દીકરીના લગ્ન બાદ મુકેશ અંબાણીએ શેર કરી પોતાની લવસ્ટોરી – આવી હતી નીતા સાથેની પ્રેમકથા

હાલમાં જ મુકેશ અંબાણીની લાડલી દિકરી ઈશા અંબાણીના લગ્ન સંપન્ન થયા. આ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે આ ભવ્ય લગ્ન લવ મેરેજ હતા અને જેમાં બંને પરિવારની સહમતી હતી. આનંદ પીરામલે ઈશા અંબાણીને પ્રપોઝ કર્યું હતું અને પરિવારની મંજૂરી બાદ આ પ્રેમ-સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો.

તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં લગ્ન પણ લવ મેરેજ હતા. ચાલો જાણીએ મુકેશ અંબાણીને નીતા અંબાણી સાથે કઈ રીતે પ્રેમ થયો અને લગ્ન કેવા રહ્યા?

ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીનાં ઠાઠ-બાઠ વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. આવી મોટી હસ્તિઓનાં જીવન સાથે જોડાયેલ દરેક જાણકારી જિજ્ઞાશાનો વિષય બની જાય છે કારણ કે બધા લોકો એમના વિશે નાનામાં નાની વાતો જોવા-જાણવા માંગે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લવ મેરેજ કર્યા છે અને આ બંનેની લવ સ્ટોરી પણ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.

મુકેશ અંબાણીએ ટ્રાફીક સિગ્નલ પર નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું. ત્યારે લગભગ ઘણો બધો ટ્રાફીક પણ જામ થઈ ગયો હતો.

નીતા અંબાણીના પરિવારને સિંગિંગ અને ડાન્સિંગ પ્રત્યે ખાસો પ્રેમ હતો. પાંચ વર્ષમાં ભરત નાટ્યમ શીખનાર નીતાની માતા એક ફોક ડાન્સર અને નાનો ભાઇ સિંગર હતો. વાત 1980ના દાયકાની છે, જ્યારે નીતા અંબાણી 20 વર્ષના હતા અને એમને ભરત નાટ્યમનો ઘણો શોખ હતો.

ધીરુભાઈ અંબાણીએ નીતાને એક ડાન્સ શો દરમિયાન જોયા હતા. નીતાને જોતાવેંત ધીરુભાઈએ ધારી લીધું કે આ દિકરીનાં લગ્ન મારા મુકેશ સાથે થાય તો ઘરમાં લક્ષ્મી આવે.

ધીરુભાઈ અંબાણીએ નીતાનાં પિતાજી સાથે વાત કરવા માટે જ્યારે પહેલીવાર ફોન કર્યો, તો નીતાએ ગુસ્સામાં એમનો ફોન કાપી નાખ્યો. ધીરુભાઈ અંબાણીએ ફરીવાર ફોન કર્યો અને કહ્યું કે તેઓ ધીરુભાઈ અંબાણી બોલી રહ્યા છે, ત્યારે નીતાએ જવાબ આપ્યો કે જો તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલિઝાબેથ ટેલર છું. આટલું બોલીને નીતાએ ફોન કાપી નાખ્યો. જ્યારે ધીરુભાઈ અંબાણીએ તેમને ત્રીજીવાર ફોન કર્યો તો એમની વાત નીતાના પિતાજી સાથે થઈ. ત્યારબાદ એમણે નીતાને જણાવ્યું કે, સાચે જ ધીરુભાઈ અંબાણીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ નીતા અને મુકેશનાં સંબંધની વાત થઈ હતી.

નીતા અને મુકેશ અંબાણી જ્યારે ડેટ પર જતાં ત્યારે મુકેશ અંબાણી એમને મોંઘી કાર લઈને લેવા જતા. એક દિવસ નિતાએ મુકેશ અંબાણીને બેસ્ટ બસની સૌથી આગળની સીટ પર મુસાફરી કરવા માટે કહ્યું. ત્યારબાદ મુકેશ અને નીતાએ ઘણીવાર મુંબઈની બસમાં સફર કરી હતી.

નીતા અંબાણીને બાળકો ભણાવવા ખૂબ ગમે છે, લગ્ન બાદ નીતા અંબાણીએ એક સ્કૂલ શરૂ કરી હતી, ત્યાં તેઓ દરરોજ ભણાવવા જતા. લગ્ન પછી લગભગ આઠ વર્ષ પછી નીતા અંબાણી માતા બન્યા. આ સમય એમના માટે સૌથી સુખદ હતો.

લગ્નના આટલા વર્ષો બાદ પણ આજ સુધી મુકેશ અંબાણી અને નીતા અંબાણી વચ્ચે ક્યારેય તકરાર કે બોલચાલ નથી થઈ. આજે પણ તેઓ બંને નવ-યુગલ જેવા ફ્રેશ લાગે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!