બધા ભૂલકાઓને ભીની આંખોથી શ્રદ્ધાંજલી – પોસ્ટ વાંચીને કોમેન્ટમાં ૐ શાંતિ લખીએ…

સુરતનાં આમરોલી વિસ્તારમાં ગુરૂકૃપા ટ્યૂશન ક્લાસીસનાં વિધાર્થીઓ પ્રવાસ માટે ડાંગ સાપુતારા ગયા હતા .ત્યારે પરત ફરતા અચાનક અકસ્માત થતા 200 ફૂટ ઊંડી ખીણમાં બસ પડતા અત્યાર સુધી 10 વિધાર્થીઓનાં મૃત્યુ થયા છે.

જ્યારે 68 જેટલા વિધાર્થીઓને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 8 વિધાર્થીઓ દેવલોક પામ્યાં છે અને 40 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. હે ! પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપો. ૐ શાંતી…

પોલીસ તપાસમાં ટૂરનું આયોજન કરનાર ટ્યૂશન ક્લાસીસનાં સંચાલકોની બેદરકારી સામે આવી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે બસમાં 50 મુસાફરોની બેસવાની ક્ષમતા હતી જેમાં 97 લોકોને બેસાડ્યા હતાં. તો વળી, કોઈક કહી રહ્યું છે કે, ડ્રાઇવર ફોન ઉપર વાતો કરી રહ્યો હતો.

સરકારે તો ઇજાગ્રસ્ત અને દેવલોક પામેલા બાળકો માટે સહાયની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ બધા દોષારોપણ અને સાંત્વના વચ્ચે જેમના વહાલા સોયા બાળકો આ દુનિયામાં નથી રહ્યા એમનું શું? શું એમનો દિકરો કે દિકરી પાછી આવશે?

એ પરિવાર ઉપર દુઃખનાં પહાડો તૂટી પડ્યા છે એનો ભાર આપણે ઉઠાવી શકીએ? ના મિત્રો ના.. કોઈ દિવસ નહીં. દુનિયાની કોઈપણ સરકાર કે વ્યક્તિ એમનું આ દુઃખ ન સમજી શકે. આપણે તો વધુમાં વધુ એમનાં પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી શકીએ.

બે દિવસ વાતો કરીને ભૂલી જઈએ પણ એ પરિવાર પોતાની આપવીતી કોને સંભળાવે??

મિત્રો, આપણે બધા પોતપોતાની સામાજિક અને નૈતિક જવાબદારી સાચી રીતે નિભાવીએ તો આપણે આ બાળકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી શકીએ…કેવી રીતે? તો ચાલો જાણીએ…

● ચાલુ વાહને ફોન બંધ રાખો.


● વાહનમાં કેપેસિટી કે નિયમ કરતા વધુ ઓવરલોડ ન કરવો.


● નિયત સ્પીડ મર્યાદામાં વાહન ચલાવવું.


● નશો કરીને વાહન કોઈ દિવસ અડકવું નહિ.


● રોડ આપણા બાપાનો નથી આજુબાજુ જોઈને વાહન ચલાવવું.
● રોડ, નાળા, પુલ અને વાહનોના કામમાં ભ્રષ્ટાચાર બંધ કરો.


● ટ્રાફીક અને સલામતીના બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
● સલામતીની બાબતમાં કોઈ દિવસ આંખ આડા કાન ન કરવા, તમને કંઈક અજુગતું લાગે તો તાત્કાલિક જે તે વ્યક્તિ કે જવાબદારો સામે ફરિયાદ કરો.

જે થઈ ગયું એ પરમાત્માની ઇચ્છા પણ હવે પછી આવી કોઈપણ ઘટના ન બને એ માટે આપણે જાગૃત થવાની જરૂર છે… હવે આપણે બધાએ સુધરી જવાની જરૂર છે નહીતર એક દિવસ એવો આવશે કે આ ‘સાંત્વના’નાં શબ્દો આપણી માટે હશે.

હે ! ઈશ્વર આ ફૂલ જેવા બાળકોનાં આત્માને શાંતિ આપજે અને અમને બધાને સદબુદ્ધિ આપ કે જેથી કરી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને.

ૐ શાંતિ….

Leave a Reply

error: Content is protected !!