Mojemoj.com

Best Gujarati Blog

આધારમાં હવે નામ અને સરનામું અપડેટ કરવા અધધ આટલો ચાર્જ લાગશે

મિત્રો તમને ખબર જ છે અત્યારે આધારા કાર્ડની દરેક જગ્યાએ જરૂર પડે જ છે. જે તમારા માટે ઓળખાણપત્રની સાથે જ રહેઠાણનો પણ આધાર પુરાવો બની ગયું છે. અને હા સરકારની બધી યોજનાઓનો ફાયદો લેવામાં પણ આધાર કાર્ડની જરૂર પડે જ છે. હાલમાં આધાર કાર્ડનું મહત્વ વધતું જ જાય છે. જયારે UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે. સરકારના એક જાહેરનામા બાદ UIDAIએ આ નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરીથી કોઈ પણ પ્રકારના નવા ફેરફાર માટે નવા દરે પેમેન્ટ કરવાનું રહેશે જે પહેલા બિલકુલ મફત હતું.

મિત્રો UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દર નીચે મુજબ છે

હવે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે રૂ.100 દેવાના રહેશે. આ ઉપરાંત, સરનામું અને ફોન નંબર બદલવા માટે રૂ.50નો ચાર્જ લાગશે. અગાઉ આ કામ માટે માત્ર રૂ.30નો ચાર્જ લેવાતો હતો. આ ઉપરાંત e-KYC માટે રૂ.30 ચૂકવવાના રહેશે. જો તમે આધાર કાર્ડની A4 સાઈઝના પેપરની રંગીન પ્રિન્ટ કરાવો છો તો તમારે રૂ.30 ચૂકવવા પડશે. આ સાથે જ UIDAIએ જણાવ્યું છે કે, તેના કરતાં વધુ ફી લેવી પણ ગેરકાયદે ગણાશે. જેની નોંધ તમામે લેવી.

જયારે નવા આધાર કાર્ડની નવી નોંધણી કરવા માટેની રકમમાં પણ વધારો કરાયો છે. 1 જાન્યુઆરી, 2019 પહેલા આધાર કેન્દ્ર પર કોઈ પણ જાતના ફેરફાર માટે રૂ.50 જ ચૂકવવા પડતા હતા. હવે તેને વધારીને રૂ.100 નો દર કરવામાં આવ્યો છે.

વર્તમાનમાં આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર અને નવું બનાવવા માટે તમામ બેન્કો અને પોસ્ટ ઓફિસને જવાબદારી સોંપવામાં આવેલી છે. સરકારના દર વધારાના આ નિર્ણયથી બેન્કો અને પોસ્ટ ઓફિસને ઘણો ફાયદો થશે. અગાઉ ગ્રામ્ય સ્તરે કોમન સર્વિસ સેન્ટરની રચના કરવામાં આવી હતી અને અહીં જ આધાર સંબંધિત તમામ કામ કરવામાં આવતા હતા.

UIDAI દ્વારા ગામડામાં ખોલવામાં આવેલા આ સેન્ટર પરની સુવિધા બંધ કરવામાં આવી છે. તાજેતરમાં જ પુરા થયેલા શિયાળુ સત્રમાં આઈટી સંબંધિત સ્થાયી સમિતિના ચેરમેન અનુરાગ ઠાકુરે રવિશંકર પ્રસાદને પત્ર લખીને ગ્રામ્ય સ્તરના સેન્ટર ફરીથી શરૂ કરવા માટે વિનંતી કરી હતી.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!