મુકેશ અંબાણી એક મિનિટમાં કેટલુ કમાઈ છે એ આંકડો કેટલા વાંચી શકે છે? અહી ક્લિક કરી કોશિશ કરો

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે અમીર, ગરીબ અને મિડલ ક્લાસ ફેમીલી, જેમની આર્થીક કમાણી અલગ-અલગ હોય છે પણ એનામાં એક સમાનતા એ હોય છે કે તેમાંથી સંતુષ્ટ કોઈ નથી હોતું. અમીરમાં અમીર માણસ પણ હંમેશા પોતાના પૈસા ડબલ કરવાનું વિચારતો હોય છે કારણ કે પૈસા માણસની જરૂરિયાત છે અને એના વગર માણસ એક ડગલું પણ નથી ચાલી શકતો. ભારતમાં જો ધનિક માણસની વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે અને એમનું નામ દુનિયાનાં ટોચના 20 ધનિકોની યાદીમાં સામેલ છે. મુકેશ અંબાણીએ પોતાના પિતાના વ્યવસાયને જે બુલંદી પર પહોંચાડ્યો છે, તે કરવું દરેકના ગજાની વાત નથી. અંબાણીએ ઘણા ક્ષેત્રોમાં પોતાના વ્યવસાયને ફેલાવ્યો છે અને મુકેશ અંબાણી એક મિનિટમાં જેટલું કમાઈ છે, તે આંકડાનો તાગ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. મુકેશ અંબાણીનાં વિચાર અને કર્તવ્ય નિષ્ઠાથી જે કંઇ પણ પ્રાપ્ત કર્યું છે તે દરેક સંઘર્ષ કરનારાઓ માટે એક પ્રેરણા છે.

મુકેશ અંબાણી એક મિનિટમાં કેટલું કમાઈ છે ?


ભારતમાં ઘણીવાર લોકોની વાતો અને કહેવતોમાં અંબાણીનું નામ સંભળાય છે અને આજના સમયમાં બચ્ચા-બચ્ચા જાણે છે કે, રિલાયંસવાળા મુકેશભાઈ અંબાણી સૌથી ધનિક માણસ છે. એ વાત સાચી છે કે મુકેશ અંબાણીનાં પિતા ધીરુભાઈ અંબાણીએ પોતાનો બિઝનેસ પોતાના દિકરાઓને સોંપ્યો હતો પણ આ બિઝનેસને ઊંચાઈઓ પર લઈ જનાર મુકેશ અંબાણી છે, નહીતર આ જ બિઝનેસ અનિલ અંબાણીને પણ વારસામાં મળ્યો હતો પણ ધંધા અને ભાગીદારીમાંથી અલગ થયા પછી એમને એટલી સફળતા ન મળી જેટલી મુકેશભાઈ અંબાણીને દરરોજ મળી રહી છે. આજે મુકેશ અંબાણીનું નામ સોશિયલ મીડિયા, ન્યુઝ ચેનલ્સ, છાપાઓ અને મેગેઝીનનાં પહેલા પાના પર છપાઈ છે અને લોકો એમના વિશેની દરેક નાની-મોટી વાતો જાણવા માટે હંમેશા આતુર રહે છે.

 

મુકેશ અંબાણી દરેક સામાન્ય માણસ માટે એક પ્રેરણા છે અને તેઓ એક-એક મિનિટનો સદુઉપગ કરીને પૈસા કમાઈ છે. દરેક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાનગી સંપત્તિ, ગાડીઓ, પ્રાઇવેટ જેટ અને બંગલો વિશે જાણવા માંગે છે અને હમણાં કેટલાક દિવસોથી લોકો એમની આવક વિશે પ્રશ્નો પૂછવા લાગ્યા છે. મુકેશ અંબાણીની ટોટલ સંપત્તિ વિશે તો વારંવાર વાતો થતી રહે છે, પરંતુ શું તમે એ જાણો છો કે તેઓ એક દિવસમાં કેટલી કમાણી કરે છે?

 

જો આપણે મુકેશ અંબાણીની એક મિનિટની કમાણીની વાત કર્યે તો તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ લગભગ 2.35 લાખ રૂપિયા પ્રતિ મિનિટ કમાઈ છે. એટલે કે એક દિવસની કમાણી 1.4 કરોડ રૂપિયા થઈ. આ બધામાં સૌથી મોંઘુ એમનું સાઉથ મુંબઈમાં આવેલું એન્ટીલિયા નામનું ઘર છે, જેની કિંમત લગભગ 1100 કરોડ રૂપિયા છે. મુકેશભાઈ અંબાણી પાસે ત્રણ પ્રાઇવેટ જેટ છે, જેને લઈને તેઓ આખા ભારતમાં મનફાવે ત્યાં ફરી શકે છે. આજના સમયે એમની ટોટલ પ્રોપર્ટી લગભગ 2.92 લાખ કરોડ રૂપિયા છે. પ્રખ્યાત મેગેઝીન ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર લોકોમાં 19મું સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણીનાં બિઝનેસમાં એમની પત્ની નીતા અને બાળકો ઈશા અને આકાશ પણ પૂરેપૂરો સહયોગ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ અને પ્રેરણાત્મક પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!