જીયોની ક્રિસમસ ગીફ્ટ – નવો ધમાકો આ સર્વિસ 5 વર્ષ સુધી એકદમ મફત મળશે – ક્લિક કરી વાંચો વિગત
પોતાના યૂઝર્સ માટે હંમેશા એકથી એક દમદાર ઓફર રજૂ કરનાર રિલાયન્સ જીયો આ વખતે ક્રિકેટ પ્રેમીઓ માટે આ ખાસ ઓફર લાવ્યું છે. જિયોના અધિકારી મુજબ, લેટેસ્ટ ટેકનોલોજી પર આધારિત 5G સર્વિસ શરુ કરવા માટે રિલાયન્સ જિયો ઓપ્ટિકલ ફાઇબરનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.
ટેલિકોમ ક્ષેત્રની મુખ્ય કંપની રિલાયન્સ જીયોએ સ્ટાર ઇન્ડિયાની સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર અનુસાર જિયો યુઝર્સ હવે ટેલીવિઝન દ્વારા પ્રસારિત થનારી ભારતની બધી મેચનો આનંદ જીયો ટીવી પર ઉઠાવી શકશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્ટાર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વચ્ચે થયેલા આ કરારના આધારે ટી-20, વનડે, ટેસ્ટ ક્રિકેટ અને BCCIની ઘરેલુ પ્રીમિયર મેચ જીયો ટીવી અને હોટસ્ટાર પર જોઈ શકશો. આ મહત્વની સર્વિસ લોન્ચ કરતા જીયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું છે કે, જિયો હંમેશાથી પોતાના યુઝર્સ માટે ખાસ કન્ટેન્ટ લાવે છે. ભારતમાં ક્રિકેટ માત્ર રમાતી નથી, પરંતુ તેની પૂજા થાય છે.
સ્ટાર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંજય ગુપ્તાએ જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમે ટેલીવિઝન અને ડીઝીટલ, બંને માધ્યમો દ્વારા દેશમાં સ્પોર્ટનો અનુભવ બદલ્યો છે. રિલાયન્સ જિયોના રૂપમાં નવા પાર્ટનર મળવાથી અમે ક્રિકેટના ચાહકો માટે વધુ કન્ટેન્ટ પ્રસ્તુત કરી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જીયો 5Gનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ખૂબ જલ્દી જીયો 5G સિમ પણ લોંચ થશે. એમાં પણ જીયો કસ્ટમરને આકર્ષક ઓફર્સ મળવાની છે અને તેથી જ લોકો જીયો 5G ની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, 5G સિમની શરૂઆતની કિંમત 20 રાખવામાં આવશે. જેમાં યૂઝરને અનલિમિટેડ કોલિંગ, 5G હાઇ સ્પીડ ઇન્ટરનેટ, અનલિમિટેડ મેસેજ આ બધુ જ 3 મહિના માટે ફ્રી મળશે. રીલાયન્સ 5G સિમને 2019માં જ લોંચ કરવામાં આવશે અને વપરાશકર્તાને બહુ જલ્દી આનો લાભ મળતો થઈ જશે.
રિલાયન્સ જીયો એક પછી એક નવી ઓફર કાઢીને મોબાઈલ ગ્રાહકોને આકર્ષી રહી છે અને સેવા આપી રહી છે. આ વખતે રિલાયન્સ જીયોએ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી છે. જેના દ્વારા માત્ર 1 સેકન્ડમાં 1 જીબીનો વીડીયો ડાઉનલોડ થઈ શકે છે. એટલું જ નહિ, જો તમે મૂવી ડાઉનલોડ કરવા ચાહો તો એ પણ એક સેકન્ડમાં થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ જીયોએ ફાઇબર ટૂ ધ હોમ (FTTH) સેવા શરૂ કરી દી છે, આ સેવા હમણા મુંબઈના કેટલાક વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત હવે જીયો કંપની ટેલિવિઝન ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે પણ નવી-નવી ટીવી ચેનલ્સ તેમજ ડિશ ટીવી તથા લેપટોપ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.