કરીનાએ તૈમુર માટે સેફ સાથે કરી આ મહત્વની ડિલ, હવે આપવી પડશે સૌથી મોટી કુરબાની

ફિલ્મ વીરે દી વેડિંગમાં કરીનાએ ફરી એક વખત પોતાનો જાદુ દેખાડ્યો હતો. કરીનાએ સાબિત કરી બતાવ્યું કે તેણી પહેલાની જેમ જ ફિટ અને હિટ છે. પહેલાની જેમ જ એની લોકપ્રિયતા કાયમ છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી કરીના સૌની સામે આવી, ત્યારબાદ તેણીએ સૌથી મોટા રાઝ ઉપરથી પડદો પણ હટાવ્યો. વાતવાતમાં કરીનાએ પોતાની લાઈફની એક મહત્વની ડિલ વિશે જણાવ્યું, જેના માટે તે હેડલાઈન્સમાં ચમકી રહી છે. ચાલો જાણીએ કે આખરે ! કરીનાએ કઈ-કઈ વાતો કહી?

બોલીવુડની બેબો કરીના આમ તો ખૂબ જ બિન્દાસ્ત લાઈફ જીવે છે, પણ એના એક નિવેદને એ પણ સાબિત કરી નાખ્યું છે કે, તેણી બહેતરીન અભિનેત્રી હોવાની સાથોસાથ એક જવાબદાર માતા પણ છે. કરીના કપૂરે કહ્યું કે, તેણી પોતાના બાળક માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. તેણી પોતાનું કરિયર છોડવા પણ રાજી થઈ ગઈ છે. હકીકતમાં, વીરે દી વેડિંગની સફળતાથી ગદગદ કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા.

કરીના કપૂરે મીડિયાને જણાવતા કહ્યું કે, લોકો એવું માનતા હતા કે લગ્ન પછી મને કોઈ કામ નહીં મળે, પણ વિરે દી વેડિંગ ફિલ્મમાં મારૂ કામ જોઈને લોકોને જવાબ મળી ગયો છે. કરીના કપૂરે જણાવ્યું કે, હું મારી લાઈફ મારી મરજી મુજબ જીવું છું. લગ્ન પછી પણ હું એકદમ સ્વતંત્ર છું. કરિયરને લઈને પણ કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી પડી. એટલે જ હું આજે પણ ફિલ્મોમાં કામ કરી રહી છું.

તૈમુર માટે કરીના કપૂરે એક મહત્વની ડિલ કરી છે. જી હાં, કરીનાએ કહ્યું કે, હવે તેણી એક વર્ષમાં ફક્ત એક જ ફિલ્મ કરશે. કારણ કે તૈમુરને માતાની જરૂર છે. એવામાં હવે કરીના માટે સૌથી પહેલા તૈમુર છે. આ દરમિયાન કરીનાએ કહ્યું કે, મેં સેફ સાથે ડિલ કરી છે કે આપણે બન્ને એકસાથે શૂટિંગ નહીં કરીએ. જેથી તૈમુર સાથે આપણાં બંનેમાંથી એક હંમેશા રહી શકે.

કરીના કપૂરે આગળ જણાવ્યું કે, મારા માટે સૌથી પહેલા મારૂ બાળક, પતિ અને પરિવાર છે ત્યારબાદ ફિલ્મ છે. જો કે તેણી હમણાં ફિલ્મ કરવાનું છોડશે નહીં પણ હાં, ઓછું કરી નાખશે. હવે કદાચ એવું પણ બની શકે કે, કરીના ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દે. કારણ કે કરીના તૈમુરની પરવરીશ માટે ખૂબ જ ગંભીર છે. ટૂંકમાં કરીના એક પ્રસિદ્ધ હિરોઈન હોવાની સાથોસાથ જવાબદાર અને સમજુ માતા પણ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી અને રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!