બાળકના નામે ફક્ત રૂ.1,400 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 25 વર્ષની ઉંમર પહેલા થઈ જશે 1 કરોડ રૂપિયા

મધ્ય વર્ગના પરિવારોની સૌથી મોટી મુશ્કેલી બચતની હોય છે. ખાસ કરીને બાળકોનો અભ્યાસ અને તેના લગ્ન માટે બચત કરવી માતા-પિતા માટે ઘણો મોટો પ્રશ્ન બની જતો હોય છે. એવામાં જો પગાર ઓછો હોય અને બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને બાળકનાં ભવ્ય લગ્ન કરવા માટે રૂપિયા ભેગા કરવા ઈચ્છો છો, તો તમે દર મહિને ઓછા રોકાણ થકી મોટું ભંડોળ ભેગું કરી શકો છો. તેથી જ આજની આ પોસ્ટમાં અમે તમને આ અનોખી રોકાણ સ્કીમ વિશે જણાવીશુ.

જો માતા-પિતા બાળકો માટે બાળપણથી જ પ્લાનિંગ કરી લે તો કરિયર શરૂ કરવાની ઉંમરમાં જ તેની પાસે 1 કરોડ રૂપિયાનો ફંડ થઈ જશે. રૂપિયા એક કરોડનું મોટું ફંડ ઊભું કરવાનું મુશ્કેલ દેખાય છે, પરંતુ ઈક્વિટી ફંડના સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં દર મહિને રૂપિયા 14,00નું રોકાણ કરવામાં આવે તો 25 વર્ષમાં 12 ટકાના વળતર સાથે આવું ફંડ ઊભું કરી શકાય છે. આ રોકાણની સૌથી ખાસ વાત એ છે કે આ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે.

શું છે પદ્ઘતિ ?


બજારમાં ઉપલબ્ધ તમામ વિકલ્પોની તુલનામાં ઓછું રોકાણ કરવાનો આ સારો વિકલ્પ મ્યુચુઅલ ફંડમાં સરળતાથી મળી જાય છે. મ્યુચુઅલ ફંડ બધા વિકલ્પોની સરખામણીએ સારું રિટર્ન આપે છે, જે તમને કોઇ પણ બીજી જગ્યાએ મળશે નહીં. આ રોકાણમાં તમે વાર્ષિક 12-15% સુધીનું રિટર્ન સરળતાથી પ્રાપ્ત કરી શકો છો.

આ પ્રકારનું રોકાણ આયોજન સરળ છે. તેમાં રોકાણની શરૂઆત 1,400 રૂપિયાથી શરૂ કરવાની છે. પછી તેમાં દર વર્ષે 15 ટકાનો વધારો કરવાનો છે. તેનો અર્થ એવો થયો કે પહેલા વર્ષે 1,400 રૂપિયાનું રોકાણ, તેના પછીના વર્ષે વધીને 1,610 રૂપિયાનું થઈ જશે. આ રીતે આ રોકાણ આગળ વધતું રહે છે. આ રોકાણ પર જો 12 ટકાનું રિટર્ન મળે તો 25 વર્ષમાં આ 1 કરોડ રૂપિયા થઈ જશે.

ઉચ્ચ રિટર્ન આપતા 5 મ્યુચુઅલ ફંડ નીચે મુજબ છે:

(1) SBI સ્મોલ એન્ડ મિડકેપ ફંડ
(2) L & T ઈમર્જિંગ બિઝનેસ ફંડ
(3) રિલાયન્સ સ્મોલ કેપ
(4) HDFC સ્મોલ કેપ ફંડ
(5) રિલાયંસ ડાયવર્સીફાઇડ પાવર ફંડ

રોકાણ દર મહિને ખૂબ ઓછું છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય સુધી જો રોકાણ કરવામાં આવે તો સારું રિટર્ન મળી શકે છે. આ પ્લાનિંગમાં રોકાણ 5માં વર્ષમાં 1.5 લાખ રૂપિયા કરતા વધુ હશે. આ રોકાણ 10મા વર્ષે વધીને 5 લાખ રૂપિયા કરતા વધુ થઈ જશે. તેના પછી 15મા વર્ષે આ રોકાણ 16 લાખ ઉપર જતું રહે છે. આ રીતે ધીરે-ધીરે વધતા 25 વર્ષમાં આ રોકાણ 1 કરોડ રૂપિયા કરતા વધુ થઈ જશે.

મ્યુચ્યુઅલ ફંડના નિયમિત સિસ્ટેમેટીક રોકાણ પ્લાનને બાળકોના શિક્ષણ કે લગ્નની જરૂરિયાતો પૂરી કરવા માટે વિચારણામાં લેવા જેવા ખરા. જો કે, LIC પોલિસીથી વિપરીત, મ્યુચ્યુઅલ ફંડમાં રક્ષણ હોતું નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ખૂબ જ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!