અને પરણી જ ગયો આ વીરલો પણ – કોડા-કોડી ની રમત માં હાર્દિક જીત્યો કે હાર્યો આ રહ્યો ફોટો

પાટીદાર અનામત આંદોલનનાં યુવા નેતા હાર્દિક પટેલે દિગસર ખાતે કિંજલ પરીખ સાથે લગ્ન કરી લીધા છે.

હાર્દિકે પોતાની બાળપણની મિત્ર સાથે સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા છે. લગ્નમાં પરિવાર તેમજ નજીકના સગાને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના લગ્ન 27 જાન્યુઆરીએ સંપન્ન થયા છે. જેના કેટલાક ફોટો અહીં પ્રસ્તુત છે.

(1) હાર્દિક પટેલ પોતાના લગ્નમાં રાસ-ગરબા રમ્યો હતો. સાથોસાથ તેમના માતા-પિતા અને બહેને પણ ઉત્સાહપૂર્વક ગરબા લીધા હતા.

(2) હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 9 થી 12ની વચ્ચે યોજાઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું :

(3) સામૈયામાં હાર્દિકના સાસુ દ્વારા વિધિ અનુસાર તેનું નાક ખેંચવામાં આવ્યું હતું. એ સમયે હાર્દિકે રૂમાલ આડો રાખ્યો હતો તેમ છતાં તે પોતાનું નાક બચાવી શક્યો ન હતો.

(4) હાર્દિકની ભાવિ પત્ની કિંજલ પરીખ પણ સોળે શણગાર સજીને માંડવે પહોંચી હતી :

(5) હાર્દિક અને કિંજલનાં સાત ફેરા :

(6) લગ્ન બાદ નવદંપતિએ વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા.

(7) લગ્ન બાદ હાર્દિક અને કિંજલ કોડી-કોડી રમ્યા હતા જેમાં હાર્દિક પટેલ હારી ગયો હતો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!