વહેલી તકે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી દેવું નહીતર ચૂકવવી પડશે અધધ… લેઈટ ફી…

આવકવેરા કાયદાની કલમ 139 મહત્ત્વની કલમ છે જે આવકવેરા રિટર્ન ભરવા અંગે છે. આવક હોય કે ન હોય, નુકસાન હોય તો પણ રિટર્ન ભરવું અમુક કિસ્સામાં ફરજિયાત છે. કંપની એક્ટ હેઠળ રજિસ્ટ્રર્ડ કંપનીનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી કોઇ કામગીરી કરતી ન હોય, નુકસાન કરતી હોય, મૃતઃપ્રાય હોય તો પણ તેમણે રિટર્ન ભરવું ફરજિયાત છે.

ભાગીદારી પેઢીમાં પ્રવૃત્તિ નથી કરતાં કે ધંધો કરતા નથી તેમ છતાં જ્યાં સુધી ભાગીદારી પેઢી હયાત છે ત્યાં સુધી આવકવેરા કાયદાની કલમ 139 હેઠળ તેમણે પણ રિટર્ન ભરવું ફરજિયાત છે. આવકવેરા રિટર્ન ભરવામાં ચૂક કરવામાં આવે તો તેના અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તો વળી, ઘણીવાર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મોડું થાય તો લેઈટ ફી પણ ચૂકવવી પડે છે.

250000/- થી વધુ આવક ધરાવતા વ્યક્તિને કે H.U.F તથા તમામ ભાગીદારી પેઢી, કંપની વગેરેને ઈન્કમ ટૅક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. સરકારના નવા નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ જેની આવક 250000 થી 500000 વચ્ચે હોય તો તે વ્યક્તિ હાલમાં 1000 રૂપિયા લેઈટ ફી ભરી રિટર્ન ભરી શકે છે.

પરંતુ જો કોઇ વ્યક્તિની આવક 500000 કરતાં વધુ હોય. તેમને હાલમાં 31/12/2018 સુધી રિટર્ન ભરવા માટે 5000/- લેઈટ ફી ભરવાની થાય છે. જો આવા વ્યક્તિ 31/12/2018 પછી રિટર્ન ભરશે તો તેઓએ 10000/- ની લેઈટ ફી ચૂકવવી પડશે.

તેથી જે કોઈ વ્યક્તિ કે પેઢીને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા પાત્ર હોઈ અને ભરવાનું બાકી હોય તો તેઓએ તારીખ: 31/12/2018 પહેલા ભરી લેવું ખાસ જરૂરી છે. અન્યથા વધારાની લેઈટ ફી ચૂકવવી પડશે. તો જલ્દી કરો અને જલ્દી ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી દ્યો.

મિત્રો, તમે ઓનલાઈન ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ભરી શકો છો.


ઓનલાઇન ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની બે રીત:

ઇન્કમ ટેક્સ ઓનલાઇન ભરવાની બે રીત છે. એકમાં ઇન્કમ ટેક્સની વેબસાઇટ પરથી IT ફોર્મ ડાઉનલોડ કરી આ ફોર્મને ભરવું ત્યારબાદ તેને .xml ફોર્મેટમાં સેવ કરી અપલોડ કરવું. જ્યારે બીજો રસ્તો છે સીધા જ ઓનલાઇન ફોર્મ ભરવું અને સબમિટ કરવું.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!