પોતાની આત્મકથા બનાવવા માટે આ હસ્તીઓએ લીધી આટલી ફી, કોઈએ 60 કરોડ તો કોઈએ એક રૂપિયો

આજકાલ બોલિવૂડમાં આત્મકથા બનાવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આજના સમયમાં કોઈ પણ ડાયરેક્ટર કોઈ એક પ્રખ્યાત વ્યક્તિની પસંદગી કરે છે અને તેમના ઉપર આત્મકથા બનાવી નાખે છે અને આ એક ફિલ્મ સફળ બનાવવાનો શ્રેષ્ઠ કિમીયો છે. દર્શકો પણ જાણીતી વ્યક્તિની આત્મકથાને ખૂબ પસંદ કરે છે.

બોલિવૂડમાં અત્યાર સુધીમાં અનેક જાણીતી હસ્તીઓ ઉપર આત્મકથા બની ચૂકી છે. આત્મકથામાં તેમના જીંદગીના સંઘર્ષ મહત્વની વાતો વણી લેવામાં આવે છે. એટલું જ નહીં તેમના જીવનના દરેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કોઈ પણ ડાયરેક્ટર એમ જ જાણીતી હસ્તી પર આત્મકથા બનાવી ન શકે.

ડાયરેક્ટરે આ માટે જે તે વ્યક્તિની મંજૂરી લેવી પડે છે અને સાથે જ તેમને મોટી રકમ પણ ચૂકવી પડતી હોય છે. કોઈક વ્યક્તિ કરોડો રૂપિયા વસૂલે છે તો કોઈ ફ્રીમાં જ પોતાની આત્મકથા માટે મંજૂરી આપી દેતાં હોય છે. આજે આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે કઈ વ્યક્તિએ પોતાની આત્મકથા બનાવવા માટેની મંજૂરી પેટે કેટલા રૂપિયા લીધા હતા.

મેરી કોમ :

મેરી કોમ ભારતની જાણીતી છે મહિલા બોક્સર છે. તેની જિંદગી પર બનાવવામાં આવેલી ફિલ્મનું નામ પણ મેરી કોમ જ હતું. જેમાં મેરી કોમનું પાત્ર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ભજવ્યું હતું. મેરી કોમે પોતાની આત્મકથા રજૂ કરવા માટે પ્રોડ્યુસર પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરી હતી અને પ્રોડ્યુસરે તેમની આ માંગ પૂરી પણ કરી હતી.

મહેન્દ્રસિંહ ધોની :

ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર પણ એક ફિલ્મ રજૂ થઈ હતી. જેનું નામ હતું ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી હતું. આ ફિલ્મ મહેન્દ્રસિંહનું પાત્ર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મ માટે મહેન્દ્રસિંહ ધોનીએ પ્રોડયુસર પાસેથી 60 કરોડ રૂપિયા ફી વસૂલી હતી.

મિલ્ખા સિંહ :

મિલ્ખા સિંહ ભારતના એક વખતના જાણીતા એથલીટ હતા. તેમણે પોતાની આત્મકથા બનાવવા માટે પ્રોડ્યુસર પાસેથી માત્ર એક રૂપિયો જ લીધો હતો. મિલ્ખા સિંહ ઉપર બનાવેલી ફિલ્મનું નામ ‘ભાગ મિલ્ખા ભાગ’ હતું. આ ફિલ્મમાં તેમનો રોલ અભિનેતા ફરહાન અખ્તરે નિભાવ્યો હતો.

સચિન તેંડુલકર :

સચિન તેંડુલકરે ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. સચિનની જિંદગી પર ફિલ્મ બનાવવા માટે તેમણે પ્રોડ્યુસર પાસેથી ૪૦ કરોડની રકમ વસુલી હતી. ફિલ્મમાં તેમણે ખુદ જ અભિનય કર્યો હતો. તેમની ફિલ્મનું નામ હતું ‘સચિન : અ બિલીયન ડ્રિમ્સ’

મહાવીર સિંહ ફોગટ:

ફિલ્મ ‘દંગલ’ બોલિવૂડની સૌથી મોટી સફળ ફિલ્મ હતી. આ ફિલ્મ જાણીતા પહેલવાન મહાવીર સિંહ ફોગટ પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમની દીકરી ગીતા ફોગટ અને બબીતા ફોગટની કહાની પણ વણી લેવામાં આવી હતી. આ ફિલ્મ માટે તેમને 80 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

સંજય દત્ત:

તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘સંજુ’ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ અભિનેતા સંજય દત્તની આત્મકથા છે. આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર રણબીર કપૂરે બખૂબી ભજવ્યું હતું. આ ફિલ્મ માટે ડાયરેક્ટ રાજકુમાર હીરાણીએ સંજય દત્તને 10 કરોડ રૂપિયાની ફી ચૂકવી હતી.

Leave a Reply

error: Content is protected !!