શા માટે સ્મશાનયાત્રામાં ‘રામ બોલો ભાઇ રામ’ બોલવામાં આવે છે? આ છે કારણ

જીવ માત્ર શું છે? આત્માનું ખોળિયું જ કે બીજું કંઇ? વાત સત્ય છે. જીવ પરમ બ્રહ્મનો જ એક અંશ છે. જેનામાં આત્મા વસે છે તે જીવ. આ સાદી ફિલોસોફી તો સર્વ માટે જાણીતી છે. જીવ આવ્યો છે બ્રહ્મના એક અંશરૂપે. આખરે એને ભળવાનું પણ છે બ્રહ્મમાં જ!

સંસારની અવિરત ચાલતી ગતિમાંથી માણસ એટલું તો જાણી શક્યો હશે, અનુભવી શક્યો હશે કે અહીં કશું જ શાશ્વત નથી; સિવાય કે આત્મા. આત્માએ બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપેલ બ્રહ્મનો અંશ છે. માણસને ખ્યાલ જ છે કે, અહીઁથી તેની સાથે કંઇ જ આવવાનું છે નહી. પોતાની હરેક ઇચ્છા પાછળ તે આંધળો બનીને દોડે છે અને છેવટે મૃત્યુ નજીક આવતાં એને ખરી તત્ત્વજ્ઞતાનું ભાન થાય છે. પણ ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હોય છે!

માણસની અંતિમયાત્રા દરમિયાન સાથે ચાલતા ડાઘુઓના મુખમાંથી “રામ બોલો ભાઇ રામ!”નો નાદ સંભળાતો હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે ખરૂં કે આખરે શા માટે ‘રામ’ શબ્દ બોલવામાં આવે છે? બીજું કંઇ નહી અને માત્ર રામ જ કેમ? ઉદ્ભવ્યો હશે કદાચ આ પ્રશ્ન. આજે જાણી લો શા માટે આવું કરવામાં આવે છે :

આ કારણ છે ‘રામ બોલો ભાઇ રામ!’ પાછળનું –

જ્યારથી સંસારમાં વિષ્ણુના અવતાર અને પરમ પરમેશ્વર, અનન્ય પુરુષોત્તમ એવા પ્રભુ શ્રીરામ અવતર્યા તે દિવસથી માણસને દિશા મળી. એક સરળ શબ્દ અને જાણે ત્રિભુવન તારણહાર એની મદદે આવે એવી અનુભુતિ થવા લાગી. આ શબ્દ એટલે “રામ”!

દુનિયાના કોઇ પણ શબ્દમાં “રામ” જેટલી તાકાત નથી એ નોંધી લેશો. ‘રામ’….બોલવામાં તો એકદમ સરળ છે આ શબ્દ અને આપણે વારેવારે ક્યારેક ખબર વિના પણ બોલી નાખીએ છીએ પણ કો’ક દિવસ એકલાંમાં તદ્દન શાંત બેસીને ધીરેથી “રામ…..” બોલજો. અને પછી જોજો આ શબ્દ કેટલી તાકાત ધરાવે છે…!

‘રામ’ શબ્દ જ સંસારરૂપી સમંદરમાંથી જીવમાત્રની નાવને તારવાની તાકાત ધરાવે છે. આ એ શબ્દ છે જેની તાકાતે પાણીમાં પથ્થરા તરે છે. કહેવાય છે કે, ‘રામ’ કરતાં ‘રામ’નું નામ વધારે તાકાત ધરાવે છે…!!

માણસની હરેક મુસીબતનો ઇલાજ છે આ નામ. ‘રામ નામ સત, જગત સબ સપના…!!” માણસ પરમ સિધ્ધીની શોધમાં ગમે અટલો ભટકે, છેવટે એને ભાન થઇ જ જાય છે કે રામનામમાં જેટલી તાકાત છે, જે પરમ બ્રહ્મનો સારાંશ છે તે વિશ્વમાં ક્યાંય નથી!

અને આથી જ માણસને રામનામનો જાપ કરવાનું કહેવામાં આવે છે. પણ દુનિયાદારીની દોડમાં કામ-ક્રોધ-મદ-મોહમાં અંધ બનેલો માણસ આખી જીંદગી તો ક્યાંથી આ નામનું મહત્ત્વ સમજે!? એ પરમ સત્યને પામવાનો એની પાસે સમય અથવા કહો કે રસ જ ક્યાં છે?

છેવટે ડાઘુઓ સ્મશાનયાત્રામાં એમના જીવને પરમ શાંતિ મળે, સ્વર્ગસુખ મળે એવી કામના માટે “રામનામ” બોલે છે. આથી મૃતકના જીવને શાંતિ મળે એવું માનવામાં આવે છે. આખી જીંદગી નામ ન લેનારને આખરે ડાઘુઓ જ યાદ કરાવે છે કે, સત્ય તો આ જ છે…!!

રામ નામ સત્ય હૈ!

બોલો ભાઇ…રા…મ!

Leave a Reply

error: Content is protected !!