અંતે રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત, રાજકોટમાં ૨૦૦ કરોડના ખર્ચે AIIMS બનશે

ઘણા ઇફ્સ અને બટસ પછી આખરે સૌરાષ્ટ્રના રાજકોટને એઇમ્સ ની ફાળવણી કરવામાં આવી છે રાજકોટના ખંડેરી નજીક AIIMS બનશે સાથે સાથે અહીં એક રિસર્ચ સેન્ટર પણ બનાવાશે એવું વિગતમાં મળી આવેલ છે. એઈમ્સની અંદર તમામ પ્રકારના રોગોની સારવાર મળશે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને એઇમ્સ માટે ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે આપવામાં આવશે.

આ જાહેરાત આજે સાંજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા કરાઈ છે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે AIIMS ક્યા બનાવી તે અંગે એક કમિટીએ વડોદરા અને રાજકોટની મુલાકાત લઇ તપાસ કરી હતી રાજ્ય સરકારે પણ વડોદરા અથવા તો રાજકોટમાં AIIMS બનાવવાની ભલામણ કરી હતી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે રાજકોટને આપવાનો નિર્ણય કર્યો છે.

જેમાં રૂપિયા 12૦૦ કરોડના ખર્ચે ખંડેરી નજીક રાજકોટ જામનગર રોડ પર AIIMS બનશે એવું સરકાર વતી નીતિન પટેલ સાહેબે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને તાજેતરમાં પણ અપીલ કરાઇ હતી કે ગુજરાતને શક્ય એટલી ઝડપથી AIIMS આપવામાં આવે હવે મજૂરી પડતાં જ તેનું કામ ખૂબ જ ઝડપથી આગળ ધપાવાશે.

અત્રે નોંધનીય છે કે હજુ બે દિવસ પહેલા જ મધ્યગુજરાતના આઠથી વધુ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ને રૂબરૂ મળીને વડોદરાને એઈમ્સ આપવામાં આવે એવી માગણી કરી હતી તેમજ એક પત્ર પણ આપ્યો હતો વીસ-પચ્ચીસ મિનિટ ની ચર્ચા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ધારાસભ્યોને ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના ધારાસભ્યો ની લાગણી રજૂ કરશે પરંતુ બે દિવસ બાદ જ રાજકોટને AIIMS આપવાની સત્તાવાર જાહેરાત કરી દેવાતા મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યો મા રોસ અને નારાજગી જોવા મળે છે અત્રે નોંધનીય છે કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા સૌરભ પટેલ અને જીતુ વાઘાણી એ પણ રાજકોટને AIIMS મળી ગઈ છે એવી જાહેરાત કરી હતી.

આ એઈમ્સમાં નવી મેડીકલ કોલેજ શરૂ થવા સાથે નવા તબીબોની તબીબી સેવાઓ પણ મળશે. આ એઈમ્સમાં ૨૦ સુપર સ્પેશ્યાલીટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર સહીત કનિદૈ લાકિઅ ઓપરેશનનો પણ થઇ શકાશે. આ એઈમ્સમાં બનનારી નવી મેડીકલ કોલેજમાં એમબીબીએસની ૧૦૦ તેમજ બીએસસી-ર્નસિંગની ૬૦ બેઠકો મળશે. જયારે ૭૫૦ બેડ સાથે ૧૫૦૦ કનિદૈ લાકિઅ દર્દીઓની ઓપીડીનો અકિલા દર્દીઓને લાભ મળશે. એઈમ્સમાં ન્યૂરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, બાયપાસ, ની રીપ્લેસમેન્ટ, પેડીયાટ્રીક સર્જરી, કનિદૈ લાકિઅ ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળશે. આ એઈમ્સના કારણે અકીલા સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લાના દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ કનિદૈ લાકિઅ મળશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જીલ્લાનો સમાવેશ થાય કનિદૈ લાકિઅ છે. એઇમ્સની લીલીઝંડીને લઇ સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ અને તેની આસપાસના પંથકોના પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.

Leave a Reply

error: Content is protected !!