બૉલીવુડની આ અભિનેત્રીઓનાં મંગળસૂત્રની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે – માધુરી તો ઓહ્હો

હિન્દૂ ધર્મમાં ઘણી વસ્તુઓનું પોતાનું ધાર્મિક મહત્વ હોય છે. મોટાભાગે તમે જોયું હશે કે, હિન્દૂ ધર્મની મહિલાઓ લગ્ન બાદ મંગળસૂત્ર પહેરે છે. આ માત્ર ઘરેણુ જ નથી પણ એને સુહાગની નિશાની ગણવામાં આવે છે. સામાન્ય રીતે મંગળસૂત્ર કાળા મોતી અને સોનાથી બનેલ હોય છે. પરંતુ ઝડપથી વિકસિત થઈ રહેલ દુનિયામાં જે રીતે ટેકનિકમાં ફેરફાર થઈ રહ્યા છે, એવી જ રીતે દુલ્હનનાં મંગળસૂત્રમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. આજે મંગળસૂત્ર પણ ઘણા પ્રકારના બનવા લાગ્યા છે.

હાલમાં મંગળસૂત્રની કિંમત લાખોમાં છે:

આધુનિક ટેકનિકથી બનાવેલ આ મંગળસૂત્રની કિંમત લાખોમાં હોય છે. જોકે, આ મંગળસૂત્ર કોઈ સામાન્ય મહિલા માટે નથી. આપણે બધા જાણીએ જ છીએ કે, બોલિવૂડની દરેક વાત નિરાલી હોય છે, એવામાં બૉલીવુડ સેલિબ્રિટીઝનું મંગળસૂત્ર પણ ક્યાંથી જેવું-તેવું હોય !! આજે અમે તમને બોલીવૂડની અભિનેત્રીઓનાં મંગળસૂત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ સ્પેશિયલ હોવાની સાથોસાથ ઘણા મોંઘા પણ છે. ઘણી અભિનેત્રીઓનાં મંગળસૂત્ર એટલા બધા મોંઘા છે કે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

આ અભિનેત્રીઓના મંગળસૂત્ર છે ખૂબ જ મોંઘા:

અનુષ્કા શર્મા :


બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હમણાં જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે પરણી છે. સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા આ જાણીતું યુગલ ‘વિરુષ્કા’ ખૂબ જ ચર્ચામાં હતું. એવામાં એના ઘરેણાં વિશે વાત ન કરવામાં આવે, એવું તો બને જ નહીં ને. અનુષ્કાનો ડ્રેસ સબ્યસાચીએ ડિઝાઇન કર્યો હતો. જો અનુષ્કા શર્માનાં મંગળસૂત્રની વાત કરીએ તો વિરાટ કોહલીએ અનુષ્કાને ખૂબ મોંઘુ મંગળસૂત્ર પહેરાવ્યું છે. આ મંગળસૂત્રની કિંમત 52 લાખ રૂપિયા છે.

શિલ્પા શેટ્ટી :


બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીનાં લગ્ન બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે થયા છે. બન્નેનાં લગ્ન ડ્રિમ વેડિંગ જેવા શાનદાર હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી શાહી અંદાઝથી થયા હતા. જો કે શિલ્પા શેટ્ટીનું મંગળસૂત્ર દેખાવમાં એકદમ સામાન્ય લાગે છે પરંતુ એની કિંમત 30 લાખ રૂપિયા છે.

એશ્વર્યા રાય બચ્ચન :


બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી એશ્વર્યા રાય વિશે તો કંઈ કહેવાની જરૂર જ નથી. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007માં લગ્ન કર્યા. એમના લગ્ન પણ ખૂબ જ ભવ્ય રહ્યા હતાં. લગ્ન પછી બન્ને તિરુપતિ બાલાજી દર્શન કરવા માટે ગયા હતાં. ત્યારે એશ્વર્યાનું મંગળસૂત્ર જોવા મળ્યું હતું. પ્રાપ્ત જાણકારી મુજબ, એશ્વર્યા રાય બચ્ચનનાં મંગળસૂત્રની કિંમત 45 લાખ રૂપિયા છે.

કાજોલ:


કાજોલ અને અજય દેવગણનાં લગ્ન ખૂબ જ ખાસ હતાં. બંનેનાં લગ્ન ખૂબ જ સાધારણ રીતે થયા હતા. ત્યારે તો લોકો એવું પણ કહેતા હતા કે, કાજોલે એક ઓછા સફળ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. બન્નેનાં લગ્ન વર્ષ 1999માં થયા. અજય-કાજોલનાં લગ્ન મરાઠી રીત-રિવાજ મુજબ થયા હતાં. એ વખતે અજય દેવગણે કાજોલને જે મંગળસૂત્ર પહેરાવ્યું હતું એની કિંમત 21 લાખ રૂપિયા જેટલી હતી.

કરિશ્મા કપૂર :


જ્યારે કરિશ્મા કપૂરનાં લગ્ન થયા ત્યારે ઘણા યુવાનોનાં દિલ તૂટી ગયા હતા. કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે બન્ને અલગ થઈ ચૂક્યા છે. લગ્ન વખતે સંજય કપૂરે કરિશ્માને 17 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

માધુરી દીક્ષિત :


ધક-ધક ગર્લનાં નામથી મશહૂર માધુરી દિક્ષિતનાં લગ્ન ડૉ. શ્રીરામ નેને સાથે વર્ષ 1999 માં થયા હતા. એ વખતે બન્નેનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતાં. ડૉ. નેનેએ માધુરીને જે મંગળસૂત્ર પહેરાવ્યું હતું, એની કિંમત 8.5 લાખ રૂપિયા હતી.

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!