એક મુસ્લિમ સખ્સે પોતાનાં હિન્દૂ મિત્રનાં અંતિમ સંસ્કાર કર્યા – મેરા ભારત મહાન

આપણા ભારત દેશમાં તો ઠેકઠેકાણે ધાર્મિક એકતાનાં દર્શન થાય છે. ભાઈચારો અને વિવિધતામાં એકતા માટે તો ભારત આખા વિશ્વમાં જાણીતું છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં આવી જ એક ઘટના બની છે જે આપણા દેશની સંસ્કૃતિને વધુ મહાન બનાવે છે. હકીકતમાં પશ્ચિમ બંગાળનાં જલપાઈગુડી જિલ્લામાં રહેતા એક મુસ્લિમ સ્કૂલ ટીચરે પોતાના હિન્દૂ મિત્રના બધા જ રીત-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા છે. અશફાકે એક દિકરાની જેમ પોતાના મિત્રના અંતિમ સંસ્કાર કર્યા હતા. એટલું જ નહીં, એમણે પોતાનું માથું અને મૂંછ પણ મુંડાવી નાખ્યા છે. હવે તેઓ 11 દિવસ સુધી પરિવાર સાથે શોક પાળશે.

પિતા સમાન ગણતા હતા :


આ સમગ્ર ઘટના જલપાઈગુડીનાં બનરહટની છે. આ મુસ્લિમ મિત્રનું નામ અશફાક છે. અશફાક એક સરકારી હાઈ સ્કૂલમાં શિક્ષક છે. એમના દોસ્ત સંજન કુમાર વિશ્વાસ પણ અહીંયા જ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ 13 વર્ષ પહેલા 2005માં નિવૃત્ત થઈ ગયા હતા. નિવૃત્તિ બાદ સંજન કુમાર સ્કૂલે નહોતા આવતા પણ એમની દોસ્તી તો છેલ્લા શ્વાસ સુધી ટકી રહી. અશફાક પોતાના મિત્ર સંજન કુમારને સાથી, ગુરુ અને પિતા સમાન ગણતા હતા. અશફાકે જણાવ્યું કે, સંજન કુમારનાં પરિવારમાં ફક્ત ત્રણ દિકરીઓ જ હતી, એટલે એમણે પોતાની ફરજ નિભાવી. માનવતાની આ શીખ મને મારા મિત્ર પાસેથી જ મળી છે.

સંજન કુમારે સાથ આપ્યો હતો :


અશફાક જણાવે છે કે, જ્યારે એમનું સ્કૂલમાં એપોઇન્ટમેન્ટ થયું ત્યારે સ્કુલમાં ઘણા લોકો મારા ધર્મને કારણે વિરોધ કરતા હતા, પરંતુ સંજને બધી રીતે મને સાથ આપ્યો હતો. શરૂઆતનાં દિવસોમાં એમણે મને પોતાના ઘરે રાખ્યો હતો. એમણે મારી ઘણી મદદ કરી હતી. હું એમના ઉપકારનો બદલો કોઈ દિવસ ન ચૂકવી શકું. તેઓ એક સજ્જન પુરુષ હતા.

ૐ શાંતિ…ઈશ્વર આ સજ્જન પુરૂષની આત્માને શાંતિ આપે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ મિત્રતા ભર્યો લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!