એડિકશન ની હદ – કપલે કરાવ્યું PUBG થીમ પ્રી-વેડિંગ ફોટો શૂટ
લગ્ન પહેલા કરવામાં આવતા ફોટોશૂટને પ્રિ-વેડીંગ અને લગ્ન બાદ કરવામાં આવતા ફોટોશૂટને પોસ્ટ-વેડીંગ કહેવાય છે. હાલમાં પ્રિ-વેડીંગ ફોટોશૂટનો જમાનો ચાલી રહ્યો છે.

પ્રિ-વેડીંગ ફોટોશૂટ અલગ-અલગ સ્ટાઈલ અને વિવિધ લોકેશન પર થઇ રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે લગ્ન પહેલાનાં દરેક ક્ષણને યાદગાર બનાવી શકાય. પ્રિ-વેડીંગ શૂટ માટે જગ્યાની પસંદગી કપલ્સ પોતાના બજેટ પ્રમાણે કરી શકે છે.
કેટલાક લોકો પહાડી વિસ્તારમાં શૂટ કરાવવા ઈચ્છે તો કેટલાક ઐતિહાસિક સ્થળ જેમ કે કોઈ કિલ્લો અથવા મહેલમાં. કેટલાક કપલ્સ જગ્યા ઉપરાંત શૂટ માટે વિવિધ સ્ટાઈલ વિશે વિચારતા હોય છે, જેમ કે કઈ-કઈ સ્ટાઇલમાં શૂટ કરાવવું? કેવા કપડાં-ઘરેણાં પહેરવા? કઈ-કઈ થીમ આધારિત ફોટોશૂટ કરાવવું વગેરે વગેરે…
આજે અમે તમને એક એવી નવી સ્ટાઈલ વિશે જણાવીશું કે જે હાલમાં એકદમ યુનિક, વાયરલ અને નવી છે. તો ચાલો માણીએ આ નવી સ્ટાઈલની ફોટો સફર…..
આપણે અનેક પ્રિવેડિંગ ફોટોશૂટ જોયા હશે, પરંતુ આ ફોટોશૂટ જરાં હટકે છે. જી હાં મિત્રો, આ છે PUBG સ્ટાઈલ ફોટોશૂટ.
લગ્ન પહેલાં આ લવ બર્ડ્ઝે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની થીમ PUBG ગેમ આધારિત હતી.
આ કપલ્સ આ ગેમના એટલા બધા વ્યસની બની ગયા છે કે, ફોટોશૂટ પણ ગેમ આધારિત કરાવ્યું. તેમનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
આવું PUBG ફોટોશૂટ તમે કોઈ ઐતિહાસિક જગ્યાએ અથવા એકદમ વિરાન જગ્યાએ પણ કરાવી શકો. જે એકદમ આકર્ષક લાગશે.
આ સ્ટાઇલમાં તમે સાંજે તેમજ રાત્રે પણ ફોટોશૂટ કરાવી શકો છો.
આ સ્ટાઇલમાં સ્વચ્છ આકાશ અને ઢળતી સાંજનાં ફોટો એકદમ બ્યુટીફૂલ લાગશે.
તમારા લગ્ન હજુ બાકી હોય તો તમે પણ આ નવી PUBG સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવી શકો.
આ સ્ટાઈલમાં ફક્ત વર-વધુ જ નહી પરંતુ મિત્રો કે સ્વજનોનો પણ સમાવેશ થઈ શકે છે.
તમે પણ આ નવી સ્ટાઈલ અપનાવીને પોતાના લગ્ન, સગાઈ કે અન્ય શુભ પ્રસંગને યાદગાર બનાવી શકો છો.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ ફોટો-સફર પસંદ આવી હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.