ISROએ રચ્યો ઇતિહાસ, વિશ્વનો સૌથી હળવો ઉપગ્રહ કર્યો લોન્ચ

અંતરિક્ષમાં જેના કારનામાથી આખા વિશ્વને આશ્ચર્ય કરી દે તેવા ઈસરોએ  ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે, ઇસરોએ કલામ સેટ અને માઈક્રાસેટ-R લોન્ચ કર્યો છે. ગઈ રાતે આંધ્રપ્રદેશમાં આવેલ ઇસરોનું શ્રીહરિકોટા લોન્ચિંગ સેન્ટરમાં ઈસરો તરફથી એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Image result for ISRO KALAMSAT

તમને બતાવી દઈએ કે વિશ્વાના કોઈ પણ દેશ દ્વારા હજુ આ લોન્ચિંગ કરવામાં આવ્યું જ નથી, આ લોન્ચિંગ પ્રથમ વખત ભારતમાં જ થયું છે. એ મહત્વની વાત કરીએ તો, આ ઉપગ્રહને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલ છે અને તેનું લોન્ચિંગ પણ નિઃશુલ્ક કરવામાં આવેલું. ઇસરોએ પહેલી વખત ભારતની કોઈ ખાનગી સંસ્થાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ ગુરુવારે રાત્રે 2019 નું પ્રથમ મિશન હાથ ધર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપગ્રહ કલામ સેટ અને માઈક્રાસેટ-R સફળતાપૂર્વક શરૂ કરી રહ્યા છે.

 

Image result for ISRO KALAMSAT

અહેવાલો અનુસાર, કલામ સેટ વિશ્વનું સૌથી નાનું અને સૌથી ઓછું સંચાર સેટેલાઇટ છે. ઈસરોએ  PSLV સી- 44 રોકેટ સાથે વિદ્યાર્થીઓએ બનાવેલા ઉપગ્રહ કલામ સેટને લોન્ચ કર્યો. PSLVની આ 46મી ઉડાન છે. જયારે ઈસરો જણાવે છે કે આ ઉપગ્રહ વિશ્વનો સૌથી હળવો ઉપગ્રહ છે. વાત કરીએ વજનની તો લગભગ 1.26 કિલો વજન ધરાવે છે. જે લગભગ લાકડાની ખુરશીથી પણ ઓછા વજનનો છે.

Image result for ISRO KALAMSAT

કલામ સૈટનું નામ સાંભળીને તમને ખબર પડી જ ગઈ હશે કે, કલામ સૈટ ઉપગ્રહનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો.એપીજી અબ્દુલ કલામ નામ પરથી રાખવામાં આવ્યું છે. અને મહત્વની વાત એ છે કે સ્પેસ કિડ્સ નામની એક ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓ માત્ર છ મહિનાની અંદર જ આ ઉપગ્રહ તૈયાર કર્યો છે. સ્પેસ કિડ્સ ઈન્ડિયા ચેન્નાઈની એક સ્પેસ એજ્યુકેશન સંસ્થા છે. આ ઉપગ્રહનો વાયરલેસ કમ્યુનિકેશન માટે કરવામાં આવશે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત”નો આ દ્રારા મળેલ માહિતી સારી લાગે તો શેર જરૂર કરજો…

Leave a Reply

error: Content is protected !!