Mojemoj.com

Best Gujarati Blog

પુત્રની અંતિમ યાત્રામાં પિતાએ વગડાવ્યા બેન્ડ-બાજા અને દિકરીઓ એ આપ્યો અગ્નિદાહ, કારણ ચોંકાવનારૂ છે

સાચું કીધું છે કે, જીવન અને મૃત્યુંનો કોઈ ભરોસો નથી. આજે જે માણસ હસી-બોલી રહ્યો છે શું ખબર ક્યારે એના પ્રાણ-પંખેરૂ ઉડી જાય? આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે. મૃત્યું પછી દરેક વ્યક્તિને એના સારા કર્મોને લીધે યાદ કરે છે. કોઈપણ વ્યક્તિનાં મૃત્યું પછી એની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. કેટલાક લોકો આ યાત્રા ખૂબ જ દુઃખ સાથે કાઢે છે જ્યારે કેટલાક લોકો અંતિમ યાત્રા લગ્ન પ્રસંગની જેમ કાઢે છે.

દિકરીઓએ આપ્યો અગ્નિદાહ :


તાજેતરમાં જ ગુજરાતના વડોદરામાં એક વિચિત્ર કિસ્સો બન્યો. જી હા, હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ યાત્રા બેન્ડ-બાજા સાથે ધામ-ધૂમથી કાઢવામાં આવી. જેમાં બેન્ડ-બાજા વાળાએ રઘુપતિ રાઘવ રાજા રામ સહિત અનેક ભજન વગાડ્યા હતા. તમને જણાવી દઈએ કે અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કારની આ વિધિ આશરે 40 મિનિટ સુધી ચાલી. આ સમગ્ર યાત્રાનું વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું અને લોકોએ લગ્નની જેમ ફટાકડા પણ ફોડ્યા હતા. કરોડિયા ગામનાં રહેવાસી એવા 39 વર્ષીય ભરત પરમારને એની દિકરીઓએ અગ્નિદાહ આપ્યો હતો.

અમને એના પર ખૂબ જ ગર્વ છે :


પ્રાપ્ત વિગત મુજબ 3 માર્ચનાં રોજ ભરતભાઈ મૃત્યું પામ્યા હતાં. જવાન દિકરાનું અકાળે મૃત્યું થવા છતાં આ રીતે અંતિમ સંસ્કાર કરવા બાબતે ભરતના પિતાજી ગોરધનભાઈ પરમાર જાણવે છે કે, ‘મારા દિકરા ભરતે પરિવાર માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. એક દિવસમાં તે 10-12 ઓર્ડરનું કામ એકલો કરી લેતો. એણે ઘણા પૈસા અને ખ્યાતિ મેળવી છે. આ કારણે અમારી પણ ફરજ બને છે કે અમે એના માટે કંઇક કરીએ. પરિવારને સુખી અને સમૃદ્ધશાળી બનાવતા-બનાવતા ભરત દુનિયા છોડીને જતો રહ્યો છે. પણ એણે ઘર-પરિવાર માટે જે કંઈ પણ કર્યું છે, એના માટે અમને ખૂબ જ ગર્વ છે.’

મારા લગ્ન વખતે હું ઊંટ પર બેસીને પરણવા ગયેલો :


ભરતના પિતાએ જણાવ્યું કે ‘મારો પુત્ર ખરા અર્થમાં એક બહાદુર ભાયડો હતો અને એટલે જ અમે એની અંતિમ યાત્રા બેન્ડ-બાજા સાથે કાઢી. આ રીતે યાત્રા કાઢીને અમે શ્રેય-કૃતજ્ઞતા આપવાની એક નવી રીત શરૂ કરી છે. ભરતની પત્ની અને દિકરીઓની મંજૂરી લીધા પછી જ અમે આ પગલું ઉઠાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ભરતના પિતા ગોરધનભાઈ પરમાર વયોવૃદ્ધ છે. એમણે જણાવ્યું કે મને પહેલેથી જ કંઈક અલગ કરવાનું પસંદ છે. એમણે જણાવ્યું કે અમારા જમાનામાં વધુ સુખી-સંપન્ન લોકો ઘોડા પર બેસીને પરણવા જતા. એ સમયે હું ઊંટ પર બેસીને પરણવા ગયેલો.

મરદનાં મૃત્યું પર શોક ન હોય :

અમારા ગામમાં આ રીતે ઊંટ પર લગ્ન કરનાર હું એકલો હતો. મારા દિકરાનાં મુંડન પ્રસંગે બેન્ડ-બાજા લાવનાર હું પ્રથમ હતો. અમારા કાકા-દાદાનાં 22 ભાઈ મળીને 72 લોકોનું કુટુંબ છે. ભરતની દિકરીએ કહ્યું કે મારા પિતાજી મને પોતાનો દિકરો ગણતા. તેઓ હંમેશા મને કહેતા કે તું મારી દિકરી નહીં પણ દિકરો છો. અમે ત્રણ બહેનો છીએ. મારા પિતાજી હંમેશા હસતા રહેતા. એટલે જ અમને એમના મૃત્યું પર શોક નથી. તેઓ જીંદાદીલ વ્યક્તિ હતા. અમે અમારા પિતાજીની અંતિમ ઈચ્છા મુજબ એમનાં અંતિમ સંસ્કાર કર્યા છે.

કહેવાય છે ને કે ”મરદનાં મરણ ન હોય
ઘરે એના રુદન ન હોય,
ભલેને કાળી રાત હોય તોયે
હીરાનાં ઘરે અંધારા ના હોય.”

મિત્રો, આજે જ મન ભરીને જીવન જીવી લ્યો કારણ કે આવતીકાલની ભવ્ય અંતિમ યાત્રામાં તમારી જ હાજરી નહી હોય.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!