આ મહિલાને ડોક્ટર કહેવા કે માણસાઈનું પ્રતીક ! પુત્રીના જન્મ પર ફી જ નથી લેતા

આજના આધુનિક યુગમાં પણ અનેક લોકો એવા છે જે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે અસમાનતા ની દીવાલ ઉભી કરે છે દીકરીઓને જ્યાં માતા પિતા બહુ જ માનવામાં આવે છે તો દીકરાઓને ઘરના વારસ તરીકે પુજવામાં આવે છે જોકે આજની દીકરીઓ દીકરાઓથી કોઈ મામલે ઓછી ઊતરતી નથી અને તમામ પ્રયત્નો કરીને પોતાની અલગ ઓળખ ઊભી કરે છે તેમ છતાં આજ કાલના અખબારોમાં દીકરીઓ સાથે થતા અત્યાચારને લગતા સમાચાર સાંભળીને હૃદય કંપી ઊઠે છે. આજે પણ અનેક લોકો દીકરીને ગર્ભમાં જ મારી નાખે છે પરંતુ આવા જ અનેક લોકો એવા છે જેમનો જીવ તેમની દીકરીઓમાં વસેલો હોય છે અને તે લોકો જ દીકરીઓને પોતાની દરેક ખુશીઓ નું કારણ સમજે છે.

દીકરીઓ ને ભગવાનની અમૂલ્ય ભેટ માનીને તેમનો દિલથી સ્વીકાર કરવો જોઈએ પરંતુ અનેક લોકો આ વરદાનની કદર કરવાનું ભૂલી જાય છે ત્યારે એક એવી મહિલા ડોક્ટર નો કિસ્સો સામે આવ્યો છે. જે દીકરી ના જન્મ પર મીઠાઈરૂપી ખુશીઓ નું વિતરણ કરે છે આ ડોક્ટરનું નામ શિપ્રા ધર છે જે પોતાના નર્સિંગહોમમાં દિકરીઓના જન્મ પર તમામ લોકોનું મીઠાઈ વડે મોં મીઠું કરે છે એટલું જ નહીં જે મહિલા ને દીકરી નો જન્મ થાય છે તેમની ફી પણ નથી લેતી આ કળિયુગમાં માણસ તરીકે જન્મ લેનાર લોકો ભગવાનના રૂપમાં પૂજી રહ્યા છે

સ્ત્રીભૃણ હત્યા વિરુદ્ધ અનોખી મુહિમ :

ડોક્ટર શિપ્રા ધરે બીએચયુમાંથી એમ.બી.બી.એસ અને એમ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં તે વારાણસીના પહાડિયા નામના વિસ્તારમાં એક નર્સિંગ હોમ ચલાવી રહી છે. આ નર્સિંગ-હોમમાં તેમણે સ્ત્રીભ્રુણ હત્યાનો વિરોધ કરવા માટે એક ખાસ મુહીમ શરૂ કરી છે. જેને અંતર્ગત દીકરીનો જન્મ થાય તેની ખુશીમાં અને લોકોમાં જાગૃતતા આવે, તે હેતુસર તેઓ પુરા નર્સિંગ હોમમાં મીઠાઈનું વિતરણ કરે છે સાથે જ દીકરીઓના જન્મને વધાવવા માટે જેમના ઘરે દીકરી નો જન્મ થયો હોય તેમની પાસેથી ફી પણ નથી લેતા.

આજે પણ અનેક દીકરીઓને બોજ માનવામાં આવે છે :

ડોક્ટર શિપ્રા અનુસાર આજે પણ લોકોમાં દીકરીઓને લઇને નકારાત્મક વિચારો મોજુદ છે. અમુક પરિવારો એવા પણ છે જ્યાં દીકરીનો જન્મ થાય તો ઘરના લોકોના ચહેરા પરથી ખુશીની જગ્યાએ દુઃખની લાગણીઓ છવાઈ જાય છે એટલું જ નહીં અમુક લોકો પોતાની ગરીબીને લીધે પણ દિકરીઓના જન્મ પર રડવા લાગે છે. આ વિચારને બદલવા માટે દિવસ-રાત પ્રયત્નો કરી રહી છે. જેથી લોકો દીકરીઓને બોજ સમજવાને બદલે દીકરાઓ ની જેમ જ તેમનો સ્વીકાર કરે.

મોદી પણ થઈ ચૂક્યા છે ઈમ્પ્રેસ :

આ મહિલા તબીબ પોતાના નર્સિંગ-હોમમાં સો દીકરીઓના જન્મ કરાવી ચૂક્યા છે. જેમની તેમણે કોઈ પણ ફીઝ લીધી નથી. એટલું જ નહીં દિકરીઓના જન્મ પર તેઓ બેડ ચાર્જ પણ નથી લેતા. જ્યારે તેમના નર્સિંગ હોમ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ થઈ ત્યારે તેઓ પણ ઘણા જ પ્રભાવિત થયા હતા.

થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન મોદી વારાણસી ગયા ત્યારે તેઓ ડોક્ટર શિપ્રાને મળવા માટે ગયા હતા. તેમણે પોતાના સંબોધનમાં તેમનો ઉલ્લેખ કરીને તમામ ડોકટર ને આહવાન કર્યું હતું કે તેઓ દર મહિનાની નવમી તારીખે જન્મ લેનાર દિકરીઓની કોઈપણ ફિસ ન લે અને તેનાથી ‘બેટી પઢાઓ’ની મુહીમને બળ મળશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!