પાકિસ્તાન ને થરથર કમ્પાવતું મોદીનું રૂપ – હજીરા વિડીયોની સોશિયલ મીડિયામાં ધૂમ

શનિવારના રોજ આજે હજીરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી L&Tના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહી તેમનો એક અલગ જ  અંદાજમાં જોવા મળ્યા હતા અને વાયરલ પણ થઇ ગયો. ભારત પાકિસ્તાનની સરહદ પર હમણાં છેલ્લાં કેટલાંય સમયથી પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવામાં આવેલી આ તોપ સરહદ પર સેનાના જવાનોનું બળ વધારશે અને દુશ્મન દેશને જવાબ આપી શકાશે.

એકતરફ વિપક્ષ કોલકત્તામાં એકજૂથ થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા અને ઠીક એ જ સમયે જ દેશના બીજા છેડે એટલે કે ગુજરાતના હજીરામાં પીએમ મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. અહીં લાર્સન એન્ડ ટુબ્રોની નવી આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા આવેલા વડાપ્રધાન મોદીએ પોતાને એક કે9 હોવિત્ઝર તોપની સવારી કરી.

ટેન્ક પર સવાર પોતાના આ અંદાજને ખુદ પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો. પીએમ મોદીના આ ટ્વીટને અંદાજે 55 મિનિટમાં અંદાજે 2500 રીટ્વીટ અને 8500 લાઇક્સ મળ્યા છે. જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે સનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ એન્ટી-બીજેપી ‘યુનાઇટેડ ઇન્ડિયા રેલી’નું કોલકત્તામાં આયોજન કર્યું છે જેમાં તમામ વિપક્ષી દળો અને નેતાઓને જમાવડો જામ્યો છે. આ ‘સંયુકત વિપક્ષી રેલી’માં મંચ પર 22 પક્ષોના નેતા હાજર રહ્યા અને તમામ પક્ષોના નેતાઓએ વારંવાર પોતાની વાત મૂકી.

L&T બનાવશે 100 હોવિત્ઝર તોપો

L&Tના આ કોમ્પલેક્સમાં મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત 100 કે9 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો તૈયાર કરાશે. ગયા વર્ષે જુલાઇમાં L&T એ જાહેરાત કરી હતી કે તેઓ દક્ષિણ કોરિયાની હનવા ટેકવિનની સાથે મળી દુનિયાને શ્રેષ્ઠ કે9 થંડર તોપના વર્ઝન કે-9 વજ્ર-ટીનું નિર્માણ કરશે.

 

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” માં આપવમાં આવેલી માહિતી સારી લાગે તો શેર કરજો…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!