Mojemoj.com

Best Gujarati Blog

આપના બાળકોની જન્મ તારીખ પરથી જાણો તેમના વિશેની રોચક વાતો

દરેક માતા-પિતા માટે તેમના બાળકો જ તેમની જિંદગી હોય છે અને એટલા માટે જ તેઓ હંમેશા પોતાના બાળક માટે ચિંતિત હોય છે. તેથી જ તેઓ તેમના બાળકની સારી અને ખરાબ બાબતો જાણવા માગતા હોય છે જેથી તેઓ તેમના બાળકને આવનારી મુસીબતોથી બચાવી શકે.

પરંતુ ઘણી વખત મા-બાપ માટે તેમના બાળકોને સમજવા અઘરા પડી જતા હોય છે. એટલા માટે આજે અમે તમને આ લેખમાં બાળકને સમજવા માટેનો સરળ રસ્તો બતાવીશું. જેથી કરીને તમે તમારા બાળકને નજીકથી સમજી શકો. દરેક માતા-પિતાને તેમના બાળકની જન્મ તારીખ તો યાદ જ હોય છે અને બસ, તેનાથી જ તમે તેના વિશે ઘણું જાણી શકશો.

વિશેષજ્ઞો અનુસાર, જે મહિનામાં બાળકનો જન્મ થાય છે તે મહિનાની અસર તેના વર્તન અને આદત પર પડતી હોય છે. એટલા માટે જ બાળકનો ‘બર્થ મન્થ’ ઘણો મહત્વનો હોય છે. બાળકના જન્મ મહિના પરથી તેમના વિશે રોચક વાતો જાણી શકાય છે.

જન્મના મહિના પરથી જાણો રસપ્રદ બાબતો :

1)જાન્યુઆરી :

જો તમારા બાળકનો જન્મ પણ જાન્યુઆરી મહિનામાં થયો હોય તો તમારે તમારા બાળકની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે આ મહિનામાં જન્મતા બાળકો હંમેશા સફળ થતા હોય છે. આવા બાળકો ઘણા જિદ્દી હોય છે. તેઓ દરેક વસ્તુથી બહુ જલદી કંટાળી જતાં હોય છે.

આવા બાળકોના સારા પાસા વિશે વાત કરીએ તો તેઓ હસમુખ હોય છે અને પોતાના ભવિષ્યને લઈને ઘણા ગંભીર હોય છે. સ્માર્ટ હોવાને લીધે તેઓ પોતાનો રસ્તો ગમે તે કરીને શોધી જ લેતા હોય છે. જાન્યુઆરીમાં જન્મતા બાળકો ને ભાગ્યશાળી કહેવામાં આવે છે.

2) ફેબ્રુઆરી :

ફેબ્રુઆરી મહિનાના પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં જન્મતા બાળકો હંમેશા પોતાના દિલનું માને છે અને પોતાનું ધાર્યું જ કરે છે. આવા લોકો બનાવટી હોતા નથી. તેમનું મન પણ સાફ હોય છે. આ બાળકો ખૂબ ઈમોશનલ હોય છે અને તેથી જ તેમને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. આવા બાળકો નવી વસ્તુ બહુ જલ્દીથી શીખી જાય છે.

3) માર્ચ :

આ મહિનામાં જન્મ લેતા બાળકો ઘણાં જ ભાવુક હોય છે. આવા બાળકો નાની નાની વાતને ખૂબ ગંભીરતાથી લઈ લેતા હોય છે. તેઓ નાનપણથી જ સંબંધોની બાબતોને સમજી શકવા સક્ષમ હોય છે. આ મહિનામાં જન્મ લેતા બાળકોનું મન સાફ હોય છે.

તેઓ ક્યારેય જૂઠું બોલતા નથી અને તેથી જ તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે. આ વાતને કારણે જ મોટાભાગના લોકો બહુ જલ્દી આકર્ષિત થઇ જાય છે

4) એપ્રિલ :

એપ્રિલ મહિનામાં જન્મ લેતા બાળકો ખૂબ જ નિડર હોય છે. તેઓ દરેક વ્યક્તિને તેમના મોં પર જ કહી દેતા હોય છે. આવા લોકો ક્યારેય એક જગ્યાએ ટકી શકતા નથી અને હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. આવા બાળકો હકારાત્મક વિચારો ધરાવતા હોય છે. તોફાની હોવા છતાં આવા બાળકો વિશ્વાસને લાયક હોય છે.

5) મે :

આ મહિનામાં જન્મતા બાળકો પોતાની સાથે અન્યનું ધ્યાન રાખવામાં પણ માનતા હોય છે. આવા બાળકો સ્વભાવે ઘણા સંવેદનશીલ હોય છે. આવા બાળકોને હરવું-ફરવું અને મોજ-મસ્તી કરવું પણ ખૂબ ગમતું હોય છે. પરંતુ આ બાળકોનો સ્વભાવ એટલો હઠીલો હોય છે કે તેઓ પોતાની જીદ આગળ કોઈનું પણ સાંભળતા નથી. નાચવા ગાવાનો પણ ખૂબ શોખ હોય છે અને તેથી જ તેઓ હંમેશા અન્યના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

6) જૂન :

આ બાળકો ખૂબ બોલકા હોય છે અને સાથે સાથે તેમનું મગજ પણ ખૂબ દોડતું હોય છે. આ બાળકો એક સમયે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકતા હોય છે. તેઓ પોતાની વાતો અને શબ્દોથી તેઓ દરેકનું દિલ જીતી લેતા હોય છે. આ લોકોને ફરવાનો પણ ઘણો શોખ હોય છે.

આ ઉપરાંત જો કોઈ વસ્તુ થી જોડાઈ જાય અથવા તો કોઈ કામ એમને કંટાળાજનક લાગે તો તેમનો વ્યવહાર ગુસ્સામાં પરિવર્તિત થઈ શકે છે.

7) જૂલાઈ :

આ મહિનામાં જન્મેલા બાળકો લાગણીઓ થી ભરેલા હોય છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે તેઓ રસ્તે ચાલતા બાળકો જ નહીં પરંતુ જીવ-જંતુઓને જાનવરોને પણ પોતાના મિત્ર બનાવી લે છે, એટલું જ નહીં તેમને ઘરે લઈ જઈને તેમનું પાલન પોષણ પણ કરતા હોય છે.

આવા બાળકો મનના સાચા હોય છે એટલા માટે જ વડીલોના પ્રેમના મહતમ હકદાર પણ બનતા હોય છે. આવા બાળકો બહુ ઓછું બોલતા હોય છે. પરંતુ જો તેમને પોતાની અનુકૂળ વ્યક્તિ મળી જાય તો તેમનું તોફાની પાસું પણ જોવા મળે છે. આવા બાળકો મોટે ભાગે શરમાળ હોય છે.

8) ઓગસ્ટ :

આ મહિનામાં જન્મેલા બાળકો ખુદને રાજા-મહારાજાથી ઓછું નથી આંકતા. જો કે આ તેમનો નેગેટિવ નહીં પરંતુ પ્લસ પોઈન્ટ છે. આવા બાળકોને નાની વસ્તુઓમાં સમાધાન કરવું પસંદ નથી. તેઓ પોતાના વાતાવરણમાં જ રહેવાનું પસંદ કરે છે.

તેઓ જિદ્દી પણ હોય છે તેઓ ઇચ્છતા હોય છે કે લોકો તેમનું જ માને ! આવા બાળકો તેવી વસ્તુઓને વધુ પસંદ કરે છે જેમાં મગજનો ઉપયોગ વધુ કરવો પડતો હોય છે. એટલે જ દરેક વસ્તુઓમાં તેમનું પરિણામ ખુબ સરસ હોય છે. આ બાળકોને પોતાના વખાણ સાંભળવા ખૂબ પસંદ હોય છે તેથી જ આવા બાળકોને અહંકારી પણ કહેવામાં આવે છે.

9) સપ્ટેમ્બર :

આ મહિનામાં જન્મેલા બાળકોને સર્વશ્રેષ્ઠ બાળકોનો ખિતાબ દેવામાં આવ્યો છે. આ મહિનામાં જન્મેલા બાળકો અભ્યાસની સાથે રમત-ગમતમાં પણ ઘણા આગળ પડતાં હોય છે. તેઓ ઘણા નિયમબધ્ધ હોય છે. આ બાળકો ખૂબ જ ઝડપથી આગળ વધતા હોય છે. આ બાળકો આકર્ષક, પ્રેમાળ અને થોડાક જિદ્દી હોય છે. આ બાળકોને સંપૂર્ણ કહેવું વધુ પડતું નહીં ગણાય.

10) ઓક્ટોબર :

ઓક્ટોબર માસમાં જન્મેલા બાળકો ઘણા ભાગ્યશાળી હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો સમજો અને આકર્ષિત હોય છે. તેમની મીઠી બોલી ને લીધે તેઓ તમામ લોકોને મોહી લેતા હોય છે. આવા બાળકો મોટા બનીને કલાકાર પણ બનતા હોય છે. આવા બાળકો બોલકા હોય છે. આવા બાળકોને નાની વાતને પણ ગંભીરતાથી લઈ લેતા હોય છે એટલા માટે તેઓ ઘણા ભાવુક પણ હોય છે ક્યારેક તેઓ પોતાના સપનામાં જ ખોવાયેલા રહે છે.

11) નવેમ્બર :

આ મહિનામાં જન્મેલા બાળકો પોતાના લક્ષ્યને લઈને ઘણા કટિબદ્ધ હોય છે. તેમણે જે નક્કી કરી લીધું હોય તેને તે પૂરું કરીને જ રહે છે. તેમનું શરીર અને મગજ ઘણું તેજ તરાર હોય છે. આવા બાળકો ઘણા વિશ્વાસપાત્ર અને સારા મિત્રો હોય છે. થોડા રોમેન્ટિક હોવાને લીધે તેઓ મોટા થઈને એક સારા લાઈફ પાર્ટનર સાબિત થાય છે.

12) ડિસેમ્બર :

આ મહિનામાં જન્મેલા બાળકો ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા હોય છે. તેમનું લક્ષ્ય અરીસા જેટલું સાફ હોય છે. તેમને ખબર હોય છે કે જિંદગીમાં તેમને શું કરવું હોય છે. તેઓ હંમેશા સાચું બોલવાનું પસંદ કરે છે. તેઓ દેશભક્ત હોવાને નાતે પોતાના સંસ્કારો અને રીતિરિવાજો સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો ઘણા સંસ્કારી હોય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!