Mojemoj.com

Best Gujarati Blog

બાહુબલીમાં ખતરનાક દેખાતો આ વિલન કાલકેય – હકીકતમાં માં આવો દેખાય છે

સાઉથ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મોએ પાછલાં થોડા સમયમાં મેળવેલી સફળતાને જરાય ઓછી આંકી શકાય તેમ છે નહી. એક વાત તો નોંધનીય રીતે પણ કહેવી જ પડે કે, બોલિવૂડને સાઉથ ફિલ્મો હવે લાગલગાટ ટક્કર આપવા માંડી છે. ઘણી ધમાકેદાર ફિલ્મો તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં બની રહી છે. અનેકવિધ નોખનોખા સબજેક્ટ પર બનતી ફિલ્મો દર્શકોના ધ્યાનાકર્ષણમાં સફળ પણ રહી છે.

થોડા સમય પહેલાં બાહુબલીની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રીતસર ટંકશાળ પાડી હતી. આટલી ધમાકેદાર પ્રસિધ્ધી કોઇ બોલિવૂડ ફિલ્મ કલ્પી પણ ના શકે એ હદની બાહુબલીની છાવટ ચોતરફ છવાયેલી રહી હતી. મૂળે સાઉથમાં બનેલી આ ફિલ્મનું હિંદી તો ડબ વર્ઝન હતું! બાહુબલીએ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક નવો આયામ સર કર્યો છે. એક માઇલસ્ટોન ઊભો કરીને બાહુબલીએ જે સફળતાને આંબી છે તે હવે પછી ઘણાં વર્ષો પ્રેરક બની રહેશે.

આપ જાણતા હશો કે, બાહુબલી ફિલ્મમાં ‘કાલકેય’ નામક ભયંકર રાક્ષસનો કિરદાર આવે છે. કોલસાને શરમાવે તેવો કાળો વાન, ભયાનક મુખ, અસ્તવ્યસ્ત વાળ અને જોતાં જ છળી ઉઠાય તેવો વિકરાળ આકાર! કાલકેયના વિલન રોલને જબરદસ્ત પ્રસિધ્ધી મળી હતી. એની અજીબ ભાષામાં વાત કરવાની આદત પણ લોકોને મુગ્ધ બનાવી મુકનાર હતી.

પણ શું તમે જાણો છો કે, બાહુબલીમાં ‘કાલકેય’ બનનાર અભિનેતા રીયલ લાઇફમાં કોણ છે, કેવોક છે અને કેવો દેખાય છે? કદાચ નહી ખબર હોય. ચોક્કસ એ જાણીને તમને આશ્વર્ય પણ થશે કે, આ જ છે બાહુબલીનો કાલકેય? તમે યકીન નહી કરી શકો આ રીલ લાઇફના અભિનેતાની રીયલ લાઇફ જોઇને!

જાણી લો કે, બાહુબલીમાં કાલકેયનો રોલ કરનાર અભિનેતાનું સાચું નામ છે – પ્રભાકર. હૈદરાબાદમાં નોકરીની તલાશ કરવા આવેલ એક ભટકતો યુવક એટલે પ્રભાકર! મહબૂબ નગર જીલ્લાનું કોંડગલ ગામ એનું જન્મ સ્થળ. મૂળે તો ક્રિકેટનો જબરો શોખીન જીવ. ક્રિકેટ જોવાનો જ્યારે મોકો મળે ત્યારે ચુકે નહી.

હૈદરાબાદમાં પ્રભાકર નોકરી ધંધો ગોતવા આવ્યો એ સમયે એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ‘મગધીરા’નું રાજસ્થાનમાં શૂટીંગ ચાલી રહ્યું હતું. રાજમૌલીને કોઇ વિલનના રોલમાં વિકરાળ દેખાય તેવા માણસની જરૂર હતી. પ્રભાકરના એક મિત્રની રાજમૌલી સાથે ઓળખાણ હતી. એ સબંધે તેણે પ્રભાકરની મુલાકાત રાજમૌલી સાથે કરાવી.

પછી તો પ્રભાકર ફરીવાર હૈદરાબાદ આવી ગયો અને નોકરીની તલાશમાં રહેવા લાગ્યો. સમય વીત્યો. એક દિવસ રાજમૌલીના આસિસટન્ટનો ફોન આવ્યો. સામેથી ખબર આવી કે, ‘મર્યાદા રમન્ના’ ફિલ્મ માટે ડાયરેક્ટરે તેમને સિલેક્ટ કર્યો છે. પ્રભાકરે હા પાડી અને તે પછી એનું ફિલ્મી કરિયર આરંભ થયું.

સાફ વાત છે કે, પ્રભારકનો મૂળે તો ફિલ્મોમાં આવવાનો કોઇ ઇરાદો હતો જ નહી. કદાચ એણે કલ્પના પણ નહી કરેલી કે પોતે દર્શકોના દિલોદિમાગ પર એક જડબેસલાક છાપ છોડી દેનાર અભિનેતા બની શકશે. હિન્દુસ્તાનની માઇલસ્ટોન સમાન ફિલ્મમાં કાલકેય બની શકશે! પ્રભાકર પોતાને મળેલી સફળતાનો બધો શ્રેય રાજમૌલીને જ આપે છે. એના કહેવા પ્રમાણે, પોતાને ફિલ્મોમાં આવડો બ્રેક મળ્યો એનું કારણ ડાયરેક્ટર રાજમૌલી જ છે.

૧૦ જુલાઇ, ૨૦૧૫ના પહેલી વાર દર્શકોની સામે આવેલ ફિલ્મ બાહુબલી એસ એસ રાજમૌલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હતી, જે મૂળે તમિલ-તેલુગુમાં બનેલી. બાદમાં તેનું હિંદી, મલયાલમ સહિત અનેક ભાષાઓમાં ડબિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મની અદ્ભુત સફળતા બાદ ‘બાહુબલી-૨’ બનાવવામાં આવેલી, જેણે સફળતાના અનેક વિક્રમો સર કર્યાં હતા. આ ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટીયા અને રાણા દગ્ગુબાટી મુખ્ય કિરદારમાં છે.

આર્ટીકલ માહિતીપ્રદ લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!