ઈશા અંબાણીનાં લગ્ન પ્રસંગે અંબાણી પરિવારનું અદભુત સેવા કાર્ય. જે જોઈને તમે ખુશ થઈ જશો 👨👩👧👧
તાજેતરમાં જ દીપિકા- રણવીર અને પ્રિયંકા-નિકનાં લગ્નની પાર્ટીઓ ચાલી રહી છે. ઉપરાંત દેશમાં વધુ એક લગ્ન યોજાવાના છે. આ વર્ષની સૌથી રોયલ અને મોસ્ટ એવેઈટેડ વેડિંગમાંથી એક મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન 12મી ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થવાના છે. ભારતનું સૌથી ધનિક કુટુંબ અંબાણી પરિવાર ધાર્મિક સંસ્કૃત્તિમાં ખુબજ વિશ્વાસ ધરાવે છે.

પરિવારમાં કંઇપણ કાર્યક્રમ હોય ભગવાનના આશિર્વાદ લઈને પછી જ આગળ વધવામાં માને છે. અંબાણી પરિવારમાં હાલ ઈશા અંબાણીના લગ્નનાં શુભ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
તેથી જ ઉદયપુર શહેર પ્રત્યે માનની લાગણી અને આભાર વ્યક્ત કરવા તેમજ પોતાની પુત્રીનાં આગામી લગ્ન માટે આશીર્વાદ મેળવવા માટે અંબાણી પરિવારે અહીંયા ખાસ ‘અન્ન સેવા’નો પ્રારંભ કર્યો છે, જેમાં 7મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી 5100 જેટલા લોકોને દરરોજ ત્રણ ટાઈમ ભોજન આપવાનું સેવા કાર્ય શરૂ કર્યું છે. જેમાં મોટા ભાગના લાભાર્થીઓ સ્પેશિયલ એબિલિટીઝ છે.
નોંધનીય છે કે, 12 ડિસેમ્બરના રોજ ઇશા અંબાણી અને આનંદ પિરામલનાં લગ્ન યોજાવાના છે. અન્ન સેવા કાર્યક્રમ વખતે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય ને સ્વાતી પિરામલ, ઈશા અને આનંદ હાજર રહ્યાં હતાં અને એમણે પોતે લોકોને ભોજન પીરસ્યું હતું. આ અન્ન સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાન ખાતે યોજાયો છે.
અતિભવ્ય પ્રોગ્રામો શરૂ થયા :
આ સેવા કાર્યક્રમની સાથોસાથ સગા-સંબંધીઓ તેમજ મહેમાનો માટેનાં અવનવા પ્રોગ્રામો તારીખ 8 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે. જેના માટે ઉદયપુરમાં ઉદયવિલાસ નામની ભવ્ય હોટેલ બુક કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહેમાનો આવશે. લગભગ 100 જેટલા ચાર્ટર્ડ વિમાનો આવવાની શક્યતા છે. આ શુભ પ્રસંગમાં 600 થી વધુ VIP મહેમાનો સામેલ થશે. પ્
રાપ્ત સૂત્રો મુજબ, આ સમગ્ર સંચાલન માટે 400 થી વધુ લગ્ઝરી કાર મંગાવવામાં આવી છે અને દરેક ડ્રાઇવરને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ આપવામાં આવી છે, જેથી મહેમાનોને તકલીફ ન પડે.
આ ભવ્ય સમારંભની એક ઝલક :
● પ્રિવેડિંગ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરણ જોહર કરશે.
● આ ભવ્ય કાર્યક્રમમાં દેશ-વિદેશનાં જાણીતા ચહેરા આવશે.
● અરીજીત સિંહ અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજ કલાકારો પર્ફોર્મન્સ આપશે.
● ઈશા અને આનંદ ગરબા-દાંડિયા પણ કરશે.
● જેના માટે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ પણ હાજર રહેશે.
● રસોડાની સમગ્ર જવાબદારી ફેમસ શેફ રીતુ દાલમિયાને સોંપાઈ છે.
● મહેમાનોની સેવા માટે મનીષ મલ્હોત્રાનું સલૂન.
● સજાવટ માટે રંગબેરંગી તુલીપ ફૂલો અને દીવડા.
● મહેમાનોનાં મનોરંજન માટે ખાસ પપેટ શોની વ્યવસ્થા.
● બપોર અને રાત્રી ભોજનમાં 400 પ્રકારની ડિશ અને સવારે નાસ્તામાં 200 આઈટમ.
● મહેમાનોને જરાય તકલીફ ન પડે એટલે મોબાઈલ એપ્લિકેશનની વ્યવસ્થા.
કહેવાય છે કે ઈશા અને આનંદનાં લગ્ન તારીખ 12 ડિસેમ્બરનાં રોજ અંબાણી હાઉસ ‘એન્ટીલિયા’માં યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. આ પ્રસંગ પણ ખૂબ જ ભવ્ય રહ્યો હતો.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ મજેદાર પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.