મુજબ અટલજીની કુલ સ્થાવર મિલકત 28,00,000 રૂપિયા હતી.

જો કે, હજુ અટલજીનું વસિયતનામું જાહેર નથી થયું. પરંતુ ભારતીય કાયદા મુજબ આ સંપત્તિ તેમની દત્તક પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યને મળવાની આશા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ ની ટીમ અટલજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

Leave a Reply

error: Content is protected !!