આ તારીખે યોજાશે હાર્દિક પટેલનાં લગ્ન – ક્લિક કરી જોઈ લો હાર્દિકની થનાર પત્ની કોણ છે
પાટીદાર અનામત આંદોલન સમિતિનાં યુવા નેતા હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ 27 જાન્યુઆરીનાં રોજ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામ ખાતે હાર્દિક અને કિંજલના લગ્ન યોજાશે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારંભ ખૂબ જ સાદગીથી ઉજવવામાં આવશે.

લગ્નમાં લગભગ 100 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં બંને પરિવારના નજીકના લોકો સામેલ થશે. મળતી માહિતી મુજબ લગ્ન પાટીદાર રિવાજ મુજબ થશે. મૂળી પાસે આવેલ દિગસર ગામ ખાતે એમના કુળદેવી માતાના મંદિરે લગ્નવિધી યોજાશે.
કોણ છે કિંજલ ?
કિંજલ હાર્દિકની નાનપણની મિત્ર છે. કિંજલ કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે હાલમાં ગાંધીનગરમાં LLBનો અભ્યાસ કરી રહી છે. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકા સાથે અભ્યાસ કરતી હતી. કિંજલનો પરિવાર હાલમાં સુરત રહે છે. મળતા રિપોર્ટ્સ મુજબ, કિંજલ પરીખ અને હાર્દિકની સગાઇ વર્ષ 2016માં થઈ હતી.
26મી જાન્યુઆરીએ રીસેપ્શન :
હાર્દિકનાં પિતા ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરીએ વિરમગામ ખાતે ભોજન સમારંભ અને 27મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગરનાં દિગસર ગામ ખાતે લગ્નવિધી યોજાશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, હાર્દિકને ઉંઝા ઉમિયા માતાના ધામમાં લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી દિગસર ગામે માતાજીનું મંદિર છે ત્યાં લગ્ન કરવામાં આવશે.
હાર્દિકે કર્યો કટાક્ષ :
અગાઉ હાર્દિકની બહેનના લગ્ન વખતે લોકોએ એવી અફવા ફેલાવી હતી કે, તેણીના લગ્નમાં 50 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારે આ મુદ્દે હાર્દિક પટેલે કટાક્ષ કરતા કહ્યું કે, બહેનના લગ્નમાં 50 કરોડનો ખર્ચ કર્યો હતો. હવે મારા લગ્નમાં હું 100 કરોડનો ખર્ચો કરીશ. મારા લગ્નમાં ડબલ ખર્ચ કરીશ.
લગ્નની વાતો સાથે જ એ અટકળોએ પણ વેગ પકડ્યું છે કે હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી લડશે. મહત્વનું છે કે, મહાગઠબંધનની રેલી દરમિયાન કલકત્તામાં હાજરી આપ્યા બાદ હાર્દિક પરત ફર્યો છે. હાર્દિક પટેલે વર્તમાન સ્થિતિ મુદ્દે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશની અંદર બંધારણ પર ખતરો છે. કલકત્તામાં 6થી વધુ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતા.
હાર્દિક ભાઈને એડવાન્સમાં લગ્નની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ……
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.