Mojemoj.com

Best Gujarati Blog

દરેક સાસુને એક આદર્શ વહુ જોઈતી હોય છે 😘 – આ રહી આદર્શ વહુ બનવાની ટિપ્સ 😅

જમાનો 19મી સદીનો હોય કે 21મી સદીનો એક વસ્તું એવી છે કે જેમાં આજે પણ ફેરફાર નથી થયો. એ વસ્તુ છે આદર્શ વહુ શોધવાનું કાર્ય. છોકરીઓની આઝાદીમાં બદલાવ આવ્યો છે, પરંતુ લોકોને આજે પણ સીધી-સાદી વહુ જોઈએ છે. અમે તમને એવું નથી કહેતા કે આખો દિવસ ઘૂંઘટમાં કે માથું ઝુકાવીને રહો, પણ કેટલીક એવી ટીપ્સ છે કે જેને અપનાવીને તમે આદર્શ વહુ બની શકો છો. દરેક માતા-પિતા ઇચ્છતા હોય છે કે જ્યારે એની દિકરી લગ્ન કરીને સાસરિયે જાય ત્યારે એના વખાણ થાય. આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ જણાવીશું કે જેના વડે તમે તમારી જીંદગીને સરળ બનાવી શકો છો.

સ્પષ્ટ વાત કરવી :


લગ્ન પછી છોકરીની જવાબદારી વધી જાય છે. હવે તેણીને ફક્ત એક ઘર નહીં પણ બબ્બે ઘર સાંભળવાના હોય છે. સાસરિયામાં તમને પીયરની યાદ આવશે, પણ એનો મતલબ એવો નથી કે તમે તમારા સાસરિયા પક્ષને એકદમ ભૂલી જાવ. પોતાના સાસુ-સસરા અને પતિ સાથે આ વિશે ચર્ચા કરો. એમને પૂછો અને જણાવો કે આપણાં ઘરની સાથોસાથ હું મારા પીયરનું ધ્યાન રાખવા માંગુ છું. આમ કરવાથી કોઈને ખોટું પણ નહીં લાગે અને તમે ખુશ રહી શકશો.

સગા-સંબંધીઓને મીઠો આવકાર આપો :


પોતાના પરિવારવાળાને તમે ઘરે બોલાવો એમની સાથે સમય વિતાવો એમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ગૃહસ્થ જીવનની જવાબદારી બરાબર સંભાળી શકો છો. ઉપરાંત તમારા દેર-દેરાણી, જેઠ-જેઠાણી અને નણંદને પણ મીઠો આવકાર આપો. મહિનામાં એક વાર આખા પરિવાર સાથે ભોજન લો.

ચુગલી ન કરો :


સાસરિયું તમારા માટે નવું છે એટલે એ વાત તો નક્કી કે અહીંયાનાં તૌર-તરીકા એકદમ અલગ હશે, શરૂઆતમાં થોડી મુશ્કેલી પડે પણ એનો મતલબ એવો નથી કે તમે પિયરવાળાને દરેક વાતની ચુગલી કરો. પોતાની મેટર જાતે સોલ્વ કરો. પોતાના માતા-પિતાને વારંવાર ફરિયાદ ન કરવી. કોઈ પ્રોબ્લેમ હોય તો પતિ અથવા સાસુને જણાવો. દરેક સમસ્યાનું હલ છે સંવાદ-ચર્ચા.

હળીમળીને સુખની વહેંચણી :


નવા ઘરમાં સેટ થતા થોડો ટાઈમ લાગે પણ બધા સાથે હળીમળીને રહેવાથી ખૂબ ફાયદો થાય છે. પરિવાર સાથે સમય વિતાવવા માટે પીકનીક પાર્ટીનું આયોજન કરો. પરિવાર સાથે ખુશીઓ વહેંચો. આમ કરવાથી અંતર ઓછું થશે અને તમારી સાથે તેઓ પણ ખૂબ જલ્દી ભળી જશે. એમને પોતાનો પરિવાર જ સમજો.

મર્યાદા જાળવો :


સાસરિયે આવ્યા પછી પિયરનો મોહ ઓછો કરી નાખવો જોઈએ. વાર-તહેવારે પિયર જઈએ એ બરાબર છે. સાસુ-સસરા અને ઘરના વડીલોને માન-સન્માન આપીએ. હવે તમારે બન્ને પરિવારોનું ધ્યાન રાખવાનું છે એટલા માટે તમારી સીમા અને મર્યાદાનું વિશેષ ધ્યાન રાખવું. જો તમે પણ આ રીતે બધા સાથે હળીમળીને આનંદથી રહેશો તો તમારૂ સાસરિયું તમારુ થઈ જશે અને તમે આદર્શ વહુ બની જશો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ જીવન ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!