પાણીપુરી ખાવાથી થાય છે આ ફાયદાઓ – બહેનોએ તો ખાસ વાંચવું રહ્યું
પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરી નાના બાળકોથી લઇને વૃદ્ધ એમ દરેક લોકોને પસંદ હોય છે. તમે પણ પાણીપુરી તો ઘણી વખત ખાધી જ હશે.
આ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. પરંપરાગત રીતે પાણીપૂરીની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા અને ચણામાં ફુદીના-મરચાંની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. પુરીની અંદર સેવ, ડુંગળી, કોથમીર, બુંદી અને દહીં પણ નાખવામાં આવે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી પાણીપૂરીમાં આવા સુકા માવાને બદલે અન્ય વાનગી, રગડા-પેટીસનો ગરમાગરમ રગડો ભરીને વેચવામાં આવે છે. જેને અલગ-અલગ સ્વાદવાળા પાણી સાથે ખાવામાં આવે છે, જેમ કે આમલીનું પાણી, લસણનું પાણી, જલજીરા પાણી, લીંબુનું પાણી, ફુદીનાનું પાણી અને ખજૂરનું પાણી વગેરે…

આ પાણીપુરીમાં નાખવામાં આવતા જુદા-જુદા ઘટકોને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. તો ચાલો જાણીએ પાણીપુરી ખાવાના ફાયદા :-
જો યોગ્ય લિમિટમાં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ છે :
● પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેનાં સેવનથી એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે.
● પાણીપુરીનાં સેવનથી પાચનક્રિયા સુધરે છે.
● બીમારી દરમિયાન મોઢાનો સ્વાદ બગડી ગયો હોય તો પાણીપુરી ખાવાથી સ્વાદ પ્રાપ્ત થાય છે.
● યોગ્ય સમયે હાઇજેનિક અને સ્વાદિષ્ટ પાણીપુરી ખાવાથી વજન વધતો નથી.
● પાણીપુરીના ચટાકેદાર પાણીને લીધે કબજિયાત કે અન્ય સમસ્યાઓ દૂર થાય છે તેમજ પેટ સાફ રહે છે તેથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત થાય છે.
● મુસાફરી દરમિયાન પાણીપુરી ખાવાથી ઉલટી, ગભરામણ અને બેચેની જેવી તકલીફોથી બચી શકાય છે.
પાણી-પુરીના અન્ય નામ :
પાણીપૂરી કે પકોડીપૂરીનાં બીજા નામ પણ છે જેમ કે,
ઉત્તર ભારતમાં : ગોલ-ગપ્પા
પશ્ચિમ બંગાળમાં : પુચકા
બિહારમાં : ફુલ્કી
ઓરિસ્સામાં : બતાશા કે ગુપ-ચુપ તરીકે ઓળખાય છે.
પાણીપુરીનું ઉદગમસ્થાન ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે. ગુજરાતનાં લોકો પણ મનમૂકીને પાણીપુરી ખાય છે. ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢમાં પણ પાણીપુરી ખૂબ જ ફેમસ છે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સ્વાદિષ્ટ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.