આ છે સલમાન ખાનની ૫ સુપર ફ્લોપ ફિલ્મો – ચોથી એ તો ફ્લોપ માં પણ હદ કરી દીધેલી

બોલીવુડનાં દબંગ સલમાન ખાનની દરેક ફિલ્મ 200 કરોડથી વધુ કમાણી કરે છે. વર્ષ 2010 પછી સલમાન ખાનની બધી ફિલ્મોએ સારૂ પ્રદર્શન કર્યું છે. વર્ષ 1989માં આવેલ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ દ્વારા સલમાન ખાને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમુક હિટ અને અમુક ફ્લોપ ફિલ્મો આપી પરંતુ હવે એમની એકપણ ફિલ્મ ફ્લોપ નથી જતી. સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં હાઇપેડ અને સૌથી લોકપ્રિય એક્ટર છે. એમણે ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કર્યા છે. સલમાન ખાન ફિલ્મ અને શો કરવાનાં પૈસા ઉપરાંત એના નફામાંથી પણ કેટલોક હિસ્સો લે છે. પણ શું તમે એ જાણો છો કે સલમાન ખાનની કેટલીક એવી ફિલ્મો પણ છે કે જે એકદમ ફ્લોપ રહી હતી અને લોકોએ એને નકારી કાઢી હતી. લોકોએ આ ફિલ્મને જોઈ પરંતુ એકદમ બકવાસ રહી હતી. જે લોકોના માથા ઉપરથી બારોબાર જતી રહી હતી. ચાલો જાણીએ સલમાનની આ 5 સુપર ફ્લોપ ફિલ્મ વિશે. જો તમે સલમાન ખાનનાં સાચા ફેન હોવ તો તમને આ વિશે જાણકારી હોવી જોઈએ.

સલમાન ખાનની 5 સુપર ફ્લોપ ફિલ્મના નામ :
સલમાન ખાનની ફિલ્મ હંમેશા લોકોને સરસ મજાનું મનોરંજન પુરૂ પાડે છે પરંતુ આ 5 ફિલ્મ એવી છે કે જેણે કમાણી તો ઓછી કરી હતી ઉપરાંત દર્શકોનું માથું ફેરવી નાખ્યું હતું. લગભગ સલમાન ખાન પણ આ ફિલ્મ જોઈને પછતાંયા હશે. એમને પણ થતું હશે કે, ખરેખર ! આ મારી જ ફિલ્મ છે કે ?

(1) ચંદ્રમુખી :


વર્ષ 1993માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ચંદ્રમુખી’માં સલમાન ખાન અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની કહાની લોકોના માથા ઉપરથી બારોબાર નીકળી ગયેલ. બોક્સ ઓફીસનાં પોસ્ટરોનો ખર્ચ પણ માથે પડ્યો. ફિલ્મમાં આટલા મોટા કલાકારો હોવા છતાં ફિલ્મ ફ્લોપ રહી હતી. ફક્ત 2 કરોડની કમાણી સાથે ફિલ્મના પાટિયા ઉતરી ગયા હતા.

(2) જાગૃતિ :


વર્ષ 1992માં રિલીઝ થયેલ ફિલ્મ ‘જાગૃતિ’ લોકોની સમજણમાં જ ન આવી. સુરેશ કૃષ્ણન આ ફિલ્મના નિર્દેશક હતા. આ ફિલ્મમાં સલમાન ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મને લોકોએ બિલકુલ પસંદ ન કરી. જો કે, ફિલ્મમાં કંઈ લઈ લેવાનું નહોતું. આ સલમાનના કરિયરની સુપર ફ્લોપ ફિલ્મ હતી.

(3) એક લડકા એક લડકી :


વર્ષ 1992માં આવેલ ફિલ્મ એક લડકા એક લડકીમાં સલમાન ખાન અને નીલમ લીડ રોલમાં નજર આવ્યા હતા. ફિલ્મનું નિર્દેશન વિજય સાધનાએ કર્યું હતું. આ ફિલ્મ એકદમ ફેંકાય ગઈ હતી. ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન માત્ર 1.8 કરોડ રહ્યું હતું.

(4) મજધાર:


વર્ષ 1996માં રિલીઝ થયેલ ફિલ્મ મજેદારમાં સુનિલ દત્ત, સલમાન ખાન અને આયેશા મુખ્ય ભૂમિકામાં હતાં. ફક્ત ફિલ્મનું નામ જ મજેદાર હતું, બાકી ફિલ્મ જોઈને લોકોને બિલકુલ મજા નહોતી આવી. ફિલ્મ એકદમ ફ્લોપ રહી હતી. આ ફિલ્મે ફક્ત 1.2 કરોડનો કારોબાર કર્યો હતો. તમે કદાચ આ ફિલ્મનું નામ પણ આજે પહેલી વખત સાંભળ્યું હશે.

(5) કુરબાન:


વર્ષ 1991માં આવેલ ફિલ્મ કુરબાન ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ફિલ્મ તો ટીવીમાં પણ નથી આવતું. ફિલ્મનું નિર્દેશન દિપક બિહારીએ કર્યું હતું અને આ ફિલ્મે માત્ર 1.7 કરોડની કમાણી કરી હતી. આ સલમાન ખાનના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ હતી.

દોસ્તો, આશા રાખીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!