પતંજલી ‘સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ – અનેક મફત સુવિધાઓ સાથે… અધધ એક રૂપિયામાં આટલો ડેટા મફત?

યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલી પોતાનો વ્યવસાય આગળ ધપાવવા માટે સતત કાર્યશીલ છે. દેશભરમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપ્યા બાદ પતંજલીએ ટેલિકોમ જગતમાં પણ પગ મુકી દીધો છે.

પતંજલિએ એક ઇવેન્ટનું આયોજન કર્યુ હતું જ્યાં તેણે ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL સાથે પાર્ટનરશીપ કરી છે. સાથે જ તેણે પોતાનુ 4જી સિમ કાર્ડ લૉન્ચ કર્યુ છે. જેને ‘સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ’ નામ આપવામાં આવ્યું છે. એમાં 144 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર યૂઝરને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.

ઉપરાંત 365 દિવસ વાળો પ્લાન શરૂ કર્યો છે. જેમાં ગ્રાહકોને એક દિવસમાં 2GB ડેટા અને અનલિમિડેટ કોલ મળશે. સાથે સાથે 100 SMS પણ ફ્રીમાં કરી શકાશે. આ યોજનાની વેલીડિટી 365 દિવસ માટે છે જેમાં બધી સેવા અનલિમિટેડ મળશે અને મોટી વાત એ છે કે આ યોજના માટે ગ્રાહકોને ફક્ત 365 રૂપિયા જ ચૂકવવા પડશે.

પતંજલિ સ્વદેશી સમૃધ્ધિ સિમ કાર્ડ પર ગ્રાહકોને પતંજલિના તમામ પ્રોડક્ટ ખરીદવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત યુઝર્સને 2.5 લાખ સુધીનું મેડિકલ ઈન્શ્યોરન્સ કવર અને 5 લાખ સુધીનો જીવન વીમો મળશે. જો કે વીમાની રકમ ફક્ત માર્ગ અકસ્માતમાં જ મળી શકશે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે, ”BSNL ના પાંચ લાખ કાઉન્ટર્સ છે અને ત્યાંથી લોકો તરત જ પતંજલિ સ્વદેશી સિમ કાર્ડ મેળવી શકે છે.”

આ પ્રસંગે BSNLના ચીફ જનરલ મેનેજર સુનિલ ગર્ગ, જે અહીં હાજર હતા તેમણે પણ પતંજલી અને BSNLના જોડાણની પ્રશંસા કરી હતી.

સીમકાર્ડ મેળવવા માટે પોતાનું ઓળખ પત્ર રજૂ કરવાનું રહેશે અને પેપર વર્ક બાદ સિમ એક્ટિવેટ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના સૌથી વિશ્વસનીય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ બન્યાં પછી યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ કંપનીએ રવિવારે ટેલિકોમ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!