35 વર્ષથી માત્ર પીળા કલરના કપડાં પહેરી રહ્યો છે આ વ્યક્તિ કારણ જાણીને તમારી આંખ પણ છલકાઈ ઉઠશે
આમ તો દુનિયા અજાયબીઓથી ભરેલી છે. પરંતુ અમુક અજાયબીઓ એવી હોય છે. જેના વિશે જાણીને વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે. આ દુનિયામાં અનેક લોકોના શોખ પણ કોઇ અજાયબીથી કમ નથી. સામાન્ય રીતે કોઈને ગીત સાંભળવાનો શોખ હોય છે તો કોઈને છત્રી લઈને ચાલવાનો શોખ એટલે કે જેટલા લોકો એટલા જ અવનવા શોખ.
અમે આજે તમને આવા જ એક વ્યક્તિની વાત કરીશું, જેનું નામ છે યલો મેન એટલે કે પીળો વ્યક્તિ. હવે આ વ્યક્તિને ‘યલો મેન’ કેમ કહેવામાં આવે છે તેનું ખાસ કારણ છે. જે જાણીને તમારી પણ આંખ આંસુથી છલકાઈ ઉઠશે.

35 વર્ષથી માત્ર પીળા રંગનાં કપડાં પહેરે છે અબૂ :
૩૫ વર્ષથી માત્ર પીળા રંગના કપડા પહેરતાં અબૂના ઘરનો કલર પણ પીળો જ છે. તે હંમેશા પીળા રંગમાં જોવા મળે છે. ટોપીથી લઈને બૂટ સુધી તમામ વસ્તુ પીળા રંગની જ પહેરે છે. ઘણી વખત તેમને છત્રી લઈને પણ જતા જોયો છે અને તેનો કલર પણ પીળો જ હોય છે ! પરંતુ તેના પીળા રંગના પ્રેમ પાછળ એક અલગ જ વાર્તા છુપાયેલી છે.
આ કારણથી પહેરે છે પીળો રંગ :
અબૂને હંમેશા પીળા રંગના કપડામાં જ જોતા લોકો તેને ઘણી વખત આનું કારણ પણ પૂછતા હોય છે તો તેમનો જવાબ હોય છે કે પીળો રંગ પ્રેમનું પ્રતિકરૂપ હોય છે. એટલા માટે તે હંમેશા પીળા રંગના કપડા પહેરે છે. તેમનું માનવું છે કે પીળા રંગના કપડા પહેરીને તે લોકો સુધી પ્રેમનો સંદેશો પહોંચાડે છે અને તેનાથી લોકો વચ્ચે પ્રેમની ભાવના વધે છે. આ જ કારણ છે તેમના પીળા રંગના કપડાં અને પીળા રંગના ઘરનું !
કદાચ આને જ પ્રેમ કહેવાય :
અબુનું કહેવું છે કે તેઓ પીળા રંગ સિવાય બીજા કોઈ પણ રંગ પ્રત્યે આકર્ષણ નથી. બીજા તમામ રંગો તેમને ફીકા લાગે છે. અબુનું કહેવું છે કે તેઓ જ્યારે રસ્તા પર નીકળે છે તો લોકો તેમના સામે જોઈને સ્માઇલ આપે છે અને ત્યારે તેમને લાગે છે કે આ જ પ્રેમ છે. સાથે જ અબુ કહે છે કે અનેક લોકો મારા પર હસતા પણ હોય છે પરંતુ મને તો તે પણ સારું લાગે છે કારણ કે હું તેમના હાસ્યનું કારણ તો બનું છું અને બસ હું આને જ પ્રેમ માનું છું.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ ગમી હોય તો જરૂર શેર કરજો.