ભગવાન શિવની ત્રણ પુત્રીઓ પણ છે – લગભગ શિવભકતો આ માહિતીથી અજાણ હશે

હિન્દૂ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, પણ અમુક દેવી-દેવતાઓની પૂજા સૌથી વધુ થાય છે. એમાંથી જ એક દેવ છે ભોળાનાથ એટલે કે ભગવાન શિવ. ભગવાન શિવ વિશે કહેવાય છે કે, તેઓ અત્યંત ભોળા છે, પરંતુ જ્યારે એમને ક્રોધ ચડે છે ત્યારે તેઓ આખી પૃથ્વીનો સર્વનાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન શિવ પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. એમને દેવોના દેવ મહાદેવ પણ કહેવાય છે. મતલબ, દેવી-દેવતાઓ પણ એમની પૂજા કરે છે.

ભગવાન શિવની ત્રણ પુત્રીઓ પણ છે :


ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી રહેતી. ભગવાન શિવને ફક્ત એક લોટો પાણી કે એક બીલી-પત્ર દ્વારા પણ ખુશ કરી શકાય છે. ભગવાન શિવના પુત્રો ગણેશ અને કાર્તિકેય વિશે તો બધા જાણે જ છે, પણ શું તમે જાણો છો કે ભગવાન શિવની પુત્રીઓ પણ છે. જી હાં, આજે અમે તમને ભગવાન શિવની પુત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ભાગ્યે જ તમે જાણતા હશો. જાણકારી મુજબ, ભગવાન શિવની ત્રણ પુત્રીઓ છે.

ભગવાન શિવની પુત્રીઓ :

(1) અશોક સુંદરી :


ભગવાન શિવની પહેલી પુત્રીનું નામ અશોક સુંદરી છે. અશોક સુંદરીના જન્મ વિશે પદ્મ પુરાણમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે. અશોક સુંદરીનું વર્ણન ગુજરાત અને અન્ય પાડોશી રાજ્યોની વ્રતકથાઓમાં સાંભળવા મળે છે. આ કથા અનુસાર, માતા પાર્વતીની ઈચ્છાપૂર્તિ માટે દેવી અશોક સુંદરીનું સર્જન કરવામાં આવ્યું હતું. માતા પાર્વતીનું એકલાપણું દૂર કરવા માટે એમનો જન્મ થયો હતો. એમણે માતા પાર્વતીને દુઃખ-વિલાપથી મુક્ત કર્યા હતા તેથી એમનું નામ અશોક રાખવામાં આવ્યું હતું. ખૂબ જ રૂપવાન હોવાને કારણે પાછળથી એમને ‘અશોક સુંદરી’ નામ મળ્યું. શિવ પુરાણ મુજબ, અશોક સુંદરીનાં લગ્ન રાજા નહુષ સાથે થયા. અશોક સુંદરીની 100 પુત્રીઓ હતી અને તે બધી પુત્રીઓ એમની જેમ ખૂબ જ રૂપવાન હતી.

(2) જ્યોતિ :


પ્રકાશ રૂપી હિન્દૂ દેવી જ્યોતિ પણ ભગવાન શિવ અને પાર્વતીની પુત્રી છે. એમના જન્મ વિશે બે અલગ-અલગ કથા પ્રચલિત છે. પહેલી કથા મુજબ, ભગવાન શિવની ચમક (પ્રકાશ) દ્વારા જ્યોતિનો જન્મ થયો અને આ ભગવાન શિવનું જ રૂપ છે. બીજી કથા મુજબ, જ્યોતિનો જન્મ દેવી પાર્વતીનાં માથાની ચિંગારીથી થયો. પુરાણોમાં ભાઈ કાર્તિકેય સાથે પણ એમના સંવાદ સાંભળવા મળે છે. તમિલનાડુનાં ઘણા મંદિરોમાં દેવી જ્યોતિની પૂજા કરવામાં આવે છે. ભારતના ઘણા ભાગોમાં દેવી જ્યોતિની પૂજા દેવી રેકીના રૂપમાં થાય છે. ઉત્તર ભારતમાં એમની પૂજા દેવી જ્વાલાઇમુચીનાં રૂપમાં થાય છે.

(3) મનસા :


મનસા દેવીને ભગવાન શિવની ત્રીજી પુત્રી માનવામાં આવે છે. એમનો જન્મ સાપનાં ઝેરનો ઈલાજ કરવાના હેતુથી થયો હતો. એમના જન્મ વિશે કહેવાય છે કે, રાક્ષસી કદરૂ દ્વારા બનાવવામાં આવેલ મૂર્તિ સાથે જ્યારે ભગવાન શિવનાં વીર્ય (શક્તિ)નો સંપર્ક થયો ત્યારે દેવી મનસાનો જન્મ થયો. ઘણી જગ્યાએ એમની પૂજા નાગરાજ વાસુકીની બહેનનાં રૂપમાં પણ થાય છે. હરિદ્વારમાં એમનું એક પ્રખ્યાત મંદિર પણ છે. સૌથી વિશેષ વાત એ છે કે, મનસા દેવી ફક્ત ભગવાન શિવની પુત્રી છે, એમનો માતા પાર્વતી સાથે કોઈ સંબંધ નથી.

ખરેખર ! દિકરી વ્હાલનો મીઠો દરિયો હોય છે, અને કદાચ એટલે જ ભગવાન શિવ પણ આ વ્હાલથી કેવી રીતે વંચિત રહી શકે?

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ વાત ગમી હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!