ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યા પહેલા આ કામ કરતા હતા એક્ટર, આ હતી એમની પહેલી જોબ

આજે મોટા-મોટા સ્ટારનાં બાળકોને સરળતાથી બિગ સ્ક્રીન મળી જાય છે, પરંતુ એક સમય એવો હતો કે લોકો પોતાની મહેનત વડે ત્યાં સુધી પહોંચતા. લોકો સડક ઉપરથી ઉઠીને સ્ટાર બનવા માટે આવતા. તેમણે સંઘર્ષ કર્યો, દુઃખ-દર્દ સહન કર્યા અને પોતાની કિસ્મત સાથે લડીને આજે તેઓ સુપર સ્ટાર બન્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉભરતા નવા ચહેરા પણ આજે આ મુકામ સુધી પહોંચવાના સપના જુવે છે. જેને આજે આપણે એક સુપરસ્ટાર અભિનેતા તરીકે જોઈએ છીએ, તેઓ સ્ટાર બનતા પહેલા બીજું કંઈક કામ કરતા હતા. ત્યારબાદ સખત મહેનતને નસીબનો સાથ મળ્યો અને બની ગયા સુપરસ્ટાર….

સ્ટાર બન્યા પહેલા કયું કામ કરતા હતા?

અમિતાભ બચ્ચન :


મહાનાયક અમિતાભ બચ્ચન, બિગ બી અને બૉલીવુડ શહેનશાહની સંપત્તિ વિશે તમે અંદાજ પણ ન લગાવી શકો, પરંતુ એક્ટિંગ પહેલા તેઓ કોલકત્તાની એક શિપિંગ કંપનીમાં ભાડા બ્રોકર તરીકે કામ કરતા હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચનને એક વખત રેડિયો સ્ટેશનનાં જોબ ઈન્ટરવ્યૂમાં રીજેક્ટ કરવામાં આવ્યા હતા. એમને કહેવામાં આવ્યું કે તમારો અવાજ બરાબર નથી. આજે જુઓ, આખી દુનિયા એમનો અવાજ સાંભળવા માટે આતુર છે.

શાહરુખ ખાન :


સફળતાનાં શિખરે પહોંચેલ શાહરૂખ, ખરેખર ! બોલીવુડનાં કિંગ છે. એમણે લોકોને રોમાન્સ શીખવ્યો છે અને પોતાનાં અભિનયથી લોકોના દિલ જીત્યા. આજે કરોડો રૂપિયાના માલિક – કિંગ ખાન આ પહેલા ફિલ્મ થિએટરની બહાર સેલ્સમેનનું કામ કરતા હતાં. એ સમયે એમનો પગાર માત્ર 50 રૂપિયા હતો. જ્યારે એમને પોતાનો પહેલો પગાર મળ્યો ત્યારે તેઓ તાજમહેલ જોવા માટે ગયેલા. કહેવાય છે કે, શાહરૂખ ખાને સર્કસમાં પણ ઘણું કામ કર્યું છે. ત્યારબાદ એમના નસીબ બદલાયા અને આજે બોલીવુડનાં કિંગ ખાન બની ગયા.

અક્ષય કુમાર :


ખિલાડી અક્ષય કુમારે પોતાની એક્શન અને કોમેડી દ્વારા આપણને ઘણું મનોરંજન પુરૂ પાડ્યું છે. એમાંયે અક્ષયની દેશભક્તિ અને જીવન ઉપયોગી સંદેશ આપતી ફિલ્મો તો લાજવાબ હોય છે. તમને જણાવી દઈએ કે, બોલીવૂડમાં આવ્યા પહેલા અક્ષય કુમાર બેંગકોકનાં એક હોટેલમાં વેઇટરનું કામ કરતા હતા. સાથે જ તેઓ માર્શલ આર્ટ્સ પણ શીખતાં. એમને રસોઈ બનાવતા પણ આવડે છે, એટલે તેઓ એક ઉત્તમ શૈફ પણ છે.

નવાઝુદ્દીન સિદ્દીકી:


પોતાની દમદાર એક્ટિંગ દ્વારા ફિલ્મ જગતમાં જગ્યા બનાવનાર નવાઝુદ્દીનનો સંઘર્ષ તો આપણે બધાએ જોયો જ છે. પરંતુ બોલીવુડમાં આવ્યા પહેલા નવાઝુદ્દીન વોચમેનની નોકરી કરતા હતાં. ફિલ્મ જગતમાં પણ એમણે ઘણી મહેનત કરી છે. આજે બોલીવુડમાં એમની એક અલગ જ ઓળખાણ છે.

રણવીર સિંહ :


પોતાની એક્ટિંગ અને અંદાઝ દ્વારા લોકોને ઘેલું લગાડનાર રણવીર સિંહ બોલીવુડમાં આવ્યા પહેલા એક એડવર્ટાઈઝ એજન્સીમાં કરતા હતાં. એમણે ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ‘રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મો આપીને બધાનાં ફેવરિટ બની ગયા.

રજનીકાંત :


સાઉથનાં ભગવાન સુપરસ્ટાર રજનીકાંત વિશે તો સૌ કોઈ જાણે છે કે, એક્ટિંગની દુનિયામાં આવ્યા પહેલા તેઓ એક બસ કંડક્ટર હતાં. આજે એમની ફિલ્મની ટીકીટ મેળવવા માટે લોકોની લાંબી-લાંબી લાઈનો લાગે છે. ફિલ્મ શરૂ થતાં પહેલાં સુપર સ્ટાર રજનીકાંતનાં નામના નમ્બરિયા પડે છે.

દિલીપ કુમાર :


ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન છે અને ફિલ્મોમાં આવ્યા પહેલા તેઓ ફ્રુટ વેચતા હતા. જીવનમાં એમણે ઘણો સંઘર્ષ કર્યો છે. દિલીપ સાહેબે પોતાનાં અભિનય દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવી છે. ફિલ્મ રામ ઔર શ્યામ, દેવદાસ અને સલીમનાં રૂપમાં એમની ભૂમિકા યાદગાર બની ગઈ છે.

જોયુને મિત્રો !! સફળતા સરળતાથી નથી મળતી. ઉજળું થવા માટે ઘસાવું પડે….

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!