ક્રિસમસનાં દિવસે શાન્તા અને બાકી સજાવટમાં ફક્ત આ ત્રણ રંગ જ કેમ વપરાય છે? ક્લિક કરી વિગત વાંચો
25 ડિસેમ્બરનાં દિવસને દુનિયાભરમાં ક્રિસમસ (નાતાલ) તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. ભારતીય મૂળનાં હિસાબે આજથી જ સૌથી મોટો દિવસ શરૂ થઈ જાય છે. એવામાં ચારેતરફ ક્રિસમસની ધૂમ જોવા મળે છે, પછી તે સ્કૂલ-કોલેજ હોય, મોલ-માર્કેટ હોય કે રોડ-રસ્તા હોય. બધી બાજુ રંગબેરંગી સજાવટની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનાં અનુયાયીઓનાં ઘરે એક આદમી શાન્તા બનીને આવે છે. તે બાળકો માટે ભેટ-સોગાદો લાવે છે. એમની સાથે બીજા લોકો પણ હોય છે. તેઓ 24 તારીખે રાત્રે 12 વાગ્યે એટલે કે 25 ડિસેમ્બરની શરૂઆત થતા જ ખુશી ભર્યા ગીતો ગાઇ છે અને પ્રભુ ઈશુનો જન્મ ઉત્સવ ઉજવે છે. પણ તમે કોઈ દિવસ નોંધ્યું છે કે, શાન્તા અને આજુબાજુની સજાવટમાં કેમ માત્ર ત્રણ રંગની વસ્તુઓનો જ ઉપયોગ થાય છે? આના પાછળ છે એક ખાસ રહસ્ય….ચાલો જાણીએ આ ત્રણ રંગો વિશે.
ક્રિસમસનાં દિવસે શાન્તા અને બાકી સજાવટમાં ફક્ત આ ત્રણ રંગનો જ ઉપયોગ કેમ થાય છે?
શું તમે જાણો છો કે ક્રિસમસમાં જે કંઈપણ સજાવટ કરવામાં આવે છે એમાં મુખ્ય ત્રણ રંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એ ત્રણ રંગ છે – લાલ, લીલો અને સોનેરી. ક્રિસમસનાં દિવસે માર્કેટમાં આ રંગની જ સજાવટની આઈટમ મળે છે. શાન્તા પણ આ રંગમાં જ બાળકોના દિલ જીતે છે. એવામાં જીસસની દરેક વાતને યાદ કરવામાં આવે છે કે જે એમણે માનવજાતને શીખવી હતી. હકીકતમાં, પ્રભુ ઈશુએ માનવ સમાજને જે શિક્ષા આપી છે એ જ વસ્તુ આ ત્રણ રંગમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ, કઈ-કઈ છે એ શિક્ષા અને આ દરેક રંગનો મતલબ શું થાય છે?
લાલ રંગ :

આમાં પહેલો રંગ લાલ છે જેને જીસસ ક્રાઈસ્ટનાં લોહીનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ બીજા પ્રત્યેનો પ્રેમ પણ દર્શાવે છે. કારણ કે, તેઓ કોઈપણ પ્રકારના સ્વાર્થ કે શરત વગર બધાને પોતાના બાળકો માનતા હતા અને એમને પ્રેમ કરતા હતા. આ રંગ નિઃસ્વાર્થ પ્રેમ દ્વારા મળતી ખુશીને દર્શાવે છે. એટલે તમે જોયું જ હશે કે, શાન્તા ક્લોઝનો ડ્રેસ લાલ રંગનો જ હોય છે. કારણ કે તેઓ લોકો વચ્ચે પ્રેમ અને ખુશીઓ વહેંચવા માટે આવે છે.
લીલો રંગ :
એમનો બીજો મુખ્ય રંગ લીલો છે. આ રંગ દર્શાવે છે કે ગમે એટલી ઠંડી કે મુસીબતો આવે તો પણ આપણે ટકી રહેવાનું છે. આ રંગ અસ્તિત્વનું પ્રતીક છે. જેમ પ્રભુ ઈશુ પર આટલા બધા અત્યાચાર થયા એમ છતાં તેઓ અડગ રહ્યા. આ રંગ સકારાત્મકતા દર્શાવે છે. આપણે બધાએ હંમેશા પોઝિટિવ થિન્કિંગ રાખવું જોઈએ અને આ વાત આપણને દરેક ધાર્મિક ગ્રંથમાં વાંચવા મળે છે. ઉપરાંત લીલો રંગ ક્ષમાનું પ્રતીક પણ છે. જે રીતે પ્રભુ ઈશુએ એમના પર અત્યાચાર કરનાર લોકોને પણ ખુશી-ખુશી માફ કરી દીધા હતા અને એમના માટે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરી હતી.
સોનેરી રંગ :
આ રંગને ભેટનું પ્રતીક ગણવામાં આવે છે. પ્રભુ ઈશુનાં જન્મ દિવસે એક રાજા આવ્યા હતા, તેમણે ભેટ સ્વરૂપે સોનુ આપ્યું હતું. ગરીબ મરિયમ અને યુસુફે ભગવાન ઈશુના જન્મ બાદ એમને બચાવવા માટે ઘણી કઠણાઇ અને દુઃખનો સામનો કર્યો હતો. કહીએ કે, પ્રભુ ઈશુ ઈશ્વર તરફથી માનવજાત માટે એક ઉપહાર હતા. જેથી માનવજાતનું કલ્યાણ થઈ શકે. બાળકો, સગા-વ્હાલા તેમજ જરૂરિયાતમંદ લોકોને ગિફ્ટ આપો અને એમના ચહેરા પર સોનેરી રંગ જેવી ખુશીઓ જુઓ.
બધા મિત્રોને ક્રિસમસ પર્વની ઘણી-ઘણી હાર્દિક શુભકામનાઓ…..
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ અનોખો અને માહીતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.