પાકિસ્તાનથી આવેલ ૨૦૦ કરોડનું ડ્રગ પકડનાર હતો આ ભારતીય જવાન – ગર્વથી લાઈક કરજો
ભારત-પાકિસ્તાન સરહદ પર નશીલા પદાર્થોની વ્યાપક પ્રમાણમાં હેરાફેરી થાય છે અને બ્રાઉન સુગર અને હેરોઇન જેવા પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનું છાના ખુણે મોટા પાયે ખરીદ વેચાણ થાય છે. આ કાળા કારોબારમાં કરોડોની હેરાફેરી હોય છે. જે દેશ માટે ખૂબ જ નુકશાનકારક છે. હમણાં જ જમ્મુ કાશ્મીરનાં રસ્તેથી ભારતમાં લવાઇ રહેલો નશીલા હેરોઇનનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. જ્યાં એક ટ્રકમાંથી 200 કરોડનુ અધધ હેરોઇન અને બ્રાઉન સુગર હાથ લાગ્યું છે.

જેમાં એક ટ્રક ડ્રાઇવરને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આ ડ્રગ્સ રેકેટમાં કોણ સામેલ છે અને ક્યાંથી ક્યાં લઈ જવાનું હતું તેની સમગ્ર તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર દ્વારા BSF જવાનને 1 કરોડની લાંચ દેવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ઘસીને ના પાડી દીધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જો BSF જવાન ઈચ્છે તો એક કરોડ લઈને આરામથી પોતાનું જીવન વ્યતિત કરી શકે પણ એણે એવું ન કર્યું. એ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહ્યો. એણે પોતાના દેશના નિર્દોષ યુવાનોને નશીલા પદાર્થોનાં જોખમથી બચાવી લીધા. તમને જણાવી દઈએ કે પોલીસ અને BSF દ્વારા સરહદ પર થનાર નશાકારક પદાર્થોની હેરફેર અટકાવવા માટે વારંવાર અટેક કરવામાં આવે છે. શુક્રવારે બારામુલ્લા પોલીસ અને સુરક્ષાદળ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ભારત આવી રહેલ એક ટ્રકમાંથી 30 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પંજાબ, રાજસ્થાન, કાશ્મીર અને ગુજરાતનાં વિવિધ સરહદી વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાઈ ચુક્યો છે. આ ડ્રગ્સનો જથ્થો જુદી-જુદી રીતે દેશમાં ઘુસાડવાનો પ્રયત્ન થાય છે. જેમાં સફરજનના બોક્સમાં, ટ્રકની નીચે, દરિયાઈ બોટ દ્વારા, પ્લેન દ્વારા, માનવીય શરીરમાં તેમજ દેશની સરહદ પાર કરીને આવા નશીલા પદાર્થોનો વેપાર થાય છે. જે દેશને માટે ખૂબ જ જોખમી છે.
મિત્રો, આપણાં દેશના જવાનો 24 કલાક ખડે પગે રહીને દેશની સુરક્ષા કરે છે. દેશના જવાનોને વંદન.
જય હિન્દ.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ દેશ પ્રત્યે વફાદારી ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.