Mojemoj.com

Best Gujarati Blog

મેગી બનાવતી કંપની નેસ્લેએ કર્યો આ સનસનાટી ભર્યો ખુલાસો – આ હોય છે મેગી ના કન્ટેન્ટ માં!

નેસ્લે કંપની કે જે ‘ટેસ્ટી પણ અને હેલ્દી પણ’ નો દાવો કરી રહ્યા છે અને સાથે સાથે ‘બે મીનિટમાં મેગી’ બની જાય એના માટે જાણીતી કંપની નેસ્લે ઈન્ડિયાની ઉપાધી વધી હોય એવું લાગે છે. ભારતીય સુપ્રીમ કોર્ટે નેસ્લે ઈન્ડિયા વિરૂદ્ધ રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચમાં સરકારને કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવાની મંજૂરી આપી દીધી છે.

અને આની સાથે સાથે નેસ્લે ઈન્ડિયા પર લગભગ 640 કરોડ રૂપિયાના દંડને લઈને તલવાર લટકી રહી છે એવું જાણવા મળેલ છે.

વૈશ્વિક ફૂડ અને બેવેરજ કંપની ‘નેસ્લે ઇન્ડિયા’ (Nestle India) એ સુપ્રીમ કોર્ટમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમની સૌથી લોકપ્રિય એફએમસીજી બ્રાન્ડ ‘મેગી’ (Maggi) માં લેડ એટલે કે સીસું હતું.

તાજેતરમાં કોર્ટમાં થયેલ હિયરીંગ માં આ મામલે સુનાવણી વખતે કંપનીના વકીલોએ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

કોર્ટમાં આ મામલા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન વકીલોની આ સ્વીકૃતિના લીધે સરકાર વિરુદ્ધ નેસ્લે વચ્ચે ચાલતી લડાઈએ વધુ જોર પકડશે. કોર્ટમાં ‘મેગી’ એ સીસાના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ઉપર સુનાવણી કરી હતી.

એ વાતની તો લગભગ બધાને ખબર જ છે કે , આરોગ્ય સુરક્ષાનાં માપદંડ પુરા ન કરી શકવાના લીધે ગત વર્ષે 550 ટન જેટલી ‘મેગી’ નો નાશ કરવામાં આવેલ હતો. અધૂરામાં પૂરું, એ વખતે સરકારે વળતર પેટે રૂ. 640 કરોડની માંગ કરી હતી.

સુપ્રીમના જજે ‘નેસ્લે’ ના વકીલને કહ્યું હતું કે, શું તેમણે લેડ (સીસા)ની હાજરી સાથેની ‘મેગી’ ખાવી જોઈએ ? તેમણે પહેલા જ તર્ક આપ્યો હતો કે મેગીમાં લેડની માત્રા પ્રાપ્ત જરૂરી છૂટછાટ (પરમિસિબલ લિમિટ)ની અંદર હતી અને હવે તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે, ‘મેગી’ માં સીસું હતું

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!