આ રીતે જાતે જ પાણીપુરી ની ક્રિસ્પી પૂરી બનાવો – વાંચો સૌથી સરળ રીત
મો માં પાણી આવી જાય તેવી પાણીપૂરી લોકો ને ખુબ જ પસંદ છે. પરંતુ બજાર ની પાણીપૂરી ખાવાથી લોકો ને ઘણી વાર સ્વાથને હાની પહોચાડે છે. બહાર ની પૂરી સારી નથી હોતી તેથી આજે આપણે ઘરે પાણી પૂરી બનાવવા ની રીત સરળ રીત શીખીશું. તો ચાલો આપણે સરળ રીત થી પૂરી બનાવવા ની રીત શીખીશું.

પાણીપૂરી બનાવવા સરળ રીત જોઈ અને તેના માટે ની સામગ્રી નીચે મુજબ છે
- મેંદો
- રવો
- ઘઊં નો લોટ
- તેલ
- પૂરી ને ગોળ કાપવા માટે એક નાની વાટકી
પાણીપૂરી ની પૂરી બનાવવા ની સરળ રીત:
આ પણ વાંચજો: આ ફાયદાઓ થાય છે જયારે તમે પાણીપુરી ની એક પ્લેટ ખાવ છો!
૧ પૂરી બનાવવા સૌ પ્રથમ એક વાસણ લો તેમાં રવો અને મેંદો ઉપરાંત ઘઉં નો લોટ મિક્સ કરો.
૨ પછી તેમાં ધીરે ધીરે પાણી નાખીને કઠણ લોટ બાંધવો. અને પાંચ મિનીટ લોટ ને ઢાકીને એક બાજુ મૂકી દેવો.
3 પછી તેમાં થી નાના લુવા બનાવી પાતળી રોટલી વણી લેવી અને તેની ચારે બાજુ તેલ લગાવી લેવું.
૪ ત્યાર બાદ તે રોટલી પર નાની નાની પૂરી કાપી લેવી.અને રોટલી માંથી ૬ પૂરી તૌયાર કરવી.
5 આ રીત થી પૂરી બનાવવા થી જડપ થી બનશે અને એક સરખી સાઈજ ની બનશે.
૬ હવે પછી બધી પૂરી વણાઇ જાય પછી એક કાડાઈ માં તેલ ગરમ મૂકવું અને તેલ ગરમ થઇ જાય એટલે તેમાં પૂરી નાખી જારા ની મદદ થી દબાવવી તેથી પૂરી ઉપસે અને ફૂલીને ગોળ થઇ જાય.
૭ પૂરી બરાબર ફૂલી જાય અને લાલ થઇ જાય એટલે તેને બહાર કાઢી ટીસ્યુપેપર પર મૂકી દેવી.
૮ આવી જ રીતે બધી પૂરી તરી લેવી અને પ્લેટ માં કાઢી લેવી તો તૈયાર છે તમારી એકદમ કુરકુરી પાણીપૂરી પૂરી.
૯ આ પાણીપૂરી ને ચટપટુ અથવા ગળ્યું પાણી અને બટાટા ના મસાલા સાથે સર્વ કરો.
પાણીપુરી ની પૂરી બનાવવાની આ રીત ગમી હોય તો બીજી બહેનપણીઓ સાથે જરૂર શેર કરજો.