આ કારણથી બાળક ગર્ભમાં લાતો કેમ મારે છે – આવુ કારણ વિચાર્યું પણ નહિ હોય

જ્યારે તમે કોઈ ગર્ભવતી સ્ત્રીને પૂછશો કે, તમારા ગર્ભમાં રહેલ બાળક લાત મારે ત્યારે તમને કેવું લાગે છે? તો લગભગ દરેક માતાનો જવાબ હશે કે – ” મારૂ બાળક મને લાત નથી મારતું, એ તો મને ગળે ભેટી પડવાની કોશિશ કરે છે”. કહેવાય છે કે જ્યારે બાળક પહેલીવાર પેટમાં કીક મારે એનો મતલબ એવો થાય છે કે, તે માતૃત્વની દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે.

આખરે ! બાળક ગર્ભમાં લાતો કેમ મારે છે?


કોઈપણ સ્ત્રી માટે પહેલી વખત માતા બનવાનો અનુભવ ખૂબ જ ખાસ હોય છે. આ એવી ક્ષણ છે કે જેને સ્ત્રીઓ કોઈ દિવસ નથી ભૂલતી. આ 9 મહિના દરમિયાન તેણીને પોતાની અંદર એક જીવને જન્મ આપવાની તાકાતનો અહેસાસ થાય છે. જેમ-જેમ ગર્ભમાં રહેલ ભ્રુણ આકાર બદલે તેમ-તેમ માં બનવાનું સુખ વધતું જાય છે. આ સુખદ અહેસાસ એ સમયે વધી જાય છે જ્યારે બાળક પહેલી વખત પેટમાં લાત મારે છે. આ અનુભવ પ્રત્યેક ગર્ભવતી સ્ત્રીને થાય છે. પણ, આ વસ્તુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, બાળક ગર્ભમાં લાતો કેમ મારે છે? આના પાછળ આ કારણો હોય છે. ચાલો જાણીએ….

પહેલું કારણ :


બાળક દ્વારા પેટમાં લાત મારવાનો મતલબ એ થાય છે કે બાળકનું સ્વાસ્થ્ય એકદમ બરાબર છે. જ્યારે બાળક એકદમ તંદુરસ્ત હોય અને વ્યવસ્થિત વિકાસ થઈ રહ્યો હોય ત્યારે જ તે પેટમાં લાત મારે છે.

બીજું કારણ :


બીજું કારણ એ છે કે ગર્ભવતી મહિલાઓના કહેવા મુજબ, ભોજન કર્યા બાદ બાળકનું હલનચલન વધી જાય છે અને તે લાત મારવાનું શરૂ કરી દે છે, મતલબ બાળકને પણ આહાર મળે છે.

ત્રીજું કારણ :


માતા જ્યારે ડાબા પડખે ફરીને આરામ કરતી હોય ત્યારે બાળકની લાત મારવાની સંખ્યા વધી જાય છે. આના પાછળનું કારણ એ છે કે માતા ડાબા પડખે સુવે એટલે ભ્રુણમાં રક્તનું પ્રમાણ વધી જાય છે, જેથી બાળક હલનચલન કરવા લાગે છે.

ચોથું કારણ :


બાળકને જ્યારે બહારનાં વાતાવરણનો અનુભવ થવા લાગે ત્યારે તે તરત જ પોતાની પ્રતિક્રિયા સ્વરૂપે લાત મારે છે.

પાંચમું કારણ :


જ્યારે બાળકને પૂરતા પ્રમાણમાં તાજો ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતો હોય ત્યારે તે વધુ લાતો મારે છે. તેથી જ્યારે બાળકનું હલનચલન ઘટી જાય ત્યારે ગર્ભવતી સ્ત્રીઓએ થોડી તાજી હવા લેવી જોઈએ અને હાલચાલ પણ કરવું જોઈએ.

છઠ્ઠુ કારણ :


ગર્ભમાં રહેલ બાળક જ્યારે નવ અઠવાડિયાનું થાય ત્યારે પેટમાં લાત મારવાનું શરૂ કરી દે છે. જે સ્ત્રીઓ બીજી વખત માતા બનવાની હોય એમનામાં આ અવધિ 13 અઠવાડિયાની હોય છે.

મિત્રો, બાળકની લાતો મારવાનું કારણ કોઈપણ હોય પણ એ અનુભવ તો ફક્ત માતા જ સમજી શકે. મમ્મીને તો આ લાતો પણ મીઠી લાગે. પ્રથમ વખત માતા બનતી સ્ત્રીઓ માટે સૌથી સુખદ અહેસાસ એટલે બાળકની પહેલી લાત.

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!