કંકોત્રીમાં PM મોદી વિશે કંઈક એવું લખ્યું કે જે વાંચીને તમે દંગ રહી જશો – જુવો પૂરો અહેવાહ

ભારતીય લગ્ન-પ્રસંગ ખૂબ જ ખાસ હોય છે. આ શુભ પ્રસંગની શરૂઆત લગ્નની કંકોત્રીથી થાય છે. આજકાલ દરેક કુટુંબ પોતાના બાળકોના લગ્નની કંકોત્રી કે રિસેપ્શન કાર્ડને એકદમ સ્પેશિયલ બનાવવાની કોશિશ કરે છે. આપણે અવારનવાર છાપામાં વાંચીએ જ છીએ કે, કોઈકે ચકલીના માળા જેવી, કોઈકે સોનાની તો કોઈકે એટીએમ જેવી કંકોત્રી છપાવી છે.

આવી જ એક કંકોત્રી સુરતમાં રહેતા એક ગુજરાતી કપલની જોવા મળી છે. સામાન્ય રીતે લગ્ન કંકોત્રીમાં ગિફ્ટ આપવાની વાત હોતી નથી. પરંતુ અહીં દર્શાવેલ કંકોત્રીમાં છોકરાવાળાઓએ જાહેરમાં લોકો પાસેથી ગિફ્ટ માંગી છે. વર પક્ષે કંકોત્રીમાં ગિફ્ટ પેટે 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં વોટ આપવાનું કહ્યું છે.

લોકસભાનો કુંભમેળો જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ દેશમાં ચૂંટણીનો માહોલ દરેક જગ્યાએ દેખાવા લાગ્યો છે. રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને જનસંપર્કનું અભિયાન શરૂ થઇ ગયું છે, તો કયાંક સમર્થકો દ્વારા પોતાના નેતાઓને વોટ આપવાના સમાચારો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. આ બધી ઘટનાઓ વચ્ચે ભાજપને લગ્નમાં પણ પ્રમોશન મળી રહ્યું છે. જેમાં આ વિચિત્ર કંકોત્રી દ્વારા અનોખા અંદાઝમાં વોટ આપવાની અપીલ કરવામાં આવી છે.

આ કંકોત્રી સુરતના જય સિંઘાનિયા પરિવારે 01 જાન્યુઆરીનાં રોજ સંપન્ન થયેલ પોતાના દીકરાના લગ્ન માટે છપાવી હતી. આ કંકોત્રીનાં અંતમાં લખ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને વોટ આપજો. જેમના લગ્નની આ કંકોત્રી છે તેમનું નામ ધવલ અને જયા છે. તેમની આ અનોખી કંકોત્રીએ લોકોનાં મન મોહી લીધાં છે અને આ અનોખી કંકોત્રીની વાત વાયરલ થતા લોકો એમના ઘરે કંકોત્રી જોવા માટે આવી રહ્યા છે.

અગાઉ સુરતનાં મોટાં વરાછાનાં એક યુવાને પોતાની લગ્ન કંકોત્રીમાં સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો અભિયાન તથા સ્વચ્છ ભારતનાં સ્લોગનો છપાવ્યા હતા. આ કંકોત્રી દ્વારા એમણે લોક-જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આવી જ એક બીજી કંકોત્રી પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આ કંકોત્રી કર્ણાટકના મેંગલોરના અત્તવાર પરિવારે 10 ફેબ્રુઆરીના રોજ થનાર પોતાના દીકરાના લગ્ન માટે છપાવી છે. આ કંકોત્રીના અંતમાં પણ આમ જ ગિફ્ટ માંગી છે. એમાં પણ આગામી લોકસભાની ચૂંટણીમાં PM મોદીને વોટ આપવાની વાત લખવામાં આવી છે. આ પહેલા પણ કર્ણાટકની એક લગ્ન કંકોત્રીમાં બીજેપી અને મોદી સરકારની ઉપલબ્ધીઓના વખાણ છપાયા હતા.

મહત્વનું છે કે આ વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે કહેવાય રહ્યું છે કે, આવી અનોખી કંકોત્રી દ્વારા લોકોને મતદાન માટેનું પ્રોત્સાહન મળશે અને લોકતંત્ર વધુ મજબૂત થશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!