એન્ડ્રોઇડ ફોનની જેમ હવે એન્ડ્રોઇડ ટીવી કિંમત માત્ર 4999/-

આજના સમયમાં સ્માર્ટફોન નું ચલણ વધી રહ્યું છે તે જ રીતે હવે સ્માર્ટ ટીવી નો જમાનો આવી રહ્યો છે. સ્માર્ટ ટીવી જોઈ શકવાની સાથે તેમાં અનુકૂળતા અનુસાર પોતાને ગમતી એન્ટરટેઇનમેન્ટ બ્રાઉઝિંગ પણ પણ કરી શકાય છે. ગ્રાહકોની આ માંગને ધ્યાનમાં રાખીને અનેક ટીવી બ્રાન્ડ હવે સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. આ તકને ઝડપી લેવા માટે અમુક બ્રાન્ડ અત્યંત સસ્તા સ્માર્ટ ટીવી લોન્ચ કરી રહી છે. જેમાંની એક બ્રાન્ડ છે સેમી ઇન્ફોર્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ.

આ ભારતીય બ્રાન્ડ સમગ્ર દેશના સ્માર્ટ ટીવીના માર્કેટને કબજે કરવા માટે પૂર્ણ રીતે સજ્જ છે. આ કંપનીએ તમામ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે સ્માર્ટ એન્ડ્રોઇડ એલઈડી ટીવી લોન્ચ કર્યું છે.

સૌથી સસ્તુ સ્માર્ટ ટીવી :

સેમી ઇન્ફર્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં 30 ઇંચ સ્માર્ટ એલીડી ટીવી લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગનું નવી દિલ્હી સાક્ષી બન્યું છે. આ સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવીની કિંમત માત્ર 4,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત સ્માર્ટ ટીવીના માર્કેટમાં સૌથી સસ્તી છે.

આ ટીવીની યુએસપીની વાત કરીએ તો આ ટીવી વાઈ-ફાઈથી સજ્જ છે અને તમારા સ્માર્ટફોનની સ્ક્રિન તમે ટીવી પર જોઈ શકો તે માટે સ્ક્રીન મિરર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એચડી રીઝોલ્યુશન હોવાને લીધે પિકચરની ક્વોલિટી પણ ક્રિસ્ટલ ક્લિયર હશે.

આજે લોન્ચ થયેલું આ ટીવી તેની કિંમતને લીધે સ્માર્ટ ટીવીના માર્કેટમાં હરિયાળી ક્રાંતિ ઊભી કરશે. આ ટીવી સંપૂર્ણ રીતે ભારતમાં જ બનેલું છે. આજે લોન્ચ થયેલા આ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવીમાં બીજી અનેક પણ ઘણા ફીચર્સ આપવામાં આવેલા છે. માત્ર 4,999ની કિમતનું આ ટીવી અન્ય કંપનીઓ માટે પડકારરૂપ બનશે.

 

Leave a Reply

error: Content is protected !!