Mojemoj.com

Best Gujarati Blog

RBI લોન્ચ કરશે રૂ.20ની નવી નોટ, એક ક્લિક પર જાણો જૂની નોટનું શું થશે ?

8 નવેમ્બર 2016માં આવેલ નોટબંધી બાદ ભારતીય ચલણમાં ઘણા ફેરફાર થયા છે. જેમાં આપણે બધાએ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી નોટનાં દર્શન કર્યા અને આ બધી નોટો એકદમ આકર્ષક અને રંગબેરંગી છે.

હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આ જહેરાતને પગલે ભારતીય નાગરીકોમાં ખાસ આતુરતા જોવા મળી રહી છે.

જોકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીએ આ નોટ અંગે માહિતી આપતા એમ પણ જણાવ્યુ હતુ કે, હાલમા માર્કેટમા ઉપલ્બધ 20 રૂપિયાની જૂની નોટ પણ નવી નોટના આગમન બાદ ચાલુ રહેશે.

કેવી હશે રૂ.20ની નવી નોટ..?


● આ નવી નોટ હાલની જૂની નોટ કરતા સાઈઝમાં 20% નાની હશે.
● નવી નોટમાં ઘણા સિક્યોરીટી ફીચર્સ અને ચિહ્નો હશે.


● આ નવી નોટમાં કોઈ ઐતિહાસિક ઈમારત અથવા સ્થળની તસવીર હોઈ શકે.

● નવી નોટનો રંગ ડાર્ક રેડ હોઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં 20 રૂપિયાની 10 કરોડ નોટો ચલણમાં છે. ચલણી નોટોમાં 20 રૂપિયાની નોટનુ પ્રમાણ 9.8 ટકા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર જે પોપટી કલરની 20 રૂ. ની નોટનાં ફોટો વાયરલ થઈ રહ્યા છે એ ફોટોશોપની કમાલ છે. આ નોટને તમે ધ્યાનથી જોશો તો તેમાં ફોટોશોપથી કરેલું વર્ક સાફ નજર આવે છે. રૂ.2000 ની નોટનો રંગ બદલીને બે શૂન્ય હટાવીને 20 રૂ. બનાવી દેવાયો છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહીતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!