લોકરક્ષક પેપર લિકમાં સંડોવાયેલ લાલચુ લોકોનો પર્દાફાશ !! – ક્લિક કરી જાણી લો અસલી વિગત

ગઈકાલે રવિવારનાં રોજ લેવામાં આવનારી લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મામલે તપાસની ધમધમાટ શરૂ થઈ હતી. હવે આ ઘટનાનાં આરોપીઓની ધરપકડ થઈ છે.

પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલ લાલચુ આરોપીઓ:
(1) વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો)
(2) ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
(3) અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
(4) ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
(5) બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી.

દરેક ઉમેદવારને 5 લાખ રૂપિયામાં પેપર વેચવાનો પ્લાન હતો. આ સમગ્ર મામલાનો રેલો દિલ્હી અને રાજકીય નેતાઓ સુધી પહોંચવાની વાતો બહાર આવી રહી છે. પ્રાપ્ત સૂત્રોનું માનીએ તો આ બધા જ આરોપીઓ વચ્ચે કંઈક ઝગડો થયો એટલે આ બધું કૌભાંડ બહાર આવ્યું છે.

આ તમામ વિરુદ્ધ આઈ.પી.સી કલમ-406, 420, 409 અને 120-B મુજબ ગાંધીનગરનાં સેક્ટર -7 પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.

આટલા આક્રોશ વચ્ચે પણ પરીક્ષાર્થીઓની ખેલદિલી સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે :
એક વર્ષની મહેનત તેમજ પરીક્ષાનાં ખર્ચા, ધક્કા-મુક્કી અને લાઈનો ઓળંગીને આવેલ પરિક્ષાર્થીઓનાં સપનાઓ પર પાણી ફરી વળ્યું છતાં તેઓએ પોતાની ખેલદિલી અને વિશ્વાસ દેખાડ્યો છે. જે એમની આ રમૂજ પોસ્ટ પરથી જોઈ શકાય છે.

● હવે પછીની પરીક્ષા દિવ/દમણમાં રાખવાની ભલામણ છે, જેથી પરીક્ષા રદ્દ થવાનો અફસોસ ન થાય…. 😀
● ગુજરાતમાં પોલીસ ભરતીની મૉકડ્રીલ યોજાઈ.😀
● પેપર લીક થયુ એટલે પરીક્ષા રદ્દ નથી થઈ પણ પેપર લીક થયુ એ વાત લીક થઇ એટલે પરીક્ષા રદ્દ થઈ. 😀
● પોલીસ ની કંકોત્રી છપાઈ ગયેલી, જાન મંડપમાં પહોંચી ગયેલી અને ગોરબાપા એ કન્યા પધારાવો સાવધાન કીધું ત્યારે ખબર પડી કે કન્યા તો અડધી કલાક પહેલા જ ભાગી ગઈ છે.


● એકાદ ભરતી પ્લમ્બરની પણ થવી જોઇએ, ખબર તો પડે ‘લીક’ ક્યાંથી થાય છે.
● બીજું કંઇ નહિ, આજની તારીખમાં જ લોચો હતો, 2/12 = દો બારા, આપો હવે દોબારા પરીક્ષા. વિકાસ લીક થયો છે.
● લોકરક્ષકની ભરતી પહેલા પેપર રક્ષકની ભરતી કરવામાં આવે.
● 9 લાખ પોલીસે પોલીસ બનતા પહેલા જ ચોરી પકડી પાડી.
● બધા ભાવી કૉન્સ્ટેબલ ફિંગર આપીને આવી ગયા, હવે આગામી તારીખમાં કેરોસીન, ઘઉં અને ચોખા મળશે.

સલામ છે આ બધા શૂરવીરોને…

ઉલ્લેખનીય છે કે 8,76,356 લાખ ઉમેદવારો રાજ્યની 2,440 શાળા/કોલેજોમાં ફાળવેલા કેન્દ્રો પર પોલીસની પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે પેપર લીક થયું હોવાનું અને પરીક્ષા રદ્દ થઈ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Reply

error: Content is protected !!